________________
.
પ્રબુદ્ધ જીવન
તરત ગૌતમે તેઓને કહ્યું : ‘પ્રભુને વંદન કરો.’ પરમાત્માએ કહ્યુંઃ ‘ગૌતમ, કેવલીની આશાતના ન કરો.' પાંચેયને માર્ગમાં કેવળજ્ઞાન પ્રગટ્યું છે.’
પંદરસો કેવલી તાપસો પણ જ્યારે કેવલી પર્મદામાં બેસવા જતાં હતાં ત્યારે ગૌતમસ્વામીએ તેમને તેમ કરતાં રોક્યા હતા. પરંતુ ભગવાને કેવલીની આશાતના ન કરવા ફરમાવ્યું હતું.
આ પ્રસંગે વિગતે સમજીએ, ગૌતમસ્વામી પોતાના પચાસહજાર શિષ્યો તથા પંદ૨સો તાપસ શિષ્યોને કેવળજ્ઞાન થતાં હતાશ થઇ ગયા. તેમને યાદ આવ્યું કે જે વ્યક્તિ સ્વલબ્ધિથી એક દિવસ અષ્ટાપદ પર્વત પર પહોંચી દેવાર્ચના વંદના કરે તેને કેવળજ્ઞાન થાય. તે વિધિ પાર ઉતારી પુંડરિક અધ્યયનની રચના કરી; માર્ગમાં મળેલા પંદરસો તાપસોને દીક્ષિત કરી તેઓને અક્ષીણ મહાનસી લબ્ધિ વડે ક્ષીરાનથી જમાડ્યા પછી, તેમાંના પાંચસો ગુરુના ગુરુ મહાવીરસ્વામી વિષે ખીર વાપરતા આ પ્રમાણે વિચારે છે : પ્રભુવીર જેવા જગદ્ગુરુ આપણને મળ્યા, કેવું પરમોચ્ચ સદ્ભાગ્ય ! એવી ભાવના ભાવતા કેવળજ્ઞાન, બીજા પાંચસોને અષ્ટપ્રાતિહાર્યનું દૂરથી દર્શન કરતાં ક્ષપકશ્રેણિ અને કૈવલ્ય પ્રાપ્ત થયું. તથા બાકીના ૫૦૦ ને દૂરથી પ્રભુનું દર્શન કરતાં જ કૈવલ્ય પ્રાપ્ત થયું.
પરમાત્મા આદિનાથ શત્રુંજય તીર્થની યાત્રા કરી વિહાર કરતા હતા ત્યારે ગણધર પુંડરિક તથા અન્યને રોકાઇ જવાનું કહ્યું; કેમકે તમે ર તીર્થના પ્રભાવથી કેવળી બનશો. પ્રથમ તીર્થંકર ઋષભદેવના ગણધર પુંડરિકસ્વામી વિમલાચલ પર્વત પર પાંચ કરોડ શિષ્યો સાથે મોક્ષે ગયાનો ઉલ્લેખ છે. પુંડરિકસ્વામી ચૈત્રી પૂર્ણિમાએ એક મહિનાનું અનશન કરી તીર્થભૂમિમાં કેવળજ્ઞાન પામ્યા.
શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોની માન્યતા પ્રમાણે તેમના ૪૫ આગમો પૈકી ૮મું આગમ અંતગડ દસામાં (અંતકૃત દશા) જેમણે સંસા૨નો અંત આણ્યો છે તેમને અંતકૃત કહેવાય છે.
તેના પ્રથમ વર્ગમાં અન્યકવૃષ્ણિ રાજાની ધારિણીદેવીના દર્શ પુત્રો ભગવાન નેમિનાથ પાસે દીક્ષા લઇ બાર ભિક્ષુપ્રતિમા સેવી. ‘ગુણરત્નસંવત્સર’ તપ કરી શત્રુંજયગિર પર અનશન કરી મોક્ષે ગયાનો અધિકાર છે.
બીજા વર્ગામાં રાજારાણીના અન્ય આઠ પુત્રો વિષે પણ આવો ઉલ્લેખ છે.
ત્રીજા વર્ગામાં ગજસુકુમારનો ઉલ્લેખ છે. ચોથા વર્ગામાં દસ યાદવકુમારો જેવાંકે : જાલિ, મયાલિ, ઉવયાલિ, પુરિસસેણ, વારિસેણ, પન્નુન, સંબ, અનિરુદ્ધ, સચ્ચનેમિ અને દૃઢનેમિનો અધિકાર છે. દસે નેમિનાથ પાસે દીક્ષા લઇ, અંતકૃત કેવલી થઇ શત્રુંજય પર અનેશન કરી મોક્ષે ગયા છે.
પાંચમાં વર્ગમાં કૃષ્ણની આઠ રાણી (ઉમાવતી, ગોરી, ગાંધારી લકખણા, સુસીમા, જંબુવઇ, સચ્ચભામા, રૂપ્પિણી) અને એના પુત્ર શામ્બની બે પત્ની દીક્ષા લઇ મોક્ષે જાય છે એ અધિકાર છે.
છઠ્ઠા વર્ગના ૧૫માં અજઝયણમાં બાલમુનિ અતિમુક્તનો અધિકાર છે. તેમણે પણ ગુણરત્નસંવત્સરાદિ તપશ્ચર્યા કરી કેવળી બને છે. ૧૬મા અઝયણમાં રાજા અલક્ખ (અલક્ષ) નેમિનાથ પાસે દીક્ષા લઇ મોક્ષે જાય છે એમ કહ્યું છે.
સાતમા વર્ગમાં શ્રેણિક રજાની ૧૩ રાણીની વાત આવે છે. આઠમામાં તેની બીજી ૧૦ રાણીનો અધિકાર છે. પહેલી ચાર રાણી અનુક્રમે રત્નાવલી, કનકાવલી, લધુસિંહનિષ્ક્રીડિત અને મહાસિંહનિષ્ક્રીડિત તપો કરે છે; પાંચમાથી આઠમી સપ્તસપ્તમિકા, લધુસર્વતોભદ્રા, મહાસર્વતોભદ્રા અને ભદ્રોત્તર પ્રતિમાનું અનુક્રમે આરાધના કરે છે. નવમી રાણી મુક્તાવલી અને દસમી રાણી આયંબિલ વસ્તુમાણ (આનામ્લ વર્ધમાન) તપ કરે છે.
તા. ૧૬-૪-૯૨ અને તા. ૧૬-૫-૯૩
ખરીદવા તૈયાર નથી. અરિહંત-ભક્તિ ઉપરાંત વૈરાગ્ય નિસ્પૃહતાદિ ગુણોથી આગળ વધતાં તીર્થંકરપણાનું પુણ્ય ઉપાર્જનારો બન્યો. આ હતો ગરીબ દેવપાલ.
શિયળને અણિશુદ્ધ રીતે પાળીને નવ નારદો મુક્તિમાં ગયા તેને ઉદ્દેશીને લખ્યું છે કે : ‘એક જ શિયળ તણે બળે ગયા મુક્તિ મોઝાર રે.’
જેણે પ્રભુના દેવદર્શન કર્યા સિવાય મોંમાં કશું ન નાંખવું તેવું વ્રત-અભિગ્રહ ધારણ કર્યું હતું. તેની કસોટીમાં સાત- સાત દિવસો સુધી અણરોક્યો વરસાદ વરસી રહ્યો હતો; તેથી તેને સાત દિવસના ઉપવાસ થયા. ચક્રેશ્વરી દેવી વરદાન આપવા આવ્યા છે. દુનિયાની રિદ્ધિ-સિદ્ધિ આપે તેમ છે; પરંતુ આ ગરીબ નોકર હાથી વેચી ગધેડો
ઢોર ચરાવનાર એક સમયનો નોકર માત્ર એક ‘નમો અરિહંતાણં’ પદ પામે છે. તેની રટણા એટલી જોરદાર કે પ્રવૃત્તિ સાથે વૈરાગ્યનિસ્પૃહતા તીવ્ર કરી નાંખ્યા. ‘નમો અરિહંતાણં'ની રટણાના બદલામાં કશી દુન્યવી વસ્તુની સ્પૃહા રાખી નહીં-પાણીને પૂરમાં તરી જતાં પેટમાં લાકડાનો ખૂંટો પેસી ગયો. સમતાપૂર્વક ‘નમો અરિહંતાણં'ની રટણા ચાલુ રાખી. તેથી ચરમશ૨ી૨ી મોક્ષગામી થયો. પૂર્વભવના પુણ્યાનુબંધથી આ વ્યક્તિ તે સુદર્શન શેઠ. અભયા રાણીના તહોમતથી સુદર્શન શેઠને શૂળીએ ચઢાવાનો હુકમ થયો છે. તેની પત્નીએ અભિભવ કાયોત્સર્ગ ધારણ કર્યું છે. પૂર્વ જન્મમાં સમતાપૂર્વકના નમસ્કાર મહામંત્રના રટણથી શૂળીનું સિંહાસન થયુ અને તે ભવે ચરમશરીરી કેવળી થયા.
ઉપરના વિવિધ દૃષ્ટાન્તોમાં જોઇ શકા છે કે આ વ્યક્તિઓએ બાર ભાવના જેવી કે અન્યત્વ, એકત્વ અશરણત્વ, અશુચિત્વાદિ ભાવનાથી ભાવિત થયેલા આત્મામાં અસંપ્રજ્ઞાત પણે આત્મતત્ત્વનું આરોપણ કર્યું હતું અને તેના પરિપાકરૂપે આત્મામાં એટલી તીવ્ર ઝણઝણાટી-ગદ્ગદતા ક્રિયામાણ બની કે એથી સાતમાં અપ્રમત્ત ગુણસ્થાનકે પહોંચી ગયા, પછી આત્મનિષ્ઠ, શાન્ત-પ્રશાન્ત બની અનાસકતભાવ-અસંગયોગ સમતાયોગમાં આરૂઢ થઇ વીતરાગ થવામાં શુકલધ્યાનના ચાર પાયા અને ત્યાંથી સીધો કુદકો મારી શૈલેશી સ્થિતિમાં પહોંચી કેવળજ્ઞાન અથવા મોક્ષ. ઝણઝણાટી, ગદ્ગદતા અને શુભ ભાવોલ્લાસના ઉછાળા વિનાની માત્ર કોરી અનિત્ય ભાવના ચિંતવી હોત તો આમાનું કશું પામેત નહીં,
માષતુષ મુનિએ પૂર્વભવમાં જ્ઞાનની વિરાધના કરી હતી તેથી તેમને ફક્ત બે શબ્દો જેવાં કે મા તુષ, મા તુષ પણ કંઠસ્થ કરી શકાતા ન હતા. પરંતુ તેનાથી જેનું નામ માષતુષ પડ્યું છે તેમણે કંઠસ્થ કરવાનું ચાલું રાખ્યું અને એ ભાવનામાં ચઢી જતાં કેવળજ્ઞાન આત્મસાત કરી લીધું; કારણ કે તેમણે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળી આઠ પ્રવચન માતાનું પરિપાલન પરિપૂર્ણ પદ્ધતિએ કર્યું છે.
વિજયસેનસૂરિ મહારાજના એક શિષ્યને સ્વપ્ન આવ્યું કે ‘પાંચસો સુંદ૨ હાથી ચાલ્યા આવે છે અને તેનો નાયક મૂંડ છે' વિનયપૂર્વક શિષ્ય અષ્ટાંગનિમિત્તના સારા જાણકાર ગુરુને તે વિષે પૂછ્યું કે આ સ્વપ્ન શું સૂચવે છે ?
ગુરુએ કહ્યું કે આજે પાંચસો શિષ્યોથી પરિવરેલા રુદ્રાચાર્ય આવે છે. ગુરુએ કહ્યુ કે આ સાધુઓ સુવિહિત છે અને આચાર્ય અભવ્ય છે. આ કેવી રીતે જાણવું ?
લઘુશંકાના સ્થાન પર ગુરુએ અંગારા પથરાવી દીધા. લઘુશંકા કરવા ગયેલા શિષ્યોના પગ નીચે કોયલા દબાવવાથી ચૂં ચૂં અવાજ થવા લાગ્યો. ‘નક્કી અમારા પગ નીચે ત્રસ જીવો ચંપાયા' એમ માની પ્રતિક્રમણ કરવા તૈયાર થયા.
થોડા સમય પછી રુદ્રાચાર્ય લઘુનીતિ કરવા ઉઠ્યા.
તેઓ સમજ્યા કે ત્રસ જીવો મારા પગની નીચે ચંપાઇ રહ્યા છે. તેઓ વધારે જોરથી પગ મૂકી બોલ્યા કે ‘આ કોઇ અરિહંતના જીવો પોકારતા લાગે છે.' સૂરિજીના શિષ્યોએ આ શબ્દો સાંભળ્યા. તેઓને ખાતરી થઇ કે આચાર્ય અભવ્ય છે કેમકે જેમને અરિહંત દેવમાં, તેમના પ્રવચનમાં, તેમનાં પ્રરૂપાયેલાં અહિંસા, સંયમ અને તપની મંગલમયતામાં શ્રદ્ધા નથી તેથી તેમનામાં સમ્યકત્વ કેવી રીતે સંભવી શકે?
સવારે શ્રી વિજયસેનસૂરીશ્વરે કહ્યુ કે ‘હે શ્રમણો ! તમારે આ ગુરુ સેવવા લાયક નથી, કેમકે તેઓ કુગુરુ છે. આ હિતશિક્ષા સાંભળી જેવી રીતે સાપ કાંચળીનો ત્યાગ કરે તેમ તેઓએ કુગુરુનો ત્યાગ કર્યો. શુદ્ધ ચારિત્રનું પાલન કરી ક્રમિક રીતે મોક્ષની પ્રાપ્તિ કરી. અંગારમર્દક રુદ્રાચાર્યનો જીવ સમ્યકત્વના અભાવે સંસારમાં અનંતકાળ સુધી પરિભ્રમણ કર્યા કરતો રહેશે !
મોક્ષ મળે પણ તે પળમાં નહીં, પણ ઘણા ભવે તેનું એક ઉદાહરણ જોઇએ. જૈન શાસ્ત્રમાં દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય પણ ઉપલક્ષણાથી