________________
તા. ૧૬-૭-૯૩ અને તા. ૧૬-૮-૯૩
પ્રબુદ્ધ જીવન
મહાકવિ ઇલંગો અડિગલ કૃત પ્રાચીન તમિળ મહાકાવ્ય સિલપ્પદિકારમ્
O રમણલાલ ચી. શાહ
[નોંધ - ‘સિલúદિકારમ્' મહાકવ્ય વિશે લખવાનો સંકલ્પ તો ઠેઠ ૧૯૭૦ના ઓક્ટોબર મહિનામાં મદ્રાસમાં કર્યો હતો, પરંતુ તે આજે ૧૯૯૩માં ફળિભૂત થાય છે. ૧૯૭૦માં મદ્રાસ યુનિવર્સિટીના તમિળ વિભાગના અધ્યક્ષ ડૉ. સંજીવી સાથે પહેલી વાર પરિચય થયો. ત્યાર પછી એમની યુનિવર્સિટિમાં તમિળ મહાગ્રંથ તિરુક્કુરલ વિશે અંગ્રેજીમાં વ્યાખ્યાનો આપવા માટે તથા પરિસંવાદમાં ભાગ લેવા માટે ત્રણેક વખત નિયંત્રણ મળેલું. એમ પરિચય ગાઢ થતો ગયો. એમણે અખિલ ભારત તિરુક્ષુરલ સંશોધન કેન્દ્રની સ્થાપના કરેલી અને એના ઉપાધ્યક્ષપદે મારી નિયુક્તિ કરેલી. એથી તમિળ સાહિત્યના અભ્યાસ માટે મારો રસ વધતો ગયો. પહેલી વાર અમે મદ્રાસમાં મળ્યા ત્યારે સાંજે સમુદ્ર કિનારે ક૨વા ગયા હતા ત્યાં તિરુક્કુરલના કર્તા થિરુવલ્લુવરનું પૂતળું તો તરત ઓળખી શકાયું, પણ હાથમાં ઝાંઝર સાથેનું એક સ્ત્રીનું પૂતળું હું ન ઓળખી શક્યો. એમણે કહ્યું કે અમારી નગરપાલિકાને અને સરકારને ધન્ય છે કે એક મહાકાવ્યની નાયિકાનું પૂતળું અહીં મૂક્યું છે. એ પૂતળુ કન્નગીનું છે. કન્નગી ‘સિલપ્પદિકારમ્' મહાકાવ્યની નાયિકા છે. વળી એમણે મને કહ્યું હતું કે લગભગ બે હજાર વર્ષ પ્રાચીન આ મહાકાવ્યના કર્તા જૈન સાધુ કવિ છે. કન્નગી જૈન છે. આ મહાકાવ્યમાં જૈન ધર્મની ઘણી વાતો આવે છે. બીજું મહત્ત્વનું એક પાત્ર તે જૈન સાધ્વી કવૃંદીનું છે. સિલપ્પાદિકારમ્ એક ઉચ્ચ કોટિનું મહાકાવ્ય છે અને તમિળમાં તેનું ઘણું માનભર્યું સ્થાન છે.'
ડૉ. સંજીવીની આ વાતથી હું ઘણો પ્રભાવિત થયો. પછી અમે સમુદ્ર તટે રેતીમાં બેઠા અને ડૉ. સંજીવીએ એ મહાકાવ્યનું આખું કથાનક વિસ્તારથી કહ્યું. જયારે કથાનક પૂરું થયું ત્યારે મેં ડૉ. સંજીવીને કહ્યું કે આ વિશે મારે ગુજરાતીમાં લખવું છે. એમણે મને એ માટે સાહિત્ય આપ્યું, મુંબઇ આવીને મેં તે માટે વાંચીને થોડી તૈયારી પણ કરી લીધી. ડૉ. સંજીવીએ બે ત્રણ વાર પત્રમાં એ વિષે યાદ પણ અપાવ્યું. પણ લખવાનું એક અથવા અન્ય કા૨ણે વિલંબમાં પડી ગયું. હમણાં અવકાશ મળતાં એ સંકલ્પ પાર પડ્યો એથી આનંદ થાય છે.,-તંત્રી ]
તમિળ ભાષાની કોઇ પણ સાહિત્યરસિક વ્યક્તિ તમિળ મહાકાવ્ય ‘સિલપ્પદિકારમ્’ના નામથી અપરિચિત નહિ હોય. ઇસ્વીસનના બીજા સૈકામાં કે તે પૂર્વે લખાયેલું આ મહાકાવ્ય આજે અઢારસો વર્ષ પછી પણ અનેકને માટે પ્રેરણાસ્થાન રહ્યું છે. તમિળ ભાષાના પ્રાચીન સમયના ત્રણ મહાકવિઓમાં ‘તિરુપ્ફુરલ'ના કર્તા સંત કવિ થિરુવલ્લુવર, તમિળ રામાયણના કર્તા સંત કવિ કંબન સાથે ‘સિલપ્પદિકારમ્’ન કર્તા સંત કવિ ઇલંગો અડિગલને ગૌરવભર્યું સ્થાન આપવામાં આવે છે.
સંસ્કૃત ભાષામાં મહાકાવ્યની વ્યાખ્યા અને પરિપાટી અનુસાર કાલિદાસ, માઘ, ભારવિ વગેરેનાં મહાકાવ્યો લખાયેલાં મળે છે તે પ્રમાણે પ્રાકૃત, અપભ્રંશ સહિત વિભિન્ન ભારતીય, ભાષાઓમાં પણ મહાકાવ્યો લખાયેલાં છે. તમિળ ભાષામાં એવાં જે પાંચ પ્રાચીન મહાકાવ્યો ગણાવવામાં આવે છે તેમાં ‘સિલપ્પદિકારમ્' મુખ્ય છે. ‘સિલપ્પદિકારમૂ’ના જ કથાવસ્તુને આગળ લંબાવીને લખાયેલું મહાકાવ્ય તે કવિ ચાત્તનાકૃત ‘મણિમેકલૈ' (મણિમેખલા) છે. આ બંને મહાકાવ્યોને એટલા માટે જોડિયા મહાકાવ્યો તરીકે ઓળખવામાં આવે છે. બીજાં ત્રણ મહાકાવ્યો તે ‘ચૂણામણિ,’ ‘વલયાપતિ' અને ‘કુંડલકેશિ’ છે.
‘સિલúદિકારમ્’ મહાકવ્યના કવિ છે જૈન સાધુ કવિ ઇલંગો અડિગલ. હિંદુ અને બોદ્ધ ધર્મ પ્રત્યે એટલી જ ઉદાર દૃષ્ટિ ધરાવનાર આ મહાકવિએ પોતાના મહાકાવ્યમાં અનેક સ્થળે જૈન ધર્મના સિદ્ધાન્તોનું અને જૈન સાધુ-સાધ્વી તથા ગૃહસ્થોના આચારનું નિરૂપણ કર્યું છે. કવિના વખતમાં દક્ષિણ ભારતમાં દિગંબર જૈન સંપ્રદાયનો ઘણો બહોળો પ્રચાર હતો. વળી હિન્દુ ધર્મ અને બોદ્ધ ધર્મ અનુસરનાર પ્રજાનો પણ વિશાળ વર્ગ હતો. લગભગ બે હજાર વર્ષ પહેલાંનો ધાર્મિક સહિષ્ણુતા, ઉદારતા અને સમન્વય દૃષ્ટિનો એ સમય હતો. એટલે કવિએ પોતના સમયના પ્રજાજીવનનું સમતોલ નિરૂપણ આ કાવ્યમાં કર્યું છે. આ મહાકાવ્યના નાયક-નાયિકા કોવાલન અને એની પત્ની કન્નગી જૈન છે. મળી મહાકાવ્યનું બીજું એક મહત્ત્વનું પાત્ર તે જૈન દિગંબર સાધ્વી આર્યાજી કવુંદીનું છે. આ મહાકાવ્યનું કથાનક કવિએ ઇર્તિહાસમાંથી લીધું છે, પરંતુ એનું નિરૂપણ પોતાની કલ્પનાશક્તિ વડે કર્યું છે. કવિની સર્જક પ્રતિભા એટલી ઊંચી છે કે તમિળ ભાષાના મહાકવિઓમાં એમને માનવંતુ સ્થાન મળ્યું છે. એટલે જ આટલા સૈકાઓ પછી પણ આપણે એમને યાદ કરીએ છીએ.
કવિનો પોતાનો જીવન વૃતાંત પણ રસિક છે. ઇલંગો અડિગલ એ કવિનું પોતાનું મૂળ નામ નથી, પણ લોકોમાં રૂઢ થઇ ગયેલા અપર નામ જેવું છે. તમિળ ભાષામાં ઇલંગો એટલે રાજકુમાર અથવા રાજાના નાના ભાઈ. અડિગલ એટલે જૈન સાધુ મહારાજ. કવિનું પોતાનું મૂળ નામ શું હતું તે જાણવા મળતું નથી. તેઓ પોતાના ઇલંગો અડિગલ’ નામથી જ જાણીતા રહ્યાં હતા. જૈનોમાં દીક્ષા પછી કેટલાક સાધુ-સાધ્વીઓ એમના સાંસારિક સંબંધથી ‘મામા મહારાજ,’ ‘કાકા મહારાજ,’ ‘બા મહારાજ,' ‘બહેન મહારાજ' વગેરે નામથી લોકોમાં વધુ જાણીતા રહે છે. તેમ આ રાજકુમાર દીક્ષા પછી ‘રાજકુમાર સાધુ મહારાજ' (ઇલંગો અડિગલ) તરીકે પ્રખ્યાત થઇ ગયા હતા. એમનું રાજકુમાર તરીકેનું નામ કે સાધુ તરીકેનું નામ જાણવા મળતું નથી.
લગભગ અઢારસો વર્ષ પહેલાં દક્ષિણ ભારતમાં જે મહાન રાજવીઓ થઇ ગયા તેમાં ચેર વંશના જૈન રાજા નેડુન્ચે૨લાદનનું નામ પણ ગણાય છે. ચેર રાજય ઘણુંખરું દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે (આજનું કેરાલા) હતું અને એની રાજધાની વંજી હતું.
નેટુન્ચરલાદન રાજાને બે દીકરા હતા. બન્ને રાજકુમારોમાં નાના રાજકુમાર વધુ તેજસ્વી હતા. રાજગાદી સામાન્ય રીતે મોટા રાજપુત્રને મળે. પણ એવું બન્યું કે એક દિવસ રાજદરબારામાં એક સમર્થ જ્યોતિષી આવ્યો. રાજા પોતાના બંને કુંવરો સાથે બેઠા હતા. જ્યોતિષીએ બંને રાજકુંવરોની આકૃતિ જોઇ. બંનેના ચહેરા પરની રેખાઓ જોતાં નાના કુંવરની ચહેરાની રેખાઓ અતિશય પ્રભાવશાળી લાગી. જ્યોતિષીએ એ વખતે રાજાને કહ્યું કે ‘રાજન ! આપના આ બે કુંવરોમાંથી ભવિષ્યમાં નાનો કુંવર રાજગાદી ઉપર આવશે એવી મારી આગાહી છે.’
જ્યોતિષીએ તો સામાન્ય આગાહી કરી. પણ એના જુદા જુદા અર્થ થાય. શું મોટા રાજકુંવ૨નું અકાળે મૃત્યુ થશે ? શું નાનો રાજકુંવર કોઇ રાજખટપટ કરશે ? શું રાજા પોતે પક્ષપાત ક૨શે ? જ્યોતિષીએ તો આગાહી કરી, પણ એ સાંભળતાં જ મોટા રાજકુંવરનો ચહેરો પડી ગયો. એના ચહેરા ઉપર નિરાશા, ગ્લાનિ, વિષાદના ઘેરા ભાવો પથરાઇ ગયા. એ જોતાં જ નાના રાજકુંવર પરિસ્થિતિ સમજી ગયા. તેમણે મનોમન નક્કી કરી લીધું કે મોટા ભાઈની રાજગાદીમાં પોતે આડા આવવું નથી. પરંતુ એ વાતમાં પોતાનો કોઇ અડગ નિર્ણય ન હોય તો સંશય છેલ્લી ઘડી સુધી રહ્યા કરે. શો નિર્ણય કરવો ? નાના રાજકુંવરે ત્વરિત વિચાર કરી ઊભા થઇ.કહ્યું, ‘પિતાજી ! રાજગાદી