Book Title: Prabuddha Jivan 1993 Year 04 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 107
________________ તા. ૧૬-૧૧૯૩ . પ્રબુદ્ધ જીવન માપીને રસોઈ કરે છે અને જરા પણ રસોઈ વધવી ન જોઈએ એવી વાત પોતાના ધંરમાં ન થવી જોઈએ. એટલા માટે સ્ત્રીઓ રોટલી કે રોટલો કરતી વખતે એક નાની ચાનકી વધારાની કરતી હોય છે. આ ચાનકી એ સંવિભાગનું પ્રતીક છે. સમાજમાં કેટલાયે એવા ઉદારચિત મહાનુભાવો હોય છે કે જેમને પોતાને ઘેર કોઈ મહેમાન જમનાર ન હોય તો આનંદ ન થાય. હજુ પણ ગુજરાત, રાજસ્થાન અને બીજા પ્રદેશોમાં કેટલાયે એવા જૈન છે કે જેમનો રોજનો નિયમ છે કે રેલવે સ્ટેશન પર જઈ કોઈક અજાણ્યા સાધર્મિક ભાઈને જમવા માટે પોતાના ઘરે તેડી લાવે અને એમને જમાડ્યા પછી પોતે જમે. જે દિવસે એવી કોઈ વ્યક્તિ ન મળે તો તે દિવસે એમને ઉપવાસ થાય. વહેંચીને ખાવાના સિદ્ધાંતમાં સમાજવાદનાં મૂળ રહેલાં છે. સમાજના દરેક નાગરિકને આજીવિકાના અને ઉપભોગના એક સરખા હક્ક મળવા જોઈએ અને એક સરખી તક મળવી જોઈએ. આ એક આદર્શ ભૂમિકા છે. જયાં આ સ્વરૂપ સચવાતું નથી અને જ્યાં સમાજનો એક વર્ગ અતિશય ધનસંપત્તિ એકત્ર કરીને એશઆરામ કરે છે અને એજ સમાજનો બીજો વર્ગ પેટનો ખાડો પૂરો કરવા દિવસ રાત કાળી મજૂરી કરે છે એ સમાજમાં ઝઘડા-ક્લેશ, સંધર્ષ, ખૂન, વર્ગવિગ્રહ ઈત્યાદિ આવ્યા વગર રહેતાં નથી. એટલા માટે જ ભગવાન મહાવીરે કહ્યું છે કે જે દાન આપતો નથી, અસંવિભાગી છે, સંગ્રહખોર છે, અપ્રમાણભોગી છે તે નૈતિક દૃષ્ટિએ સમાજનો ચોર છે. તે અસ્તેય -અચૌર્ય નામના મહાવ્રતનો ભંગ કરનારો છે. વર્તમાન સમયમાં ચારે બાજુ સંધર્ષ, ક્લેશ, ર, હિંસા અને અશાંતિનું વાતાવરણ વધતું હોય તેવું જોવા મળે છે. મનુષ્યની વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક કે રાષ્ટ્રીય સ્તરે રહેલી સંકુચિત સ્વાર્થવૃત્તિને કારણે આ સંઘર્ષમય અશાંત સ્થિતિ સર્જાય છે. જ્યાં જ્યાં ઉદારતા છે, પ્રેમભાવ છે. સહિષ્ણુતા છે, સહકાર છે ત્યાં ત્યાં શાંતિ, અને સરળતા પ્રત્યક્ષ જોવા મળે છે. મનુષ્ય પોતાના દેશ, જાતિ, ભાષા અને ધર્મના સંકુચિત કોચલામાંથી બહાર આવી મનુષ્યમાત્રને માનવતાની દૃષ્ટિએ નિહાળે, ભૌતિક ભેદો એની દૃષ્ટિમાંથી વિચલિત થઈ જાય તો જીવન તેને માટે સ્વર્ગ જેવું બની શકે છે. માત્ર માનવતાની ભાવના આગળ જ અટકી ન જતાં પશુ-પંખીઓ સહિત સર્વજીવો પ્રતિ જે લોકો પોતાની આત્મચેતનાનો વિસ્તાર અનુભવે છે તેઓને તો સૂક્ષ્મ આધ્યાત્મિક અનુભૂતિનો અવર્ણનીય આનંદ માણવા મળે છે. સંવિભાગની મિા સ્થૂળ હોય તો પણ તેના સંસ્કાર ઊંડા પડે છે. માણસમાં દાન અને દયાનો ગુણ વિકાસ પામે છે. ગ્રહણ કરવું, મેળવવું, પ્રાપ્તિથી રાજી થવું, ઝુંટવી લેવું એવા બધા ચૂળ સંસ્કાર તો જીવોમાં અનાદિકાળથી રહેલા છે. એ શીખવવા માટે બહુ જરૂર રહેતી નથી. નાનું બાળક પણ પોતાની મનગમતી વસ્તુ લઈને તરત રાજી થઈ જાય છે. બીજાને આપવાનું બાળકને શીખવાડવું પડે છે. પોતાનું એક જ રમકડું હોય તો પણ બાળક રાજી ખુશીથી બીજા બાળકને તે રમવા. આપી શકે તો સમજવું કે તેમનામાં સંવિભાગનો ગુણ ખીલ્યો છે. આ ગુણ કેટલીકવાર ખીલ્યો હોવા છતાં સંજોગો બદલાતાં ઢંકાઈ જાય છે કે ધસાઈ જાય છે. પરંતુ વિપરીત સંજોગોમાં પણ એ ગુણ ટકી રહે એ જ એની મહત્તા છે. એ ગુણ જેમ જેમ વિકસતો જાય તેમ તેમ બીજા જીવો પ્રતિ ઉદારતા, સમાનતા વગેરે પ્રકારના ભાવો વિકસતા જાય છે. આવા ગુણો જેમ જેમ વિકસતા જાય તેમ તેમ તેની સાથે સંલગ્ન એવા અન્ય ગુણો પણ વિકસતા જાય છે. ગુણવિકાસ એ આધ્યાત્મિક વિકાસની પૂર્વભૂમિકા છે. બીજા જીવો પ્રત્યે આત્મૌપજ્યની ભાવના જયાં સુધી ન આવે ત્યાં સુધી સર્વ જીવ છે સિદ્ધસમ' એવી દૃષ્ટિ અંતરમાં સ્થિર ન થાય. એ સ્થિર ન થાય ત્યાં સુધી આધ્યાત્મિક વિકાસની શક્યતા નથી. જો એ ન હોય તો પછી મોક્ષ પ્રાપ્તિની તો શક્યતા જ ક્યાંથી ? એટલા માટે જ ભગવાન મહાવીરે સાચું જ કહ્યું છે કે અસંવિભાગ વ્યક્તિનો મોક્ષ નથી. રમણલાલ ચી. શાહ ધીરજબેન દીપચંદ શાહ પ્રેરિત રમકડાં ઘર (Toy Library) રમકડાંની ડેમોસ્ટ્રેશનની યોજના શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા ચાલતી ઉપરોક્ત પ્રવૃત્તિમાં બાળકોને રમકડ, બાલ પુસ્તકો અને બાળગીતોની કેસેટ ધરે લઈ જવા માટે આપવામાં આવે છે. રમકડાંધરના ૨૫૦ થી વધુ સભ્યો છે અને દર રવિવારે પચાસેક બાળકો રમકડાં ઘરે રમવા લઈ જાય | છે. દિન-પ્રતિદિન દેશ વિદેશમાં મોંઘા અને સુંદર રમકડાં નીકળતાં જાય છે. એવાં મોંધા રમકડાં વસાવવાનું કે ધરે રમવા આપવાનું સરળ નથી. સામાન્ય માણસને લેવા કે જોવા પણ ન મળે એવાં નવાં નવાં રમકડાનું ડેમોસ્ટ્રેશન દર રવિવારે ૪-૦૦ થી ૪-૩૦ના સમયે સંધના ! કાર્યાલયમાં કરવાની અમારી યોજના છે. જેઓની પાસે નવું મોંઘુ | રમકડું હોય અને જેઓ રવિવારે આવીને પોતાના રમકડાંનો આનંદ | બાળકોમાં વહેંચવા માગતા હોય તો તેવાં રમકડાનું મોસ્ટ્રેશન રવિવારે ગોઠવતાં અમને આનંદ થશે. એ માટે કાર્યાલયમાં સંપર્ક કરી આપનું નામ, સરનામું અને ફોન નંબર જણાવશો, જેથી અમે આપનો સંપર્ક કરીને આપના રમકડાનું ડેમોસ્ટ્રેશન બાળકો માટે ગોઠવી શકીએ. ડૉ. અમૂલ શાહ જ્યાબહેન વીરા સંયોજકો, રમકડાં ઘર - નેત્ર યજ્ઞ - શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આર્થિક સહયોગથી શ્રી યુસુફ | મહેરઅલી સેન્ટર દ્વારા રવિવાર, તા. ૧૯મી ડિસેમ્બર, ૧૯૯૩ના રોજ પનવેલ પાસેના દ્વારા ગામે યુસુફ મહેરઅલી સેન્ટરમાં નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. . સંઘના સભ્યો માટે આ નેત્રયજ્ઞની અને યુસુફ મહેરઅલ સેંટરની મુલાકાત લેવા માટે સંધ તરફથી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. રવિવાર, તા. ૧૯મી ડિસેમ્બરે, સવારના ૯-૦૦ કલાકે સંધના કાર્યાલય પાસેથી બસ ઊપડશે અને દાદર, માટુંગા, ચેંબુર થઈ તારા પહોંચશે. તારાથી બપોરે સાડા ત્રણ વાગે બસ ઊપડશે અને ચેંબુર, માટુંગા, દાદર થઈ મુંબઈ પાછી આવશે. બપોરનું ભોજન સેંટરમાં રહેશે. આ નેત્રયજ્ઞમાં આવવાની જે સભ્યોની ઇચ્છા હોય તેમણે તા. ૩૦-૧૧-૯૩ સુધીમાં રૂ. ૧૦-૦૦ ભરી પોતાનાં નામ સંઘના કાર્યાલયમાં નોંધાવી દેવા વિનંતી છે. રસિકલાલ લહેરચંદ શાહ નિરબહેન એસ. શાહ સંયોજક પ્રવીણચંદ્ર કે. શાહ મંત્રીઓ

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136