________________
પ્રબુદ્ધ જીવન
આધ્યાત્મિક અનુભૂતિનું મનોવિજ્ઞાન
— ચી. ના. પટેલ
મસ્સો કહેતા કે પોતે માનવતાવાદી મનોવૈજ્ઞાનિક હોવા છતાં વર્તનવાદી અને ફ્રોઇડી મનોવિજ્ઞાનના પણ કેટલાક સિદ્ધાન્તો સ્વીકારતા અને તે સાથે એક ચોથા પ્રકારનું મનુષ્યસ્વભાવની મર્યાદાઓને અતિક્રમી જતી આધ્યાત્મિક અનુભૂતિઓનું, મનોવિજ્ઞાન પણ (fourth psychology of transcendence as well) વિકસાવી રહ્યા હતા, જોકે એ નોંધવું જોઈએ કે મૅસ્લોની આધ્યાત્મિક અનુભૂતિની કલ્પના ભારતીય પરંપરામાં જે તત્ત્વને જીવાત્મા તરીકે ઓળખાવવામાં આવ્યું છે તેની અનુભૂતિ પૂરતું સીમિત હતું અને એમાં જીવાત્માના પરમ તત્વમાં વિલોપનની વાત ન હોતી.
મૅસ્લો લૌકિક અનુભવને અતિક્રમી જતી એવી સ્થિતિની ઝાંખીને ઉન્નત અનુભવક્ષણો (Peak experiences) કહેતા અને એવી ક્ષણો વ્યક્તિના જીવનની ઉત્તમોઉત્તમ અને સુખીમાં સુખી અનુભવક્ષણો હોવાનું માનતા. અંગ્રેજ રંગદર્શી કવિ શેલીના મત અનુસાર કવિ પણ પોતાની ઉત્તમોત્તમ અને સુખીમાં સુખી અનુભવક્ષણોને શબ્દબદ્ધ કરે છે, અને અનુભવક્ષણોમાં તેને કલ્પનાઓ અને ઊર્મિઓથી કોઈ કવિએ ગાયું છે તેમ ‘આવે આવે ને સરી જાયરે !' એવી ઝાંખી થાય છે અને તેમાંથી તેને ઉન્નત અને શબ્દાતીત આનંદનો સ્પર્શ થાય છે. (Poetry is the record of the best and the happiest moment of the happiest and the best minds...evanascent visitation of thought and best feeling delightful beyond all expression) આર્યલેન્ડના વતની અને વીસમી સદીના અતિઆધુનિક લેખક જેઇમ્સ જોયસે પોતાના The Potrait of An Artist નામના આત્મકથાત્મક પુસ્તકમાં એવા ધન્ય અનુભવોનું સૌંદર્યયોગ રૂપે વર્ણન કરતાં લખ્યું છે ઃ ‘Enchantment of the heart by which the heart is arrested and raised above desire and loathing in the luminious stasis of aesthetic pleasure' (વ્યક્તિના હૃદયને કોઈ વસ્તુની એવી મોહિની લાગે છે કે એ હૃદયની સર્વ ગતિવિધિઓ વિરમી જાય છે અને સૌંદર્યના આનંદની પરમ પ્રકાશમય સ્થિતિમાં લીન થઈ તે રાગદ્વેષની
સર્વ વૃત્તિઓથી પર થઈ જાય છે.) ગાંધીજીએ પણ એમના ‘સત્યના પ્રયોગો’ની પ્રસ્તાવનામાં લખ્યું છે. ‘એવી કેટલીક વસ્તુઓ અવશ્ય છે કે જે આત્મા જ જાણે છે અને આત્મામાં જ શમી જાય છે પણ એવી વસ્તુઓ આપવી તે મારી શક્તિ ઉપરાંતની વાત થઈ’
અંગ્રેજ કવિ વર્ડઝવર્થ ૧૭૯૮ના જુલાઈની ૧૩મીએ પોતાના સ્કોટલેન્ડના પ્રવાસ દરમિયાન ટિન્ટર્ન એબી નામના ધર્મમઠથી થોડા માઈલના અંતરે આવેલી વાઈ નદીના તીરે બીજી વાર ગયા ત્યારે તેમને સ્ફુરેલી કાવ્યપંક્તિઓ પણ એવી એક ધન્ય અનુભવક્ષણનું અવિસ્મરણીય વર્ણન કરે છે. એ ક્ષણો કવિને જાણે પોતાનો શ્વાસ અને પોતાનું રકતભ્રમણ થંભી ગયા હોય અને શરીર પણ જાણે નિદ્રાવશ થઈ ગયું હોય અને પોતે માત્ર ચૈતન્યરૂપ આત્મા જ (Living. soul)બની રહ્યા હોય એમ લાગ્યું અને એ સ્થિતિમાં તેમને જીવનની સંવાદિતા અને તેના નિરતિશય આનંદની જે અનુભૂતિ થઈ તેનાથી પ્રશાંત થયેલા તેમના અંતરચક્ષુને સમગ્ર સૃષ્ટિના રહસ્યનું દર્શન થયું.
સઁસ્લોની પ્રતીતિ હતી કે વ્યકિત એવી ઉન્નત અનુભવક્ષણોનો સ્પર્શ પરમ સર્જનાત્મક ભાવાવેશ (creative ecstasies) જેવા સૌંદર્યરસના અનુભવો (aesthetic experiences), પ્રગલ્ભ પ્રેમ (mature love), સંપૂર્ણ કામતૃપ્તિના અનુભવો (Perfect sexual experiences) માતાપિતાનો પોતાના સંતાનો પ્રત્યેનો વાત્સલ્યભાવ, સ્ત્રીઓ સારુ સહજ નૈસર્ગિક પ્રસૂતિ, એમ વિવિધ રીતે થાય છે. તેઓ માનતા કે પોતાના સ્મૃતિ ભંડારમાં ધીરજથી શોધે તો લગભગ દરેક વ્યક્તિ પોતાને એવી ઉત્કટ હર્ષાવેગની ક્ષણો (moment of rapture) પ્રત્યક્ષ થઈ હોવાનું કહી શકશે. સઁસ્લોના મત અનુસાર પોતાને રસ પડે એવા કામમાં એકાગ્રચિત્ત થઈ લીન
તા. ૧૬-૬-૯૩
P
થનાર વ્યક્તિને જે આનંદનો અનુભવ થાય છે તે એમણે વર્ણવેલી ઉન્નત અનુભવક્ષણોનું સાદામાં સાદું રૂપ હોય છે. ગાંધીજી પણ હાથ ઉપરના કામમાં એકાગ્ર થવાની સ્થિતિને સમાધિ કહેતા અને નિઃસ્વાર્થ સેવારૂપી ‘યજ્ઞમય જીવન એ કળાની પરાકાષ્ઠા છે' એમ માનતા. તેમણે વિનિત નેતા શ્રીનિવાસ શાસ્ત્રીને લખેલા એ પત્રમાં કહ્યું હતું : 'Performance of duty always has been for me a thing of beauty and a joy for ever’એટલે કે તેમને પોતાના કર્તવ્યનું પાલન કરવામાં ક્યારેય ક્ષીણ ન થાય એવા સૌંદર્ય રસનો અને આનંદનો અનુભવ થતો. સંપૂર્ણ આત્મસમર્પણની સ્થિતિમાં પોતાને મળતા આનંદનું વર્ણન કરતાં પણ તેમણે લખ્યું હતું : ‘When there is no medium between me and my lord and I simply become a willing vessel for his influences to flow in to it then I overflow as the waters of Ganga at its source. There is no desire to speack when one leves the truth.’( જ્યારે મારી અને મારા ઈશ્વર વચ્ચે કોઈ અંતરાય નથી રહેલો અને હું પૂરા હૃદયથી તેમની પ્રેરણાઓ મારામાં વહેવા દઉં છું ત્યારે ગંગોત્રીના જળ પ્રવાહની જેમ મારુ મન આનંદની લહેરીઓથી ઊભરાઈ જાય છે. જ્યારે આપણે સત્યમય બનીને જીવીએ છીએ ત્યારે એ અનુભવને વાચા આપવાની કોઈ ઇચ્છા નથી રહેતી.)
સઁસ્સો કહેતા કે ઉન્નત અનુભવક્ષણો કોઈ કોઈ વાર વ્યક્તિ સહન ન કરી શકે એટલી ઉત્કટ હોય છે, રંગદર્શી અંગ્રેજ કવિ કીટ્સને એક પ્રસંગે એવો અનુભવ થયો હતો. બુલબુલનું ગાન સાંભળી તેમને હર્ષના ઉત્કટ આવેગથી જાણે પોતાના હૃદયમાં દર્દ થતું હોય અને કોઈ માદક પીણાના ઘેને પોતાની ઇન્દ્રિયો દુઃખથી અચેત બની ગઈ હોય એમ લાગ્યું હતું અને છતાં કવિને એ અનુભવ એવો આનંદપ્રદ લાગ્યો
હતો કે એ ક્ષણે પોતાનું મૃત્યુ થાય તો પોતે ધન્ય બની જાય એમ એમને
લાગ્યું હતું.
શેક્સસ્પિયરના ‘ઓથેલો' નામના નાટકના નાયકને લગભગ એવો જ અનુભવ થયો હતો. આફ્રિકાવાસી શ્યામ ઓથેલોએ અને વેનિસના સંચાલક મંડળના(Senate)ના એક સભ્યની ગોરી પુત્રી ડેRsિમૌને પરસ્પર પ્રેમમાં પડી શ્યું લગ્ન કર્યું હતું. પરંતુ ઓથૅલોને લગ્ન પછી તુરત વેનિસના તાબામાં સાયપ્રસ નામના બેટ ઉપર તુર્કસ્તાનના લશ્કરે હુમલો કરવાની તૈયારી કરી હતી તેની સામે પોતે વેનિસના લશ્કરનો સરસેનાપતિ હોવાથી તે બેટનું રક્ષણ કરવા જવું પડયું હતું. ઓથૅલો અને ડેડિમૌન બે જુદાં વહાણોમાં સાયપ્રસ જવા નીકળ્યાં, પણ ઓથલોના વહાણને માર્ગમાં સમુદ્રનું તોફાન નડતાં ડેડિમૌનનું વહાણ ઓથૂલોના વહાણ કરતાં સાયપ્રસ વહેલું પહોંચ્યું. તેથી જ્યારે ઓથૂલોનું વહાણ પણ સાયપ્રસ પહોંચ્યું અને તે બંદ૨ ઉપ૨
ડેડિયોનને મળ્યો ત્યારે સંયમશીલ ડેડિમીનને વહાલા ઓર્થેલો
એટલું જ કહે છે, પણ શેક્સપિયર આફ્રિકાવાસી ઊર્મિશીલ ઓથેલોના આનંદનું વર્ણન કરતાં લખે છે.
O may souls joy ! If after every tempest come such calms, May the winds blow till they have waken'd death...If it were now to die There now to be most happy for I fear, My soul hath her contest so absolute That not another comfort like this succeeds in unknown fate.
મારા આત્માના આનંદની દેવી ! જો દરેક તોફાન પછી આવી શાંતિ મળવાની હોય તો ભલે સ્વંય નૃત્યને નોતરે એવા ભયંકર પવન દરિયામાં ફુકાય. મારા આત્માને ભરી દેતો આ આનંદ એવો નિરવઘ છે કે ભવિષ્યના અંધકારમય ગર્ભમાં મને ક્યારેય ફરી પાછું આવું સુખ નહિ મળે એવો મને ભય રહે છે.
અને વળી પાછો આનંદની અતિશયતાથી ધ્રુજી ઊઠી ઓવૅલો કહે
છે ઃ