________________
તા. ૧૬-૬-૯૩
પ્રબુદ્ધ જીવન
વાલ મોટો કે ગદિયાણો ? (અનુસંધાન પૃષ્ઠ ૧૨ થી ચાલુ)
મલી શકે' તો તે વાત કેટલી અજુગતી લાગે ? તેવી રીતે જીવ અને આત્માના મિલનની સાધના પણ એકલા જ અને એકાંતમાં જ કરવાની હોય, તેમાં અન્ય કોઈની પણ ઉપસ્થિતિ હોઈ શકે નહીં. આપણા લબ્ધપ્રતિષ્ઠિત લેખક અને વિવેચક શ્રી રામનારાયણ પાઠકે કે કહ્યું છે }:
‘એકલ ભલા તપસ્વિઓ, રસિયા ભલા જ હોય; જો ત્રણ કે મણથી અધિક, દિલમાં ડંખ ન હોય.'
અહીં મને ‘વાલ મોટો કે ગદિયાણો વાળી વાત યાદ આવી ગઈ. પહેલાના વખતમાં તોલા અને ગદિયાણાનાં માપનું સોનામાં ચલણ ચાલતું હતું. લગભગ આવી જ સ્થિતિ હજારો લાકો નિયમિતપણે વ્યાખ્યાન સાંભળાનારા શ્રોતાઓની હોય છે. જો કે બધાજ સાંભળનારાઓ કે આયોજકો પાસે એવી અપેક્ષા પણ ન રાખી શકાય, પરંતુ તેમાંના અમુક ભાગના લોકો તો ગંભીરપણે ખરેખરા જીવનવિકાસની સાધના વિષે વિચારતા હોય, અથવા તેવી સાધના કરતા હોય તેવી અપેક્ષા વધારે પડતી ન ગણાય.
કેટલાક મિત્રો ખરેખર ગંભીરતાપૂર્વક આ બાબતમાં વિચારતા પણ હોય છે, અને સાચા અર્થની સાધના કોઈ યોગ્ય ગુરુજનનું માર્ગદર્શન લઈને પ્રારંભ કરવા નિષ્ઠાપૂર્વક માગતા પણ હોય છે. છતાં એક યા બીજા કારણે તેમ કરી શકતા નથી હોતા. અન્ય બાહ્ય પ્રવૃત્તિઓમાં તેઓ એટલા બધા ઘેરાયેલા રહે છે, અને એ પ્રવૃત્તિઓ થકી મળતી સફળતા અને આત્મસંતોષથી એટલાબધા ભર્યા ભર્યા રહેતા હોય છે કે તેમાંથી અલ્પ સમય કાઢીને ખરેખરી સાધના તરફ મરજી હોવા છતાં જઈ શકતા નથી, એને જ્યારે કોઈકવાર અંતરમાંથી અનિવાર્ય અજંપો ઉઠે અને પોતે લીધેલ રાહમાં કશું ખૂટતું જણાય ત્યારે થોડા સતર્ક બનીને સાધના તરફ વળવા તત્પર બનતા હોય છે. વળી પાછા કામના દબાણનું બહાનું પોતાના મન સાથે જ ધરીને ફરી પાણીમાં બેસી જતા હોય છે. કેટલી મોટી લાચારી ! જે મહદ કાર્ય સંપન્ન કરવા આ દેહ ધર્યો છે. તેના તરફ દુવિધામાં અટવાઇને દુર્લક્ષ કરીને પાછા પેલા નશામાં રાચવા લાગી જવું, અને રોજીંદા સામાન્ય જીવનપ્રવાહમાં તણાતા રહેવું, અને આમ પડતા આખડતા જીવનની અંતિમ પળે અફસોસ કરવો. શું આ જ આપણે કપાળે લખાયેલું છે ? અરે, કપાળે લખાયેલા લેખને પણ બદલાવવાની શક્તિ પણ સાધનામાં છે. પરંતુ તે ખુમારી, તે સંકલ્પ ક્યારે આવે ? કે જ્યારે સાધનાનો સાચી દિશામાં પ્રારંભ થાય. મનુષ્ય માટે શું અશક્ય છે ? પહેલાના વખતમાં સાધનાની સિદ્ધિ માટે વર્ષો લાગતાં હતા, જ્યારે આ જમાનો ઝડપનો છે. જીવનને લગતી મોટાભાગની બાબતો અને ઉપકરણો ઝડપથી બન્યા છે, અને હવે સાચી દિશામાં સાધના કરવા માટે ઉચિત માર્ગદર્શન આપે તેવા ગુરુજનો પણ ઘણીવાર આપણી સામે જ હોય છે. જરૂર છે માત્ર ઝડપી નિર્ણય કરીને તેનો ઝડપથી અમલ કરવા તત્પર થવાની. પછી સાધના તો તેનો ઉચિત સમય લેશે જ. ત્યાં આપણો પરિશ્રમ અને પુરુષાર્થ જે પ્રમાણે હશે તે પ્રમાણે ધીરે ધીરે પરંતુ ચોક્કસપણે સફળતા મળતી જ જશે. જીવનમાં આવો શુભ વિચાર આવવો, અને તેનો અમલ કરવો તે મોકો ગુમાવવા જેવો નથી. બીજું જીવન કોણે જોયું છે ? માટે આ જ જીવનમાં પ્રખર સાઘના કરીને અભિષ્ઠ ફળ મેળવવું છે તેવો દ્દઢ સંકલ્પ કરીને તેમાં લાગી જવું જોઈએ, તેમાં પ્રમાદ ન સેવવો જોઈએ.
સ્વચેતના જે સ્વયં પરમાત્મ ચેતના છે, સ્વયં પ્રભુ છે, સ્વયં વિભુ છે, સ્વયં સર્વ કંઇ છે તે એમના પર પ્રતિષ્ઠિત થવાનો આપણો જન્મસિદ્ધ અધિકાર છે. તે માટે વગરથાક્યું ૫૨મ શ્રદ્ધાપૂર્વક લાગ્યા રહેવાના કાર્યને પ્રાથમિકતા આપી દેવાય તો તે કાર્ય સિદ્ધ થયા વિના રહે નહીં.
noun
સંઘ સમાચાર
O શ્રી મુંબઇ જૈન યુવક સંઘના ઉપક્રમે બુધવાર, તા. ૨૬મી મે, ૧૯૯૩ના રોજ સાંજના છ વાગે ઇન્ડિયન મરચન્ટન્ટ્સ ચેમ્બરના કમિટિરૂમમાં ડૉ. પ્રવીણ વી. મહેતા એમ. ડી. (ગાયનેક)નો મહિલાઓની મેનોપોઝની સમસ્યાઓ' એ વિષે વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો.
O સંઘના ઉપક્રમે ફોર્બસ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઇની આર્થિક સહાયથી, રવિશંકર મહારાજ આંખની હોસ્પિટલ ચિખોદરાના સહકારથી ગોપાલપુરા (વ્યારા પાસે) મુકામે રવિવાર, તા. ૩૦-૫-૧૯૯૩ના રોજ નેત્રયજ્ઞ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંઘના પ્રમુખ, મંત્રી તથા સમિતિના કેટલાક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
O સંઘના ઉપક્રમે સંઘની આર્થિક સહાયથી ડૉ. કુમુદ પ્રવીણ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના સહકારથી ચામડીના રોગ નિવારણ માટેના ત્રણ કેમ્પ ગત્ એપ્રિલ અને મે મહિનામાં વલસાડ જિલ્લાનાં આદિવાસી વિસ્તારમાં માણેકપુર, ઝારોલી અને વારણા મુકામે યોજવામાં આવ્યા હતા. સંઘના પ્રમુખ, મંત્રી તથા સમિતિના કેટલાક સભ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.
O સંઘ સંચાલિત બાળકોના સંગીત વર્ગની પૂર્ણાહૂતિનો કાર્યક્રમ શનિવાર, તા. ૫મી જૂન, ૧૯૯૩ના રોજ પરમાનંદ કાપડિયા સભાગૃહમાં યોજવામાં આવ્યો હતો. બાળકોએ અભિનય સાથે રજૂ કરેલાં ગીતોના કાર્યક્રમનું સંચાલન શ્રી બંસરીબહેન પારેખ અને શ્રી જ્યોતિબહેન પારેખે કર્યું હતું. આ પ્રસંગે બાળકોને આકર્ષક ભેટવસ્તુઓ આપવામાં આવી હતી.
O સંઘના ઉપક્રમે શ્રી જંયતીલાલ રાયચંદ બંધારના આર્થિક સહયોગથી, ચિખોદરાની આંખની હોસ્પિટલના સહકારથી ભરૂચ જિલ્લાના અટાલી મુકામે રવિવાર, તા. ૧૩મી જૂન, ૧૯૯૩ના રોજ નેત્રયજ્ઞ યોજવામાં આવ્યો હતો.
અસ્થિ સારવાર કેન્દ્ર
શ્રી મુંબઇ જૈન યુવક સંઘના ઉપક્રમે નિષ્ણાત અસ્થિ ચિકિત્સક ડૉ. જે. પી. પીઠાવાલા દ્વારા હાડકાનાં રોગોની નિઃશૂલ્ક સારવાર દર રવિવારે સવારના ૧૦-૦૦ થી ૧-૩૦ સુધી શ્રી મુંબઇ જૈન યુવક સંઘ, પરમાનંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, સરદાર વલ્લભભાઇ પટેલ માર્ગ, રસધારા કો-ઓપ. સોસાયટી, બીજે માળે, વનિતા વિશ્રામ સામે, મુંબઇ-૪૦૦ ૦૦૪. (ફોન ઃ ૩૫૦૨૯૬) ખાતે આપવામાં આવે છે.
આ ઉપરાંત સંઘના ઉપક્રમે દર મહિનાના છેલ્લા રવિવારે બપોરના ૩-૦૦ થી ૫-૦૦ સુધી શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ ઝાલાવાડનગર, સી. ડી. બરફીવાલા માર્ગ, જુહુલેન, અંધેરી (પશ્ચિમ), મુંબઇ-૪૦૦૦૫૯ ખાતે ડૉ. જે. પી. પીઠાવાલા દ્વારા ઉપરોક્ત સારવાર વિનામૂલ્યે અપાય છે. જરૂરિયાતવાળા દરદીઓ અવશ્ય તેનો લાભ ઉઠાવે તેવી વિનંતી છે.
પ્રવીણચંદ્ર મંગળદાસ શાહ જયાબહેન ટી. વીરા સંયોજકો
નિરુબહેન એસ. શાહ પ્રવીણચંદ્ર કે. શાહ
મંત્રીઓ
મુંબઇ જૈન યુવક સંઘનાં નવાં પ્રકાશનો શ્રી દીપચંદ ત્રિભોવનદાસ શાહ ગ્રંથ શ્રેણી ૧૦-૧૧ પ્રભાવક સ્થવિરો ભાગ-૩
મૂલ્ય રૂા. ૨૦-૦૦ જિનતત્ત્વ ભાગ-૫ મૂલ્ય રૂા. ૨૦-૦૦
* બંને ગ્રંથના લેખક ડૉ. રમણલાલ ચી. શાહ પ્રકાશક *
શ્રી મુંબઇ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વલ્લભભાઇ પટેલ માર્ગ, મુંબઇ-૪૦૦ ૦૦૪. ફોન નં. ૩૫૦૨૯૬.