Book Title: Prabuddha Jivan 1993 Year 04 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 58
________________ ૧૮ પ્રબુદ્ધ જીવન મહારાજશ્રીનો તાવ ઊતર્યો છે કે નહિ તે જાણવા માટે એક દિવસમાં એંસી જેટલા તાર કર્યા, એ દિવસોમાં જલદી સમાચાર મેળવવા માટે તારનું જ એક માત્ર સાધન હતું અને તે પણ લોકો ન છૂટકે જ ઉપયોગ કરતા. એટલે વરતેજ જેવા નાના ગામમાં એંસી જેટલા તાર ચોવીસ કલાકમાં આવ્યા એથી પોસ્ટમાસ્તરને નવાઈ લાગી.મહારાજશ્રીની તબિયત બરાબર થઈ નહોતી એ જાણીને શેઠ મનસુખભાઈએ અમદાવાદના પોતાના ડૉક્ટરને વરતેજ રવાના કર્યો. એ વખતે મનસુખભાઈના પોતાના પુત્ર માણેકલાલને તાવ આવતો હતો, પરંતુ પુત્ર કરતાં ગુરુ મહારાજ અધિક છે એમ સમજીને તેમણે ડૉક્ટરને મોકલ્યા હતા. ડૉક્ટર આવતાં અને બરાબર ઉપચાર થતાં મહારાજશ્રીનો તાવ ઊતરી ગયો. એથી શેઠે નિશ્ચિંતતા અનુભવી. ચાતુર્માસ પૂર્ણ થતાં પંન્યાસજી મહારાજ અને અન્ય મુનિવરો વળા-વલ્લભીપુર પધાર્યા. વળાનું પ્રાચીન ઐતિહાસિક નામ ‘વલ્લભીપુર’ મહારાજશ્રીએ પ્રચલિત કર્યું હતું. વલ્લભીપુરના ઠાકોર સાહેબ શ્રી વખતસિંહજી મહારાજશ્રીના અનન્ય ભક્ત હતા. મહારાજશ્રીના ‘ભગવતીસૂત્ર'ના જોગ પૂરા થવા આવ્યા હતા એટલે એમને ગણિ તથા પંન્યાસની પદવી વલ્લભીપુરમાં આપવામાં આવે એવો એમનો ઘણો આગ્રહ હતો અને છેવટે એ પ્રમાણે જ નિર્ણય થયો. મહારાજશ્રીના બીજા અનન્ય ભક્ત અમદાવાદના શેઠ મનસુખભાઈએ આ મહોત્સવના બધા આદેશ પોતે મેળવી લીધા હતા. પંન્યાસ શ્રી ગંભીરવિજયજી મહારાજે ચતુર્વિધ સંઘ સમક્ષ બધી વિધિ કરવા પૂર્વક મહારાજશ્રીને ‘ગણિ' પદવી અને ત્યાર પછી થોડા દિવસે પંન્યાસ’ પદવી અર્પણ કરી હતી. આ ઉત્સવ પછી મહારાજશ્રીએ વલ્લભીપુરમાં મુનિ આનંદસાગરજી, મુનિ પ્રેમવિજયજી તથા મુનિશ્રી સુમતિવિજયજીને ભગવતીસૂત્રના યોગમાં પ્રવેશ કરાવ્યો હતો. ત્યાર પછી મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી અમદાવાદ પધાર્યા અને વિ.સં. ૧૯૬૦નું ચાતુર્માસ એમણે અમદાવાદમાં કર્યું. વિ.સં. ૧૯૬૦ના ચાતુર્માસ પછી અમદાવાદથી શેઠશ્રી વાડીલાલ જેઠાલાલે મહારાજશ્રીની નિશ્રામાં સિદ્ધાચલજીની યાત્રાનો સંઘ કાઢયો હતો, સંઘે યાત્રા નિર્વિઘ્ન, ઉમંગભેર પૂરી કરી હતી. મહારાજશ્રીએ ત્યાર પછી પાલિતાણામાં થોડો સમય સ્થિરતા કરી હતી. છેલ્લા કેટલાક સમયથી પાલિતાણાના ઠાકોર શ્રી માનસિંહજીને જૈનો તરફ દ્વેષ થયો હતો. ઠાકોરના રાજ્યમાં શત્રુંજયનો પહાડ આવેલો હોવાથી તેઓ પહાડ ઉપર બુટ પહેરીને ચઢતા હતા. આ વાતની કોઈકે તેમની આગળ ટકોર કરી એટલે ઠાકોરને થયું કે પોતે રાજ્યના માલિક છે અને કોઈ સામાન્ય માણસ પોતાની કેમ ટીકા કરી શકે ? અસહિષ્ણુ અને ક્રોધી સ્વભાવના ઠાકોરે જૈનોની પવિત્ર ભાવનાને આદર આપવાને બદલે જાણીજોઈને બુટ પહેરીને અને સિગારેટ પીતાં પીતાં ડુંગર ઉપર ઠેઠ દાદાના દરબારમાં જવાનું ચાલુ કર્યું. આથી તો ઊલટી જૈનોની લાગણી વધુ દુભાઈ. ઠાકોરના આ આશાતનાભર્યા દુષ્ટ કૃત્ય સામે ઘણો ઉહાપોહ થયો અને વિરોધ દર્શાવવા માટે ઠાકોર ઉપર ગામેગામથી તાર આવવા લાગ્યા. પરંતુ એની ઠાકોર ઉપર કોઈ અસર થઈ નહિ. તા. ૧૬-૪-૯૩ અને તા. ૧૬-૫-૯૩ મહારાજશ્રીની નિશ્રામાં યોજવામાં આવી. આ આશાતના બંધ કરાવવા અંગે કેવાં કેવાં પગલાં લેવાં તેની ગંભીર વિચારણા તેમાં થઈ. ઠાકોર જો વધુ છંછેડાય તો પોતાના રાજ્યમાં જૈનોને ઘણો ત્રાસ આપી શકે એટલે આમાં કુનેહથી કામ લેવાની જરૂર છે. સાધુ-સાધ્વીઓને તકલીફ ન પડે એટલા માટે મહારાજશ્રીએ તેઓ બધાને પાલિતાણા રાજયની હદ છોડીને ભાવનગર રાજયની હદમાં ચાલ્યા જવાનું કહ્યું. વળી આવા કામમાં શરીરે સશક્ત, હિંમતવાન, કાબેલ માણસની જરૂર પડે. એ માટે ભાઈચંદભાઈ નામના એક કાબેલ ભાઈ તૈયાર થયા. તેમને રાજ્યના દફ્તરમાંથી પત્રવ્યવહારના દવસ્તાવેજની નકલ મેળવી લીધી. તેમના ઉપર વહેમ આવતાં રાજ્યના પોલિસે તેમને પકડીને કેદમાં પૂર્યા, પરંતુ કંઈ પુરાવો ન મળતા બીજે દિવસે છોડી દીધા. ભાઈચંદભાઈ એથી ડરે એવા નહોતા. તેમણે પાલિતાણાની આસપાસના ગામોના આયર લોકોનો જઈને સમજાવ્યું કે મુસલમાન લોકો તમારા બકરાને ઉપાડી જઈને વધ કરાવશે તો વખત જતાં તમારાં ઘેટાં-બકરાં ઓછાં થઈ જશે અને તમારી આજીવિકા ભાંગી પડશે. આ વાત મહારાજશ્રી નેમિવિજયજી પાસે આવી ત્યારે તેમણે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના વહીવટદારોને કહ્યું કે તેઓ રૂબરૂ જઈને ઠાકોરને સમજાવે અને ન માને તો પછી રાજકોટના પોલિટિકલ એજન્ટમાં કેસ દાખલ કરવો.શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના વહીવટદારો ઠાકોરને સમજાવવામાં નિષ્ફળ નીવડ્યા એટલે કોર્ટમાં કેસ દાખલ કરવામં આવ્યો. આથી તો ઠાકોર વધુ ઉશ્કેરાયા. તેમણે ગામના મુસલમાનોને બોલાવ્યા અને ચઢાવ્યા. તેમણે મુસલમાનોને કહ્યું કે ડુંગર ઉપર ઈંગારશા પીરના સ્થાનકમાં રાજયના ખર્ચે પાકી દીવાલ કરી આપવામાં આવશે અને એક ઓરડી પણ બાંધી આપવામાં આવશે. ઠાકોરે જૈનોને ધમકી આપતાં કહેવડાવ્યું ‘હું ઈંગારશાપીરના સ્થાનકે મુસલમાનો પાસે બકરાનો ભોગ ચઢાવરાવીશ અને દાદા આદીશ્વર ઉપર તેનું લોહી છાંશટી ત્યારે જ જંપીશ.’ આ વાતની જાણ થતાં પાલિતાણાના જૈન સંઘ તરફથી સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાની એક ખાનગી સભા આથી આયરો ચિંતાતુર બન્યા. ભાઈચંદભાઈ આયર આગેવાનોને મહારાજશ્રી પાસે લઈ આવ્યા અને આયરોએ મહારાજશ્રીને કહ્યું કે ‘અમે કોઈ પણ હિસાબે ડુંગર ઉપર પીરના સ્થાનકમાં ઓરડી કે છાપરું થવા નહિ દઈએ કે જેથી મુસલમાનો બકરાનો વધ કરે.' આથી રાજ્ય તરફથી ઈંટ-પથ્થર-ચૂનો રેતી વગેરે ડુંગર ઉપર ચઢાવવામાં આવતું તો આયર લોકો અડધી રાતે તે બધું ત્યાંથી ઉપાડીને એવી રીતે આઘે ફેંકી દેતા કે તેની કશી કંઈ ભાળ લાગતી નહિ, કે કોઈ પકડાતા નહીં. આથી રાજ્યના નોક૨ો થાક્યા. ઠાકોર પણ ક્રોધે ભરાયા. પરંતુ કોને પકડવા તે સમજાતું નહોતું. આ સમય દરમિયાન રાજકોટની કોર્ટનો ચુકાદો આવ્યો. એમાં પેઢીનો વિજય થયો. ઠાકોર હારી ગયા. બુટ પહેરી સિગારેટ પીતાં પીતાં ડુંગર ઉપર ચઢવાની તેમને મનાઈ થઇ.તીર્થની આશાતના બંધ ક૨વાનો તેમને હુકમ મળ્યો. કોર્ટનો હુકમ મળતાં ઠાકોર લાચાર થઈ ગયા. મહારાજશ્રીની પ્રેરણા અને કુનેહથી મળેલા જૈનોના આ વિજયને ગામે-ગામ લોકોએ ઉત્સવ તરીકે ઊજવ્યો. પાલિતાણાથી ત્યાર પછી વિહાર કરીને મહારાજશ્રી મહુવા પધાર્યા. એમના સંસારી પિતાશ્રી લક્ષ્મીચંદભાઈ હવે વૃદ્ધ થઈ ગયા હતા. તેઓ મહારાજશ્રીના વ્યાખ્યાનમાં રોજે રોજ આવતા હતા. મહારાજશ્રી વ્યાખ્યાનમાં રોજ હરિભદ્રસૂરિ કૃત ‘અષ્ટકજી' વાંચતા હતા. મહારાજશ્રીના વ્યાખ્યાનો સાંભળીને લક્ષ્મીચંદભાઈના હૃદયનું ઘણું પરિવર્તન થઈ ગયું હતું. મહારાજશ્રીએ જ્યારે દીક્ષા લીધી ત્યારે લક્ષ્મીચંદભાઈને ઘણો રોષ હતો. પરંતુ હવે મહારાજશ્રીની વિદ્વતા, અદભુત વ્યાખ્યાન શૈલી અને ચુસ્ત સંયમ પાલન જોઈને પોતાના એ પુત્રને માટે લક્ષ્મીચંદભાઈ ધન્યતા અનુભવવા લાગ્યા હતા અને તેમને પણ વૈરાગ્ય અને જ્ઞાનનો રંગ લાગ્યો હતો. તેઓ ઉપાધ્યાયશ્રી યશોવિજયજીના ગ્રંથોનું પરિશીલન જીવનના છેલ્લાં વર્ષોમાં નિયમિત કરતા રહ્યા હતા. સ્વ. ધીરજલાલ ધનજીભાઇ શાહ પારિતોષિક ‘પ્રબુદ્ધ જીવન'માં વર્ષ દરમિયાન પ્રગટ થયેલા લખાણોમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર લેખકને સ્વ. ધીરજલાલ ધનજીભાઇ શાહ પારિતોષિક આપાય છે. અમને જણાવતાં આનંદ થાય છે કે ૧૯૯૨ના વર્ષ માટેનું પારિતોષિક ડૉ. બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયાને તેમના લેખો માટે આપવામાં આવે છે. આ પારિતોષિક માટે નિર્ણાયક તરીકે ડૉ, રમણલાલ ચી. શાહ, શ્રી ધનશ્યામ દેસાઇ અને શ્રી પન્નાલાલલ ૨. શાહે સેવા આપી છે. અમે ડૉ. કાપડિયાને અભિનંદન આપીએ છીએ અને નિર્ણાયકોનો આભાર માનીએ છીએ. મંત્રીઓ

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136