________________
चतुर्भिर्मुखैरित्यवोचद् विरंचि - स्तमास्तमाखुस्तमाखुस्तमाखु ॥ (એક વખત ઇન્દ્રે બ્રહ્માને પૂછ્યું કે પૃથ્વીનું સારભૂત તત્ત્વ ક્યું છે? બ્રહ્માએ પોતાનાં ચારે મુખથી કહ્યું : તમાજી, તમાખુ, તમાખુ, તમાખુ.)
*****
પ્રબુદ્ધ જીવન
श्रीकृष्ण पूतनायाः स्तनमलमपिबत् कालकूटेन पूर्ण । प्रस्कन्नं भूप्रदेशे किमपि च पिबतो यत्तदा तस्य वक्त्रात् तस्मादेषा तमाखुः सुरवरपरमोच्छिष्टमेतद् दुरापं ।
स्तुत्वा नत्वा मिलित्वा ह्यनिशमतिमुदा सेव्यते वैष्णवाग्र्यैः ॥ (શ્રી કૃષ્ણે જ્યારે પૂતના રાક્ષસીના સ્તન ઉ૫૨ લાગેલા કાલકૂટ વિષનું પાન કર્યું તે વખતે એમના મુખમાંથી થોડાં ટીપાં પૃથ્વી ઉપર પડ્યાં એમાંથી તમાખુ ઊગ્યું, એટલે તમાખુ ભગવાન વિષ્ણુનું ઉચ્છિષ્ટ છે એવું માનીને અગ્રગણ્ય વૈષ્ણવો તમાખુની સ્તુતિ કરે છે અને તેનું આનંદ અને વિનયપૂર્વક સેવન કરે છે.)
પંડિત યુગના હાસ્યરસિક નવલકથાકાર રમણભાઈ નીલકંઠે ‘ભદ્રંભદ્ર' નવલકથામાં ભદ્રંભદ્રની કેટલીક ખાસિયતો વિશે કટાક્ષ કર્યો છે. ધૂમ્રપાન બ્રાહ્મણોને નિષિદ્ધ નથી બલકે ધૂમ્રપાન તો પુણ્યની મોટી પ્રવૃત્તિ છે અને એને શાસ્ત્રનો આધાર છે એમ સમજાવવા માટે કલ્પિત શ્લોક ભદ્રંભદ્રને કહેવામાં આવે છે કે ધૂમ્રપાન મહાપુષં ગોટે ગોટે મૌવાનું । ધૂમ્રપાન કરનાર ધુમાડાનો એક ગોટો મોંઢામાંથી કાઢે તો એને એક ગાયનું દાન કરવા જેટલું પુણ્ય મળે છે. આ શાસ્ત્રકથન (જે હકીકતમાં નથી) વિશેના પોતાના અજ્ઞાનથી ભદ્રંભદ્ર આશ્ચર્ય અનુભવે છે.
તમાકુથી મનુષ્યના ચિત્તને એક આવેગ મળે છે. થોડી વાર પ્રસન્નતા અનુભવાય છે. સિગરેટ મૈત્રી બાંધવાનું એક મોટું સાધન છે. વાતચીતનો દોર આગળ ન ચાલતો હોય તો એકાદ સિગરેટ સળગાવવાથી ચાલવા લાગે છે. સિગરેટના બે ચાર દમ ખેંચ્યા પછી કેટલાકની જીભ છૂટી થાય છે. સિગરેટ પીધા પછી પોતાની ચિંતનધારા ચાલતી હોય એવો અનુભવ પણ કેટલાક લેખકો-ચિંતકોને થાય છે. ક્યારેક એ માત્ર ભ્રમ જ હોય છે. એકલતામાં સિગરેટનો સહારો લેવાય છે અને માણસ વિચારે ચડી જાય છે. સમય પસાર કરવાનું એ એક મોટું સાધન બની રહે છે. એટલું તો નક્કી છે કે સિગરેટના ધુમાડાની મગજ ઉપર અસર થાય છે. કોઇકે કહ્યું
The man who smokes thinks like a sage and acts like a samaritan. તો ઇમર્સન કહે છે, ‘The believing we do something when we do nothing is the first illusion of tobacco.'
તમાકુમાં કેટલાક ઔષધીય ગુણ છે એનો અસ્વીકાર નહિ કરી શકાય. તમાકુ જંતુઘ્ન છે અને માપસર જરૂર પૂરતો એનો ઉપયોગ કરવામાં આવે, અને વ્યસનમાં પરિણમે તે પહેલાં એને છોડી દેવામાં આવે તો કેટલાક ફાયદા જરૂર થાય છે.દિવસમાં બે-ચાર જ સિગરેટ કે સિગાર પીનારને આમ તો ઘણાં વર્ષ સુધી, ચર્ચિલની જેમ, વાંધો આવતો નથી, પણ એવો સંયમ-નિયમ સરળ નથી.
સિગરેટ પીવી એ પ્રતિષ્ઠાનો પ્રશ્ન પણ બની ગયો છે. જેને પરવડે તે પીએ. મોગલોના જમાનામાં હુકો બાદશાહ અને શ્રીમંતોના ઘરથી શરૂ થયો. તમાકુ નાખીને, તાજી બનાવેલી સિગરેટ પીવી એવો પ્રચાર પણ ચાલ્યો. બીજા કરતાં પોતે ઊંચી મોંઘી સિગરેટ પીએ છે એવું દેખાડવાના પ્રયત્નો પણ થાય છે.
તા. ૧૬-૬-૯૩
તંબાકુ ભરીને સિગરેટ વાળીને એ સળગાવીને પીવા લાગ્યો. આથી બધા મુસાફરો આશ્ચર્ય ચકિત થઇ ગયા. સ્કોટિશ શ્રીમંત વેપા૨ી બુદ્ધિશાળી હતો. કરકસર અને કંજુસાઇના સંસ્કાર એના લોહીમાં હતા. શ્રીમંત હતો એટલે તે પણ પોતાનો વટ પાડવા ઇચ્છતો હતો. તેણે બધાના દેખતાં પોતાના ખિસ્સામાંથી ચેક બુક કાઢી અને હજાર પાઉન્ડનો સેલ્ફ બેરર ચેક લખ્યો. એમાં વટથી સહી કરી અને પછી તેમાં તંબાકુ ભરી સિગરેટ બનાવી પીવા લાગ્યો. સિગરેટ દ્વારા પોતાની શ્રીમંતાઈનું પ્રદર્શન કરવાની વૃત્તિ કેટલાક લોકોમાં અછતી રહેતી નથી.
કેટલાક માણસો વિવિધ પ્રકારની લઘુતા ગ્રંથિથી પીડાતા હોય છે અને એની જ્યારે પોતાના ચિત્ત ઉપર અસર થવાનો અનુભવ થાય છે ત્યારે તરત તેઓ બીડી-સિગરેટ સળગાવે છે. પોતાની કંપનીનો માલ દેશ-પરદેશમાં વેચવા માટે મથામણ કરનાર કેટલાયે સેલ્સમેનોને બીજા વેપારીઓ સાથે વાતચીત કરતી વખતે તરત સિગરેટ સળગાવવાનું મન થાય છે. દુનિયાના ઘણા દેશોમાં અધ્યાપકોને વર્ગ લેતાં પહેલાં સિગરેટના બે-ચાર દમ ખેંચી લેવાની ટેવ હોય છે. જે દેશોમાં અધ્યાપકોને વર્ગમાં સિગરેટ પીવાની છૂટ હોય છે તેવા અધ્યાપકોને વર્ગમાં વિદ્યાર્થી કોઇ અધરો પ્રશ્ન પૂછે તો તરત સિગરેટ સળગાવવાનું મન થાય છે. કેટલાક ડૉકટરોને ઓપરેશન થિયેટરમાં ઓપરેશન કરવા જતાં પહેલાં થોડી સિગરેટ પી લેવાની ટેવ હોય છે. ઇન્ટરવ્યૂ આપવા માટે જનારા કેટલાયે ઉમેદવારને પણ આવી ટેવ હોય છે. કેટલાક દેશોમાં જ્યાં વિદ્યાર્થીને વર્ગમાં સિગરેટ પીવાની છૂટ હોય છે ત્યાં તેઓ વર્ગમાં થાકી જાય ત્યારે અથવા તેઓ પરીક્ષા ખંડમાં જતાં હોય ત્યારે પહેલાં સિગરેટ પી લે છે. કેટલાક પુરુષો પત્ની સાથેના સહચાર પહેલાં સિગરેટનો આશ્રય લે છે. કેટલાક માણસોને અચાનક મૂંઝવણનો કોઇ પ્રશ્ન ઊભો થાય કે તરત સિગરેટ સળગાવવાની જરૂર પડે છે. સિગરેટના ધુમાડાને માનસિક લધુતાગ્રંથિ સાથે સંબંધ બંધાઇ જાય છે.
એક વખત ઇંગ્લેન્ડમાં ટ્રેનમાં ત્રણ બહુ મોટા શ્રીમંત પ્રવાસીઓ એક જ ડબામાં સાથે થઇ ગયા. એક આઇરિશ હતા, બીજા બ્રિટિશ હતા અને ત્રીજા સ્કોટિશ હતા. ત્રણે સિગરેટના વ્યસની હતા. હવે એવું થયું કે તેઓને તે દિવસે સ્ટેશન ઉપરથી સંજોગવશાત સિંગરેટ મળી નહિ. સિગરેટ ન મળે તો પોતાની પાસે સિગરેટ માટેનું તંબાકુ હતું. કાગળની સિગરેટમાં તંબાકુ ભરી પીવાનો વખત આવ્યો. આઈરીશ શ્રીમંત ીને પોતાની શ્રીમંતાઇનું પ્રદર્શન કરવાનું મન થયું. તેણે પોતાની
દસ પાઉંડની નોટ કાઢી અને તેમાં તંબાકુ ભરીને, સિગરેટ વાળીને નાવીને તે પીવા લાગ્યો અને ધુમાડાના ગોટેગોટા કાઢવા લાગ્યો. સગરેટના વ્યસનમાં પોતે દસ પાઉન્ડની નોટ બાળી શકે છે એવા ગર્વથી તે આસપાસ જોવા લાગ્યો. બ્રિટિશ વેપારીથી આ ખમાયું નહિ. તેણે બધાના દેખતાં પોતાના ખિસ્સામાંથી સો પાઉન્ડની નોટ કાઢી અને તેમાં
ધૂમ્રપાનની ટેવ કેટલાક લોકોમાં વખત જતાં એવી માન્યતાઓ જન્માવે છે કે ભોજન પછી જો પોતે બીડી-સિગરેટ પીએ તો પોતાને ખાધેલું સારી રીતે હજમ થઇ જાય છે. આ કોઇ નિયમ નથી. પરંતુ કોઇક વ્યક્તિને બે-ચાર વખત એવો અનુભવ થાય પછી તે તેવે વખતે ધૂમ્રપાન કરવા લલચાય છે.
કેટલાક લોકોને ધૂમ્રપાન પછી જ શૌચક્રિયા સારી રીતે થાય છે અને પેટ સાફ આવે છે. આથી તેઓના જીવનમાં ધૂમ્રપાન તેની સાથે વણાઇ જાય છે. આ પ્રકારની માનસગ્રંથિ ભારતમાં અને બીજા દેશોમાં ઘણા લોકોમાં જોવા મળે છે. ભારતમાં ઘણે સ્થળે જાહેર શૌચાલયોમાં દાખલ થતાં બીડી-સિગરેટના ધુમાડાની તીવ્ર વાસ આવતી હોય છે.
તંબાકુના કેટલાક જૂના વ્યસનીઓને એનો સમય થાય અને તંબાકુવાળું પાન, સિગરેટ કે માવો વગેરે ન મળે તો બેચેની અનુભવે, માથું દુઃખવા આવે કે કોઇકને ચક્કર પણ આવે. કેટલાકને ખાધા પછી છેલ્લે કોળિયો પૂરો થતાં જ બીડી સિગરેટ પીવાની તલપ લાગે છે. કેટલાકને ચા પીધા પછી તરત જ તંબાકુવાળું પાન ખાવા જોઇએ છે કે બી.ડી. સિગરેટ જોઇએ.
કેટલાક વર્ષ પહેલાં અમારા ઘરે અમારા એક વડીલ પ્રોફેસરને સકુટુંબ જમવાનું નિમંત્રણ આપેલું, અમે બધા જમીને ઊઠ્યા અને દીવાનખાનામાં બેઠા તે વખતે એ પ્રોફેસરના દીકરા દેખાયા નહિ. એટલી વા૨માં તેઓ ક્યાં ગુમ થઇ ગયા એની પૂછાપૂછ કરી પણ કોઇ કશું બોલ્યું નહિ. થોડીવારે દીકરા બહારથી આવ્યા અને પૂછતાં કહ્યું કે થોડું કામ હતું એટલે બહાર આંટો મારવા ગયો હતો. પછી એ વડીલ પ્રોફેસરે જ ખાનગીમાં ખુલાસો કરી દીધો કે એમના દીકરાને જમ્યા પછી તરત જ સિગરેટ પીવાની ટેવ પડી ગઇ છે અને પોતાની હાજરીમાં હજુ સિગરેટ પીતો નથી એટલે ઘરની બહાર ક્યાંક જઇને સિગરેટ પી આવે છે.
તમાકુના પાનવાળા કેટલાક વ્યસનીઓ ચોવીસ કલાક પોતાની પાસે પાનનો ખજાનો અખૂટ રાખે છે. કેટલાકને તો અડધી રાતે ઊંઘમાંથી ઊઠવાનું થાય તો પાન ખાવા જોઇએ. સિગરેટના વ્યસનીને અડધી રાતે સિગરેટ પીવા જોઇએ. કેટલાક ઓશિકા નીચે બીડી-બાકસ મૂકી સૂઇ જાય છે.
કેટલાક વ્યસનીઓને સિગરેટની એટલી ભારે ટેવ પડી જાય છે કે એક સિગરેટ પૂરી થતાં તરત બીજી સિગરેટ પીવા જોઇએ છે. બીજી સિગરેટ તેઓ દિવાસળી કે લાઇટરથી નથી સળગાવતા પણ પહેલી