________________
તા. ૧૬-૯-૯૩ અને તા. ૧૬-૧૦-૯૩
૭
રંગાયેલા લાગે છે. કેટલાય લોકો પરમાનંદભાઇને સદાય યુવાન હોય
તે રીતે જ ઓળખતા હતા. આજે પણ એમના અંગે વિચાર કરી આમ છતાં હું એટલું જરૂર કહી શકું કે 'પ્રબુદ્ધ જૈન' કે પ્રબુદ્ધ
છીએ ત્યારે તેમના ૭૮ વરસના સમગ્ર આયુષ્યમાં તેઓ સતત યુવાન હોય તે રીતે જ વર્ત્યા છે. આ અંગે તેમણે પોતે જ ૧૫-૫-૩૯ના પ્રબુદ્ધ જૈનના અંકમાં એક લેખ યૌવન અને વૃદ્ધત્વ' ઉપર લખ્યો હતો, જે લખાણ એમના જીવનને સમજવા માટે ઘણું જ લાગુ પડે છે.
જીવન મારા માટે એક પ્રકારની સત્યેની ઉપાસનાનો અથવા તો આત્મસાધનાનો વિષય બની રહેલ છે અને તેથી જાણી જોઇને મેં અંદરની સમજણથી અન્યથા એવું કદી પણ લખ્યું નથી. ભાષામાં આવેશ કરતાં સંયમને મેં વધારે પ્રાધાન્ય આપ્યું છે, કોઇપણ બાબત વિષે સ્પષ્ટ લખવાથી નુકશાન થવાનો સંભવ હોય ત્યાં મૌનને મેં વધારે પસંદ કર્યું છે, અલ્પાક્તિ તેમજ અત્યુક્તિ ઉભયને વર્જ્ય ગણીને તે બન્ને દોષોથી માર્રા લખાણને બને તેટલું મુક્ત રાખવાનો મેં પ્રયત્ન સેવ્યો છે અને અનિવાર્ય લાગ્યું ત્યાં કડક ભાષાનો કદિ પ્રયોગ કર્યો છે, એમ છતાં પણ, સત્યને બને ત્યાં સુધી મિતભાષી રૂપ આપવાનો મેં આગ્રહ સેવ્યો
છે.
તેઓ લખે છે, 'યૌવન એ જીવનનો કોઇ ચોક્કસ સમય નથી. પણ માણસની ચોક્કસ પ્રકારની સ્થિતિ છે. તે લાલ ભરાવદાર ગાલ, ગોળમટોળ શરીર કે ધમધમાટભરી વાણીનો વિષય નથી, યૌવન એટલે અડગ ઇચ્છા-શક્તિ, ગગન વિહારી કલ્પના, ઉન્નત લાગણીઓનો આવિર્ભાવ, જીવનના ઉંડાણમાં વહેતાં ઝરણામાંથી ઉદભવતી કોઈ અનુપમ તાજગી. અમુક વરસોનું જીવન વ્યતીત થવાના કારણે જ કોઇ વૃદ્ધ બની જતું નથી. આદર્શથી ચ્યુત થવા સાથે જ, ભાવનાઓનો ત્યાગ કરવા સાથે જ-વૃદ્ધત્વનો પ્રારંભ થાય છે. ઉમ્મર વધતાં ચામડીમાં કરચલીઓ જરૂર પડવા માંડે છે પણ જીવનમાં રસ-ઉલ્લાસ-લુપ્ત થતાં આત્મા પણ કરમાવા માંડે છે. ચિંતા, આશંકા, પોતાની જાતમાંથી જ અવિશ્વાસ, ભય અને નિરાશા-આ જ સાચું ઘડપણ છે અને આ સર્વનું આક્રમણ થવા સાથે આત્માનું સત્વ નાશ પામે છે અને સદા વિકસતું ચૈતન્ય લુપ્ત થાય છે.'
જેટલી તમારામાં શ્રદ્ધા એટલા તમે જુવાન, જેટલી તમારામાં આશંકા એટલા તમે વૃદ્ધ. જેટલો તમારામાં આત્મવિશ્વાસ એટલા તમે તરુણ, જેટલો તમારામાં ભય એટલા તમે વૃદ્ધ, જેટલી તમારામાં આશા એટલા તમે યુવાન, જેટલી તમારામાં નિરાશા એટલા તમે વૃદ્ધ.
પરમાનંદભાઇ સદાય યુવાન હતા તેનો અનુભવ જૈન યુવક સંધના કાર્યકરોને હંમેશા થતો.
પરમાનંદભાઇની બે મુખ્ય પ્રવૃત્તિઓ-પ્રબુદ્ધ જીવન અને પર્યુષણ વ્યાખ્યાનમાળા. તે અંગે તેમના અવસાન પછી મુંબઇના અગ્રગણ્ય સોલીસીટર અને પરમાનંદભાઇની આ બધી પ્રવૃત્તિઓના સમર્થક એવા સ્વ. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ૧૬-૫-૭૧ના પ્રબુદ્ધ જીવનના અંકમાં સુંદર વાક્યોથી અંજલિ આપી છે. તેમણે શ્રી પરમાનંદભાઇને અંજલિ આપતાં લખ્યું હતું કે
“સદગતની મુખ્ય બે પ્રવૃત્તિઓ, પ્રબુદ્ધ જીવન અને પર્યુષણ વ્યાખ્યાનમાળા વિષે શું કરવું તેનો વિચાર કરવાનો હતો. મિત્રોનો આગ્રહ હતો કે, આ પ્રવૃત્તિઓ ચાલુ રહેવી જોઇએ. પરમાનંદભાઇ આ કામ પાછળ પોતાનો બધો સમય અને શક્તિ આપતા. આ બન્ને પ્રવૃત્તિઓનું જે ઉચ્ચ ધોરણ રહ્યું છે તે જાળવી શકાય તો જ તે પ્રવૃત્તિઓ ચાલું રાખવાની સાર્થકતા લેખાય. તેમનું સ્થાન કોઇ લઇ શકે તેમ નથી. આ કામ માટે મારી યોગ્યતા નથી.'
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જીવન એ પરમાનંદભાઇની મુખ્ય પ્રવૃત્તિ અને જીવન સાધના માટેનું વાહન હતું, તે આપણે તેમના જ શબ્દોમાં જોઇએ.
આ રીતે પચ્ચીસ વર્ષ પૂરાં કરતાં સંઘના મુખપત્રના સંપાદનકાર્યની જવાબદારી સંભાળવાનું કામ વચગાળાનું એક વર્ષ બાદ કરતાં, મારા ભાગે આવ્યું છે. આ સંપાદન કાર્ય મેં ખૂબ અચકાતા અને સંકોચાતા મને સ્વીકારેલું, પણ ધીમે ધીમે સૂઝ પડતાં એ કાર્ય મારા માટે સરળ અને પ્રસન્નજનક બનતું રહ્યું છે. આ સંપાદનકાર્યે મને અનેક રીતે ઘડ્યો છે અને મારા વિકાસમાં ખૂબ પૂરવણી કરી છે.
'સૌથી વધારે તો હું શ્રી મુંબઇ જૈન યુવક સંધનો ૠણી બન્યો છું કે, જેણે મને એક સામાજિક પત્રનું કી પણ રોકટોક સિવાય આટલા લાંબા સમય સુધી યથેચ્છ સંપાદન કરવાની સગવડ આપી છે અને એ રીતે આજના વિચાર પ્રવાહો સાથે ગતિમાન રહેવાની મને અણમોલ તક આપી છે.
આવા સામયિક પત્રનું આટલા લાંબા સમય સુધી સંપાદન કરવાનું અને અનેક બાબતો અને વ્યક્તિઓ વિષે ટીકાટીપ્પણ કરતા રહેવાનું એટલે માગથી અનેકનાં મન-દિલ દુભાવવાનું બન્યું હોય એ સ્વાભાવિક
છે.
‘ગાંધીજી વિષે નવું લખવાનું કશું જ ન સૂઝે, છતાં માથા ઉપર ગાંધીજયન્તી છે તો તેને લગતા અંકમાં ગાંધીજી અંગેનું લખાણ પ્રગટ થવું જ જોઇએ એવો આગ્રહ મેં કદી સેવ્યો નથી. સાધારણ રીતે વિષય કે વ્યક્તિ અંગે મનમાં વિશિષ્ટ સંવેદન પેદા ન થાય અને અન્તઃપ્રેરણા (ઇનર અર્જ) ન અનુભવાય તે વિષય કે વ્યક્તિ વિષે સમય કે પ્રસંગની માંગ હોય તો પણ, મેં લખવાનું ટાળ્યું છે.'
‘આજે દેશમાં તેમજ દુનિયામાં બનતી અનેક ઘટનાઓ અને નિર્માણ થતી અવનવી પરિસ્થિતિઓ અંગે પ્રબુદ્ધ જીવનના વાંચકોને સમ્યક માર્ગદર્શન મળતું રહે એવો મેં હંમેશાં મનોરથ સેવ્યો છે. એમ છતાં અતિપરિમિત વિષયોને ‘પ્રબુદ્ધ જીવન' સ્પર્શી શક્યું છે. આમ છતાં પણ મારું સમગ્ર ચિંતન અને લેખન 'પ્રબુદ્ધ જીવન' બને તેટલું સારું અને સુંદર બનાવવા ઉપર કેન્દ્રિત હોય છે. સદ્ભાગ્યે આપણે જેમને આદરણીય ગણીએ તેવી કેટલીક વ્યક્તિઓના ‘પ્રબુદ્ધ જીવન' ઉપર સદ્ભાવ નીતરતો મેં અનુભવ્યો છે અને આમાં મારા સર્વ પરિશ્રમનું વળતર મળી રહેતું મેં માન્યું છે. વિષય, વસ્તુ અને વ્યક્તિઓ વિશે મારું દર્શન વિશદ અને સત્યસ્પર્શી બનતું રહે કે જેથી 'પ્રબુદ્ધ જીવન' દ્વારા તેના વાંચકોને હું સમ્યક માર્ગદર્શન આપી શકું-આવી મારી ઉંડા દિલની હંમેશા પ્રાર્થના રહી છે.'
પરમાનંદભાઇના અવસાન પછી પ્રબુદ્ધ જીવનના ૧૬-૫-૭૧ના વિશિષ્ટ અંકમાં જે લોકોએ તેમના માટે લેખો લખ્યા તેનાં કેટલાંક મથાળા નીચે મુજબ છે, જેનાથી પરમાનંદભાઇનું સમગ્ર વ્યક્તિત્વ છતું થાય છે. જ્ઞાનપ્રજ્ઞાના યોજક અને નયવાદના નિષ્ણાત, સંનિષ્ઠ લોક શિક્ષક, કર્મયોગી, પ્રબુદ્ધ આત્મા, પરમ આનંદના ઉપાસક, નિસ્વાર્થ સમાજસેવક, સત્ય, શિવં, સુન્દરમ્ના ઉપાસક, નિસ્પૃહી સત્યશોધક-વિચારક, જૈન ધર્મના માર્ટિન લ્યુથર, પ્રબુદ્ધ જાગૃત પરમાનંદભાઈ, વિનોદપ્રિય પરમાનંદભાઈ, વિરલ પત્રકાર, સેવામૂર્તિ પરમાનંદભાઈ...વગેરે વગેરે..
આથી વિશેષ પરમાનંદભાઈ માટે આપણે શું વિશેષણો વાપરી શકીએ ? તેમના સામાજિક જીવનના ઘણા ચાહકો હતા, અને આજે પણ તેમને યાદ કરીને તેમને તેમની પ્રવૃત્તિઓને આગળ ચલાવનારા જે મિત્રો છે, તેઓ પરમાનંદભાઈની જન્મશતાબ્દીનું વર્ષ તેમના જીવનવિચારોને આગળ વધારવામાં ઉજવે એ જ આપણે ઈચ્છીએ.
પરમાનંદભાઈના જીવનની બીજી ઘણી વિશેષતાઓ હતી. તેઓ પ્રવાસના શોખીન હતા. નવું નવું જોવું, જાણવું તેમને ખૂબ ગમતું. અને તેનો અનુભવ મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને અવારનવાર થતો. નાનામોટા પ્રવાસસો ગોઠવાતા તેમાં તેઓ જતા.
પરમાનંદભાઈની જીવનશતાબ્દીનું વર્ષ એમના જીવન, સાહિત્ય અને કાર્ય વિશે, સામાજિક પરિબળળો વિશે, ગાંધીજી અને અહિંસક લડત વિશે એમ વિવિધ પ્રકારનાં વ્યખ્યાનો, પરિસંવાદો દ્વારા તથા પુરસ્કાર-પારિતોષિકો દ્વારા ઊજવવાની ભાવના શ્રી મુંબઈ જૈન યુવક સંઘની અને પરમાનંદ કાપડિયા સ્મારક નિધિની છે એ બહુ આનંદની વાત છે.
unn