________________
તા. ૧૬-૪-૯૩ અને તા. ૧૬-૫-૯૩
કેટલાંક કામો અધૂરાં હતાં તેમ છતાં મહારાજશ્રી સંઘમાં જોડાયા. એમની નિશ્રાને લીધે મોટો સંઘનીકળ્યો અને લોકોની ધર્મભાવનામાં વૃદ્ધિ થઈ. શેઠ અમરચંદભાઈને પણ જીવનનું એક છેલ્લું મોટું કાર્ય કર્યાનો સંતોષ થયો.
પ્રબુદ્ધ જીવન
ખંભાતનાં અધૂરાં કાર્યોને લીધે બીજુ ચાતુર્માસ પણ ખંભાતમાં કરવાનો મહારાજશ્રીને આગ્રહ થયો. આ ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીની પ્રેરણાથી જીર્ણોદ્વારનું એક મહત્વનું કાર્ય એ થયું કે ખંભાતમાં જુદા જુદા વિસ્તારમાં એવાં ઓગણીસ જેટલાં દેરાસર જીર્ણ થઇ ગયાં હતાં. વળી શ્રાવકોની વસતી પણ ત્યાં ઘટી ગઈ હતી. દેરાસરોની નિભાવની પણ મુશ્કેલી હતી. આથી એ બધાં દેરાસરોની પ્રતિમા જીરાવલાપાડાના દેરાસરનો જીર્ણોદ્ધાર કરી ત્યાં પધરાવવાનું નક્કી થયું. શેઠ અમરચંદભાઈના પુત્ર પોપટભાઈએ એ માટે બધી જવાબદારી ઉઠાવી લીધી અને તન, મન અને ધનથી ઘણો ભોગ આપ્યો. મહારાજશ્રીના હસ્તે ત્યાં પ્રતિષ્ઠા મહોત્સવ થયો. તદુપરાંત; સ્થંભન પાર્શ્વનાથ ભગવાનની નીલમરત્નની સાત ઈંચની ઐતિહાસિક પ્રતિમા વિ.સં. ૧૯૫૨માં ચોરાઈ ગઈ હતી અને પછી મળી આવી હતી અને જે પરોણા તરીકે રાખવામાં આવી હતી તેની પ્રતિષ્ઠા પણ મહારાજશ્રીના હસ્તે ધામધૂમથી કરવામાં આવી.
ખંભાતમાં આ સમય દરમિયાન એક મહત્વની ઐતિહાસિક ઘટના બની હતી. જર્મનીના વિદ્વાન ડૉ. હર્મન જેકોબીએ પાશ્ચાત્ય જગતને જૈન ધર્મનો પરિચય એ કાળે કરાવ્યો હતો. જર્મનીમાં રહી, ત્યાં ઉપલબ્ધ હસ્તપ્રતને આધારે એમણે જૈન ધર્મના કેટલાક ગ્રંથોનુ સંશોધન-સંપાદન કર્યું હતું. પરંતુ ‘આચારાંગ'આગમના એમના સંપાદને ભારતના જૈનોમાં વિવાદ જગાવ્યો હતો, કારણકે તેમણે એવું પ્રતિપાદન કર્યું હતું કે જૈન આગમોમાં માંસાહારનું વિધાન છે. આથી મહારાજશ્રી અને મુનિ આનંદસાગરજી (સાગરજી મહારાજ)એ સાથે મળીને પરિહાર્ય-મીમાંસા' નામની પુસ્તિકા લખીને ડૉ. જેકોબીના વિધાનોનો આધાર સહિત વિરોધ કર્યો હતો. ડૉ. જેકોબી જ્યારે ભારત આવ્યા ત્યારે ખંભાત મહારાજશ્રીને મળવા ગયા હતા. તેઓ ઘણી બધી શંકાઓ લઈને આવ્યા હતા, પરંતુ બે દિવસના રોકાણમાં તેમની મુખ્ય મુખ્ય શંકાઓનું સમાધાન થઈ ગયું. આથી જ એમણે પોતાની ભૂલોનો લેખિત એકરાર કરી લીધો હતો.
વિ.સં. ૧૯૫૫નું ચાતુર્માસ ખંભાતમાં કરી મહારાજશ્રી પેટલાદ પધાર્યા. વિ.સં. ૧૯૫૬ની આ સાલ હતી. એ વર્ષે ભયંકર દુકાળ પડયો હતો અને છપ્પનિયા દુકાળ તરીકે એ ઓળખાયો હતો. એમાં કેટલેક સ્થળે માણસો મરતાં, વળી અબોલ પશુઓની સ્થિતિ વધુ દયાજનક હતી. લોકો પાસે પોતાના ઢોરોને ખવડાવવા માટે ઘાસચારો કે એના પૈસા નહોતા. એટલે તેઓ કસાઈને ઢોરો વેચી દેતા, મહારાજશ્રીને લાગ્યું કે ઢોરોને બચાવવા માટે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ.
એક દિવસ પેટલાદમાં મહારાજશ્રી ઉપાશ્રયમાં બેઠા હતા ત્યાં રસ્તા પર નજર પડતાં જોયું કે કોઈક માણસ કેટલીક ભેંસોને લઈ જતો હતો. એની ચાલ અને એના હાવભાવ ઉપરથી મહારાજશ્રીને લાગ્યું કે જરૂર તે કસાઈ હોવો જોઈએ. પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા ચૂપચાપ તપાસ કરાવતાં મહારાજશ્રીને ખબર પડી કે પોતાનું અનુમાન સાચું છે. હવે આ ભેંસોને બચાવવી કેવી રીતે ?
મહારાજશ્રીએ વિદ્યાર્થીઓને યુક્તિ બતાવી. વિદ્યાર્થીઓએ ભેંસો પાસે જઈને એમને એવી રીતે ભડકાવી કે બધી આમ તેમ ભાગી ગઈ. કોઈ કસાઈના હાથમા રહી નહીં. પછીથી પણ તે મળી નહીં. કસાઈએ વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી, કેસ ચાલ્યો. ન્યાયધીશે વિદ્યાર્થીઓને છોડી મૂક્યા. મહારાજશ્રીએ ઢોરોના નિર્વાહ માટે કાયમી ફંડ ઊભું કરાવ્યું અને પાંજરાપોળની વ્યવસ્થાને વધુ સુદ્દઢ બનાવી.
પેટલાદથી મહારાજશ્રી માતર, ખેડા વગેરે સ્થળે વિહાર કરી, ક્યાંક ગામમાં ચાલતાં કુસંપનુ નિવારણ કરતા, કયાંક દેરાસર કે ઉપાશ્રયના જીર્ણોદ્ધાર કે નિર્વાહ માટે ઉપદેશ આપતા, તો ક્યાંક પાંજરાપોળની સ્થાપના માટે અથવા તો તેના નિર્વાહ માટે ભલામણ કરતા. મહારાજશ્રીનાં વ્યાખ્યાનોનો પ્રભાવ એટલો વધતો હતો કે અજૈન અમલદારો પણ તેમની વાણી સાંભળવા આવતા.
૧૭
ખેડામાં મહારાજશ્રી હતા ત્યાંરે અમદાવાદના સંઘના શ્રેષ્ઠીઓ વિનંતિ કરવા આવ્યા કે આગામી ચાતુર્માસ-વિ.સં.૧૯૫૬નું ચાતુર્માસ અમદાવાદમાં કરવામાં આવે. એમની વિનંતિનો સ્વીકાર કરી મહારાજશ્રીએ અમદાવાદ તરફ વિહાર કર્યો.
અમદાવાદમાં પ્રવેશ કરીને મહારાજશ્રીએ પાંજરાપોળના ઉપાશ્રયે ચાતુર્માસ કર્યું. આ ચાતુર્માસ દરમિયાન એમણે પાજરાપોળના નિર્વાહ માટે ઘણી મોટી રકમ એકત્ર કરાવી. તદુપરાંત મહારાજશ્રીએ શ્રાવકોમાં શ્રુતજ્ઞાનનો પ્રચાર થાય એ હેતુથી જૈન તત્ત્વવિવેચક સભા' નામની સંસ્થાની સ્થાપના કરાવી.
અમદાવાદના ચાતુર્માસ દરમિયાન પાટણના એક ગરીબ અનાથ છોકરાને શેઠ જેસિંગભાઈને ત્યાં રાખવા અને નોકરીએ રાખવા એક ભાઈ લઈ જતા હતા. રસ્તામાં પાંજરાપોળના ઉપાશ્રયે તેઓ મહારાજશ્રીને વંદના કરવા ગયા. એ વખતે છોકરાએ શેઠને ઘરે રહેવાને બદલે ઉપાશ્રયે રહેવાની આગ્રહભરી ઇચ્છા દર્શાવી. છોકરો ઘણો તેજસ્વી હતો. તે ઉપાશ્રમાં જ રહી ગયો અને પાઠશાળાના વિદ્યાર્થીઓના રસોડે જમવા લાગ્યો. છોકરાએ દીક્ષા લેવા માટે આગ્રહ કર્યો. પરંતુ તેની ઉંમર હજુ નાની હતી અને નાના છોકરાને દીક્ષા આપવાની ઘટનાથી ઉહાપોહ થવાનો સંભવ હતો. આથી એની નવ વર્ષની ઉંમર થતાં મહારાજશ્રીએ એને અને બીજા એક ભાઈ ત્રિભોવનદાસને દીક્ષા લેવી હતી તેમને કાસીન્દ્રા નામના નાના ગામે મોકલ્યા અને ત્યાં શ્રી સાગરજી મહારાજ તથા શ્રી સુમતિવિજયજી મહારાજને ત્યાં જઈ એ બન્નેને દીક્ષા આપવા માટે ભલામણ કરી. તે મુજબ ધામધૂમ વિના દીક્ષા અપાઈ અને એ બાળકનું નામ રાખવામાં આવ્યું મુનિ યશોવિજયજી અને મહારાજશ્રીના શિષ્ય તરીકે તેમને જાહે૨ ક૨વામાં આવ્યા. તેઓ થોડો વખત અન્યત્ર વિચરી ચાતુર્માસમાં મહારાજશ્રી સાથે જોડાઈ ગયા. આ તેજસ્વી બાલમુનિ મહારાજશ્રીના અત્યંત પ્રિય શિષ્ય હતા.
અમદાવાદના આ ચાતુર્માસ પછી ભાવનગરથી મહારાજશ્રીના વડીલ ગુરુ બંધુ પંન્યાસશ્રી ગંભીરવિજયજીનો સંદેશો આવ્યો. ગુરુ મહારાજશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે પંન્યાસ શ્રી ગંભીરવિજયજીને આજ્ઞા કરી હતી કે સમય થતાં તેમણે મહારાજશ્રી નેમિવિજયજીને યોગોહન કરાવવા. એ માટે શ્રી ગંભીરવિજયજીએ મહારાજશ્રીને ભાવનગર બોલાવ્યા હતા. મહારાજશ્રીની તબિયત એવી સારી ન હતી કે વિહારનો શ્રમ ઉઠાવી શકે એટલે એ સમાચાર મળતાં તથા અમદાવાદના શ્રેષ્ઠીઓએ જાતે જઈ વિનંતિ કરતાં શ્રી ગંભીરવિજયજી પોતે વિહાર કરીને અમદાવાદ પધાર્યાં અને મહારાજશ્રીને ‘ઉત્તરાધ્યયનસૂત્ર'ના યોગોદ્દહન કરાવ્યા અને વિ.સં. ૧૯૫૭નું ચાતુર્માસ પણ તેઓએ સાથે પાંજરાપોળના ઉપાશ્રયે કર્યું. ત્યાર પછી વિ. સં. ૧૯૮૫નું ચાતુર્માસ પણ તેઓ બંન્નેએ અમદાવાદમાં જ કર્યું અને બીજા કેટલાક આગમોના પણ યોગો(હન મહારાજશ્રીએ કરાવી લીધા. દરમિયાન શ્રી દાનવિજયજી મહારાજ ક્ષયની બીમારીને કારણે પાલિતાણામાં કાળધર્મ પામ્યાના સમાચાર આવતાં મહારાજશ્રીને પોતાના એક વિદ્યાગુરુને ગુમાવ્યાનું દુઃખ થયું. ચાતુર્માસ પૂર્ણ થતાં મહારાજશ્રીએ પંન્યાસજી મહારાજ સાથે ભાવનગર તરફ વિહાર કર્યો. -
વિ.સં.૧૯૫૯નું ચાતુર્માસ મહારાજશ્રીએ પંન્યાસ શ્રી ગંભીરવિજયજી સાથે ભાવનગરમાં કર્યુ. આ ચાતુર્માસ દરમિયાન પંન્યાસજીએ મહારાજશ્રીને ‘ભગવતી સૂત્ર’ના મોટા યોગમાં પ્રવેશ કરાવ્યો હતો. દરમિયાન ભાવનગરમાં પ્લેગનો ઉપદ્રવ ચાલુ થયો એટલે તેઓને ત્યાંથી અચાનક વિહાર કરીને શાસ્ત્રીય મર્યાદા અનુસાર નજીકના વરતેજ ગામે જવું પડયું. પરંતુ ત્યાં પણ પ્લેગના કિસ્સા બનવા લાગ્યા હતા, ખુદ પંન્યાસજી મહારાજના બે શિષ્યને પણ પ્લેગની ગાંઠ નીકળી, એથી પંન્યાસજી મહારાજ ચિંતાતુર બની ગયા હતા. પરંતુ મહારાજશ્રી નેમિવિજયજીએ એ બે શિષ્યોના રાત-દિવસ કાળજી પૂર્વક ઉપચાર કર્યા કે જેથી તેઓની ગાંઠ ઓગળી ગઈ અને તેઓ પ્લેગમાંથી બચી ગયા. પરંતુ આ પરિશ્રમને કારણે મહારાજશ્રીને તાવ આવ્યો અને તે ઊતરતો ન હતો. એ સમાચાર મહારાજશ્રીના પરમભક્ત શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈને અમદાવાદમાં મળ્યા. એમણે તરત તાર કરીને ભાવનગરના એક ડૉક્ટરને વરતેજ મોકલ્યા અને એમણે