Book Title: Prabuddha Jivan 1993 Year 04 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 94
________________ પ્રબુદ્ધ જીવન જ્યારે દેશને માથે કોઈ આપત્તિ આવી પડે છે ત્યારે તેવી વિકટ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવવા માટે કેટલાંક અનિષ્ટ તત્ત્વો સક્યિ બનતાં હોય છે. યુદ્ધભૂમિ ઉપર પણ મૃત સૈનિકોનાં શબ ખાવા માટે ગીધો તૂટી પડતાં હોય છે. દુનિયામાં આવું બનવું એ કુદરતી છે. એવે પ્રસંગે પણ પોતાના ચિત્તને સંયમમાં રાખવું એ નિમ્ન કોટિના માણસો માટે દુષ્કર છે. રસ્તામાં અકસ્માત થયો હોય, કોઈ વ્યક્તિ બેભાન પડી હોય અને ત્યાંથી પસાર થનાર દુર્જન માણસ એક્લો હોય અને આસપાસ કોઈ ન હોય તો ધવાયેલી બેભાન વ્યક્તિની ઘડિયાળ, ધરેણાં, પાકિટ વગેરે કાઢી લેવા તે લલચાય છે. સજ્જન માણસોને આવી વૃત્તિ ઉદ્ભવતી નથી. તેઓ તો ધવાયેલાને કઈ રીતે સહાય કરી શકાય તેના જ વિચારમાં પડી જાય છે. આગ લાગી હોય ત્યારે ખુદ બંબાવાળાઓએ પોતે પણ બળતા ઘરમાંથી કિંમતી વસ્તુઓ ઉઠાવી લીધી હોય એવા પ્રસંગો બને છે. વિમાની અકસ્માત થયો હોય તો નજીક રહેતા માણસો મુસાફરોનો સામાન ઉપાડી જાય છે. કોઈક ધરમાં કોઈક સ્ત્રીનું અચાનક મૃત્યુ થયું હોય અને ઘરનાં સ્વજનો ગભરાઈને આમતેમ દોડાદોડ કરતાં હોય તેવે વખતે જોવા આવેલાં સગાસંબધીઓમાંથી કે અડોશીપડોશીમાંથી કોઈક મૃતદેહ ઉપરથી વીંટી, બંગડી, ચેઈન વગેરે કાઢી લે છે. દુર્બુદ્ધિવાળા દુર્જનોને ધરતીકંપના સમયે આવી તક મોટા પાયે મળે છે. દુર્ઘટનાના સ્થળે એકત્રિત થયેલા માણસોમાંથી કેટલાય ચોરી-લૂંટફાટ કરવા લાગે છે. ગરીબ અવિકસિત દેશોમાં આવી ઘટનાઓ વધુ પ્રમાણમાં બને છે. મહારાષ્ટ્રના આ ભૂકંપમાં પણ કેટલાંક ગામોમાં કેટલાક લોકોએ દુકાનો લૂંટવાનો, ધરવખરી ઉઠાવી જવાનો અને મૃતદેહ ઉપરથી ઘરેણાં કાઢી “જવાનો પ્રયાસ કર્યો છે. પ્રજાનો એક વર્ગ જ્યારે શોકમાં ગરકાવ બની ગયો હોય તે જ વખતે એજ પ્રજાનો બીજો વર્ગ આવી હીન, મિલન વૃત્તિયુક્ત પ્રવૃત્તિમાં પડી જાય એ બહુ ખેદ અને શરમની વાત છે. જે સમાજનું નૈતિક સ્તર ઊંચુ હોય છે ત્યાં આવી હીન ધટનાઓ એકંદરે ઓછી બને છે. જ્યારે આવી કોઈ મોટી આપત્તિ આવી પડે છે ત્યારે ચારે બાજુથી દાનનો અને સહાયનો વિવિધ પ્રકારનો પ્રવાહ વહેવા લાગે છે. દેખીતી રીતે જ વિવિધ સંગઠનો દ્વારા અચાનક આવતી સહાય-સામગ્રીની વહેંચણીની બાબતમાં તરત સંયોજન અને યોગ્ય વ્યવસ્થા કરવાનું સરળ બનતું નથી. એવે વખતે ચીજ વસ્તુઓ અને દાનની રકમનો વ્યવસ્થિત હિસાબ રહેતો નથી. કેટલાંક તવાદી તત્ત્વો આવા પ્રસંગનો ગેરલાભ ઉઠાવે છે અને આવેલી સહાય-સામગ્રીમાંથી કેટલીકની ઉચાપત પણ થાય છે. બીજી બાજુ જેઓ આપદ્મસ્ત નથી એવા કેટલાક સારા લોકો પણ પોતે આપદ્મસ્ત છે એમ કહીને સહાય સામગ્રી મેળવવાં લાગી જાય છે. આ કાર્ય એટલું વિશાળ હોય છે અને એટલું ત્વરિત રીતે કરવાનું હોય છે કે સહાય લેનારાઓ સાચા છે કે ખોટા એની ચકાસણી કરવાનો સમય રહેતો નથી અને ચકાસણી કરવાનું ત્યારે ટીકાપાત્ર બને છે. સરકારી તંત્ર દ્વારા આવતી નાણાંકીય સહાયમાંથી અને સાધનસામગ્રીના પુરવઠામાંથી સરકારી તંત્રના માણસો પણ આવી તકનો લાભ લઈ વચ્ચેથી કેટલાક ગાળો ખાઈ લે છે. કેટલીકવાર કેટલાક સમાજસેવકો કેટલીક સાધન-સામગ્રી લઈને મદ કરવા દોડી જાય છે, પરંતુ પોતે મોડા પડ્યા હોવાને લીધે અથવા ક્યાં, કોને, કેવી રીતે સહાય કરવી તેની તરત સૂઝ ન પડવાને લીધે અને પોતે લાવેલા તે સાધન સામગ્રી પાછી લઈ જવાનો કોઈ અર્થ નથી એમ સમજીને તેનો તેઓ ગમે ત્યાં ગમે તે રીતે નિકાલ કરી નાખે છે. કેટલાક લેભાગુ કાર્યકર્તાઓ પોતે જ તેનો લાભ ઉઠાવે છે. મોરબીની રેલ વખતે કે ભોપાળની ગેસ-દુર્ધટના વખતે આવી વિવિધ પ્રકારની ઘટનાઓ બની હતી. તા. ૧૬-૯-૯૩ અને તા. ૧૬-૧૦-૯૩ થતું નથી. જે થાય છે તે અત્યંત પ્રશંસનીય, અનુમોદનીય હોય છે. તેમ છતાં અખિલ ભારતીય સ્તરની મોટી સેવાભાવી સંનિષ્ઠ સંસ્થાઓની જેમ સંખ્યા વધારે તેમ રાહત કાર્ય વધુ વ્યવસ્થિત થઈ શકે. બધું જ રાહતકાર્ય સરકાર દ્વારા જ થાય અને સેવાભાવી સંસ્થાઓ કે વ્યક્તિઓએ સરકારને જ નાણાં આપવાં જોઈએ એવો આગ્રહ રાખી શકાય નહિ, કારણ કે કેન્દ્ર સરકારના તંત્રની કે રાજ્ય સરકારના તંત્રની એટલી વિશ્વસનીય મુદ્રા હજુ પ્રજામાં ઊભી થઈ નથી. એક બાજુ જેમ સરકારી તંત્ર ઉપર આવે વખતે લોકોને સંપૂર્ણ વિશ્વાસ રહેતો નથી, તેમ બીજી બાજુ નાની નાની સંસ્થાઓ દ્વારા થતાં મદદનાં કાર્યો વચ્ચે સંયોજનનો અભાવ હોવાને કારણે આપત્તિના સમયે રાહનનું કાર્ય જેટલું વ્યવસ્થિત અને પૂર્ણ-પરિણામી થવું જોઈએ તેટલું લાતુર અને ઉસ્માનાબાદ વિસ્તારના ભૂકંપગ્રસ્ત લોકોના પુર્નવસવાટ માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર તરફથી ઠીક ઠીક મોટી આર્થિક સહાય મળવી ચાલુ થઈ ગઈ છે. વિદેશોના કેટલાંક રાષ્ટ્રો તથા વર્લ્ડ બેન્ક વગેરે તરફથી પણ ઠીક ઠીક મોટી આર્થિક સહાય પ્રામ થઈ છે. આ સહાયના આંકડાઓ એટલે કરોડો રૂપિયાની વાતો. એવો તર્ક કરવામાં આવે છે કે ધરતીકંપ પછી પુર્નવસવાટ માટે જે રકમની સહાય આવી એ જ સહાય ધરતીકંપ પહેલાં સારાં પાકાં ધરોનાં બાંધકામ માટે અગાઉથી મળી હોય તો આટલી જાનહાનિ ન થાત. પરંતુ એવી રીતે સહાય કરવાનું સરળ પણ નથી, કારણ કે ભારત તો ઘણો વિશાળ દેશ છે અને દેશ ઉપર આવી પડતી કુદરતી આપત્તિ દરેક વખતે એકસરખા પ્રકારની નથી હોતી. ક્યાંક રેલ, ક્યાંક વાવાઝોડું, ક્યાંક દુકાળ, ક્યાંક મકાન હોનારત, ક્યાંક રેલવે અસ્માત, ક્યાંક રોગચાળો, એમ કોઈક અને કોઈક આપત્તિ આવતી હોય ત્યાં ક્યા વિસ્તારમાં કેટલી સહાય અગાઉથી આપવી એનો સાચો નિર્ણય થઈ શકે નહિ. વળી સરકાર ઉપર પક્ષપાતનો આક્ષેપ પણ આવે. એટલે આપત્તિ વખતે જ કરોડો રૂપિયાની આર્થિક સહાય ચારે બાજુથી આવે એમ બનવું સ્વભાવિક છે. એમાં પક્ષપાત કે અન્યાયનું કારણ રહેતું નથી. આમ છતાં એટલું તો સાચું જ છે કે સમગ્ર ભારતની દૃષ્ટિએ જેટલાં વ્યવસ્થિત વિકાસલક્ષી કાર્યો થવાં જોઈએ તેટલાં થતાં નથી. વિકાસકાર્યો માટે જેટલાં નાણાં રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર તરફથી ફાળવવામાં આવે છે તેટલાં નાણાનો પરિણામગામી પૂરેપૂરો ઉપયોગ થતો નથી. વહીવટી ખર્ચા અને લાંચરૂશ્વતમાં ઘણાં નાણાં ચવાઈ જાય છે. આવી આપત્તિના પ્રસંગે જાનહાનિ અને માલમિલક્તને નુકસાન ધણું બધું વધારે થતું હોય છે. દેશની આર્થિક દુર્દશાનો પડધો આવી આપત્તિ વખતે ઘણો મોટો સંભળાય છે. દેશની આર્થિક સદ્ધરતા, દૃષ્ટિપૂર્વકનું વિકાસલક્ષી આયોજન, સંનિષ્ઠ સરકારી તંત્ર અને પ્રજાનો સાચો સહકાર આ બધું હોય ત્યારે નૈસર્ગિક આપત્તિનો ધા લોકોને ઘણો ઓછો લાગે, પરંતુ એવી સંભવિત સ્થિતિની આશા ક્યારે રાખીશું ? સર્જન, વિનાશ અને પુનર્સર્જન એ કુદરતનો ક્રમ છે. નવી વસ્તુને જીર્ણ કરી નાખવાની તાકાત કાળમાં છે. કુદરતી ક્રમે વસ્તુ જૂની થાય અને તેનો નાશ થાય એ એક વાત છે. અને અચાનક વિનાશ સર્જાય એ બીજી વાત છે. માનવ જાત વિવિધ પ્રકારના ભયંકર વિનાશની સામે સતત ઝઝૂમતી આવી છે. વિનાશની કળ વળતાં થોડા વખતમાં જ માનવજાત ફરી પાછી બેઠી થઈ જાય છે અને રાબેતા મુજબનું જીવન જીવવા લાગે છે. ક્યારેક તો જાણે એવી દુર્ટના બની જ ન હતી એવી રીતે જીવનપ્રવાહ વહેવા લાગે છે. આવી ભયંકર દુધર્ટનાઓ બને છે ત્યારે દુનિયામાં પાપ ઘણું વધી ગયું છે માટે અથવા સામુદાયિક ભયંકર અશુભ કર્મનો ઉદય થયો માટે આ થયું છે એવી લોકમાન્યતાની યોગ્યાયોગ્યતાની વિચારણામાં ઊતરવા કરતાં વૈજ્ઞાનિકો આ દિશામાં વધુ ત્વરિત ગતિએ સંશોધન કરે અને લોકજીવનને વધુ સુરક્ષિત બનાવવાના ઉપાયો વૈજ્ઞાનિક સ્નરે વિચારાય એ ઘણી મહત્ત્વની વાત છે. કુદરતે સર્જેલી આપત્તિઓ અને યુદ્ધ વગેરે દ્વારા ખુદ માનવે સર્જેલી આપત્તિઓ એમ ઉભયમાંથી માનવજાતને મુક્ત કરવાની દિશામાં મનુષ્યનું ચિત્તતંત્ર કામે લાગી જાય એવો શુભ અવસર ક્યારે આવશે? રમણલાલ ચી. શાહ

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136