________________
પ્રબુદ્ધ જીવન
વેદાન્ત અને વિશ્વચેતના Q પૂર્ણિમા પકવાસા
આ વિષય જેટલો ગહન છે, તેટલો જ વિશાળ છે. અને સમજવા ચાહે તેઓને સમજાય તેવો પણ છે. વેદાન્ત’ જેવા ભારે શબ્દથી ગભરાઈ જવાનું નથી. પરંતુ આદિકાળથી ચાલતા આવેલા અને જનસાધારણમાં સન્માન્ય તેવા વેદાન્તસાહિત્યને જાણવા અને સમજવા પૂરી કોશિશ કરવાથી આપણા દેશના સમૃદ્ધ વિજ્ઞાન-સાહિત્યનો પરિચય થશે, તેમ જ તેમાં આપેલા જીવનને ઉન્નતિ તરફ અગ્રેસર કરનાર વિચારોને આત્મસાત કરવા તરફ પ્રેરણા મળશે.
એક કોન્ફરન્સ અંગે દિલ્હી જવાનું થયું. મારા દિલ્હી નિવાસ દરમ્યાન જાણવા મળ્યું કે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બાબુ રાજેન્દ્રપ્રસાદજીનાં સ્મરણમાં ૧૯૬૯થી દરવર્ષે દિલ્હીમાં આકાશવાણી તરફથી એક વ્યાખ્યાનમાળાનું આયોજન થાય છે. આ વ્યાખ્યાનમાળામાં અત્યારસુધીમાં દેશનાં ઘણા જ્ઞાની વિદ્વાન વક્તાઓનાં વિવિધ વિષયો પર વ્યાખ્યાનો યોજાઈ ગયું છે. આ વખતનાં બે વ્યાખ્યાનો તા. ૨૫-૨૬ નવેમ્બર, ૯૩નાં આપણા દેશના પ્રથમ કોટિનાં વિદ્વાન વ્યાખ્યાતા ડૉ. કરણસિંહના યોજાયા હતા.
ડૉ. કરણસિંહ એટલે કાશ્મીરનાં યુવરાજ, પછી ‘સદરે રિયાસત થયેલા. ૧૯૬૭માં ઈંદિરા ગાંધીનાં રાજ્યકાળમાં તેઓ ૩૬ વર્ષની નાની ઉંમરે કેન્દ્રિય મંત્રીમંડળમાં જોડાયા હતા. ૧૯૭૯માં શિક્ષણ અને સંસ્કૃતિનાં મંત્રી તરીકે તેમણે સેવા આપેલી. આ મંત્રીપદોની અવધિમાં તેઓએ કોઈપણ પ્રકારનું વેતન કે સુવિધા ન લેતા માનદમંત્રી જ રહેલા. મંત્રીશ્રીઓને નિવાસ માટે મળતા બંગલા કે અન્ય સુવિધાઓ પણ તેઓએ લીધી ન હતી. તે પછી અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે તેઓએ સેવા આપેલી. જમ્મુ અને કાશ્મીર વિશ્વવિદ્યાલય તેમ જ બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલયના કુલપતિ તરીકે તેમણે વર્ષો સુધી સેવા આપેલી. તેઓએ પોતાના અનુભવ અને જ્ઞાનના નિચોડરૂપે કેટલાક પુસ્તકો તેમજ કાવ્યો પ્રગટ કર્યાં છે. તેઓ છટાદાર હિંદી તથા અંગ્રેજી બોલી શકે છે. તદ્ઉપરાંત પંજાબી, ઉર્દૂ અને ડોગરા ભાષાના પણ સારા જાણકાર છે. તેઓ સંસ્કૃત ભાષા પણ સરસ જાણે છે. તેઓને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું વિસ્તૃત જ્ઞાન છે. તેઓ ભારતના એક ઉત્કૃષ્ટ કોટિના ચિંતક મનાય છે. પરદેશમાં પણ તેઓની ખ્યાતિ ખૂબ વિસ્તરેલી છે. તેઓ સાદા સીધા, સરળ, નિરાડંબરી, સૌમ્ય, હસમુખા અને પ્રસન્ન વ્યક્તિત્વવાળા છે. તેમની વાણિમાં પ્રાસાદિકતા હોય છે. આવા ડૉ. કરણસિંહના બે વ્યાખ્યાનો સાંભળવાની તક મળી તેથી ઘણો આનંદ થયો. ભારતીય સંસ્કૃતિનો તેમને ગહન અને વિસ્તૃત અભ્યાસ હોવાથી તેમના વ્યાખ્યાનો ઘણા મનનીય રહે છે. તેમના વ્યાખ્યાનનો વિષય ‘વેદાન્ત અને વિશ્વચેતના પણ ખૂબ સરસ અને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ હતો.
ભારતીય સંસ્કૃતિમાં સંકીર્ણત ક્યારેય પ્રવેશ કરી શક્તી નથી. વિશ્વ તો શું પરંતુ પૂરા બ્રહ્માંડની સાથે તેનો સંબંધ રહે છે. પરંતુ તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં આપણી પ્રાચીનકાળથી ચાલી આવતી ઉપયોગી અને જરૂરી એવી માન્યતાઓ તુટી રહી છે અને નવી માન્યતાઓનો જન્મ નથી થતો. ખરી રીતે તો જૂની માન્યતાઓમાંથી કેટલીક તૂટવા જેવી તૂટવી પણ જોઈએ જ. અને તો જ નવી તાજી માન્યતાઓને માટે જગા થઈ શકે. જે માન્યતાઓ તૂટે છે, તેની અસલી બુનિયાદ સાબૂત રહેવી જોઈએ કારણ કે જો તળીયે મજબૂત હોય તો તેના પર દેશકાળને તેમજ પ્રાચીન સંસ્કૃતિને અનુરૂપ સંવાદિતામય એક એવી સંસ્કૃતિ
તા. ૧૬-૧૧-૯૩
નિર્માણ થઈ શકે છે કે જેમાં સારી સારી દરેક જીવનોપયોગી ચીજોનો સમાવેશ થઈ શકે છે. આનું નામ પુરાણાનો નાશ, અને નવાનો જન્મ કહી શકાય. 'નવાં ક્લેવર ધરો હંસલા પરંતુ તે જન્મ નથી થતો તે ઘણા શોકની વાત છે. આતો જાણે સર્વવિનાશનુ શીતયુદ્ધ ચાલી રહ્યું છે. તેમ લાગે છે. વિશ્વીકરણ થઈ રહ્યું છે, પરંતુ વિશ્વચેતના ઉભરાતી નથી.
અમાનવીય (દૈવી)વેદો આદિકાળથી ચાલ્યા આવે છે. તેમાંથી ઉપનિષદો નિર્માણ થયાં. એટલે એમ કહી શકાય કે વેદો જો હિમાયલ પર્વત સમાન છે, તો ઉપનિષદો તેના નાના મોટા શિખરો છે. જેમાંથી ઘણું ઘણું ગ્રહણ કરવાની તેઓ સદા પ્રેરણા આપતા રહે છે. વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જાય છે, તેમ તેમ વેદાન્તની વાતો અને તેમાં રહેલાં સત્યો અધિક મહત્વપૂર્ણ બનતા જાય છે. ‘કુમારસંભવર્ષા’ હિમાલયનું વર્ણન છે. તે અદ્વિતીય છે. અને હિમાલયની આ શોભા સદા અદ્રિતિય જ રહેવાની છે.
વેદોમાં પાંચ પ્રમુખ વિચારધારાઓ સમાયેલી છે, જે વિશ્વચેતનાનો આધાર બની શકે છે.
(૧) ઈશાવાસ્ય ઉનિષદ બતાવે છે કે સમસ્ત બ્રહ્માંડ એક જ શક્તિમાં ઓતપ્રોત છે. માત્ર પૃથ્વીપર જ નહીં, પરંતુ અનંત બ્રહ્માંડમાં તે શક્તિ વ્યાપ્ત છે અને તે શક્તિથી જ અનંત બ્રહ્માંડ પ્રકાશમાન છે. વિજ્ઞાન તેનું જ સંશોધન કરી રહેલ છે, કે એ કઈ શક્તિ છે ? જેનો કોઈ તાગ નથી મળી શકતો ! જો એ શક્તિની પરિભાષા મળી જાય તો તે પર આગળ સંશોધન થઈ શકે અને જો સમસ્ત બ્રહ્માંડમાં એ એક જ સત્ય વ્યાપ્ત છે. તો સમસ્ત માનવજાતમાં પણ તે જ શક્તિ અંતર્નિહિત રહેલી છે તે નક્કી થાય છે. આપણા સૌના હ્રદયમાં પણ તે જ શક્તિ વિરાજમાન છે તેની પ્રતીતિ થઈ જાય.
(૨) આપણે તો 'અમૃતસ્ય પુત્રા:' છીએ. આપણે કંઈ દૃષ્ટપુત્રો નથી, પરંતુ અમૃતપુત્રો છીએ. આવો વિચાર માત્ર કરવાથી આપણી સંકીર્ણતા નષ્ટ થવા માંડે છે. જો સંકીર્ણતાનો નાશ થાય તો પછી શોક ક્યાં ? મોહ ક્યાં ? દુ:ખ ક્યાં રહે છે ? શોક મોહ અને દુ:ખ આદિ તત્ત્વો સંકીર્ણતા સાથે જોડાયેલા છે. તરંતુ વિશાળ ચેતના સાથે તો વિશાળતા જ સદા જોડાયેલી રહે છે. આ વિશાળતાનું એકત્વ જેમ અંદરનું છે, તેવી જ રીતે બહારનું પણ છે, બહારની દુનિયામાં રહેલા સર્વ જીવો, સર્વ વસ્તુઓ સાથે એક્તા સધાય તો કેવી સરસ એકતાનો અનુભવ થઈ શકે ? આ એકત્વનો વિચાર જ આપણને પરમ એક સુધી પહોંચાડવામાં સાધન બની શકે છે. અને અહીંથી જ પરમ સુધી પહોંચવા માટેનું પ્રથમ પગલું ભરી શકાય.
(૩) આ અંદર અને બહારનું જે એત્વ છે તે જ સમસ્ત વેદાંતનો સાર છે. જે આપણો ધર્મ બની જાય છે. જેથી કરી વ્યક્તિ સાથે આપણને સારો પ્રેમાળ વ્યવહાર કરવાનું ગમે છે. કારણકે દરેક વ્યક્તિમાં આપણે જ રહેલા છીએને ? વેદાન્તનાં નિયમ પ્રમાણે જો દરેક વ્યક્તિમાં ઈશ્વરનો નિવાસ છે, તો તો પછી સમસ્ત માનવજાતિ એક જ પરિવાર છે, તેની આપણને પ્રતિતી થવી જોઈએ. 'મારું તારું' એ તો લઘુ ચેતના છે, કનિષ્ટ ચેતના છે, માત્ર સંકીર્ણ મર્યાદિત ચેતના છે, પરંતુ વેદાન્તની ઉદાર વિચારધારામાં તો 'વસુધૈવ કુટુંમ્બકમ' નો વિચાર મુખ્ય રહેલો છે. આવો સુંદર, ઉદાર અને વિશ્વએતાનો વિચાર જ્યારે આપણી સંસ્કૃતિના