________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૪-૯૭ અને તા. ૧૬-પ-૯૩.
શકે. ગૌતમ સાથે મહાવીરને જોઇ, તેમની વાણી સાંભળી દીક્ષિત થવા માતા સાથે અનેકાનેક તર્ક-દલીલો કરી છેવટે છ વર્ષની વયે સાધુ બને
તે આત્મધ્યાનમાં મસ્ત છે. ઉદાસીન ભાવમાં આરૂઢ થયા. સંસાર નીરસ લાગે છે. હૃદય વૈરાગ્ય રંગથી રંગાઇ ગયું છે. પૃથ્વીચંદ્ર રાજ્યરોહણ પછી સમસ્ત પ્રજાને ધર્મમાં મસ્ત કરી દીધી. અલિપ્ત અને નિર્લેપ થઈ રાજ્યની ધૂરા વહે છે. સદ્ગુરુના સંયોગની આશા સેવે છે, કેમકે તેમના સાનિધ્યમાં આત્મકલ્યાણ કરી શકે. - તે દરમ્યાન એક વેપારી આવ્યો. કૌતુકનું વર્ણન કરે છે. ગુણસાગરને લગ્નની ચોરીમાં કેવળજ્ઞાન થયું. પૃથ્વીચંદ્ર ગુણસાગરના જીવન પરિવર્તન પર વિચાર કરતાં હું ક્યારે મહામોહને જીતી કેવળ લક્ષ્મીને પામીશ? ક્યારે દીક્ષા લઈ ગુરુ સેવા કરીશ? ક્યારે પર્વત પર કે ગિરિ ગુહામાં કે શૂન્યાગારમાં કાર્યોત્સર્ગમાં તદાકાર, તલ્લીન થઇશ? ભાવનારૂપ પવનનો વાયરામાં ધનધાતિ કર્મોનો ચૂરો થયો. રાજ્યસભામાં સિંહાસન પર પૃથ્વીચંદ્રને કેવળજ્ઞાન થાય છે!
કેવળી ભગવંતના મુખથી પૂર્વભવનું વર્ણન સાંભળી રાજારાણીને જાતિસ્મરણ જ્ઞાન થયું. તમામ સ્ત્રીઓ ઉત્તમ ભાવના ભાવે છે. તે ક્ષણે ધાતિ કર્મોનો ચૂરો કરી કેવળજ્ઞાન પળમાં પ્રાપ્ત કરે છે. આ અલૌકિક ઘટનાથી અયોધ્યામાં અપૂર્વ આનંદની છોળો ઉછળી. ગુણસાગરને લગ્નની ચોરીમાં વિધિ દરમ્યાન કેવળજ્ઞાન !
હસ્તિનાપુરમાં રત્નસંચય નામના મહાન ધર્માત્મા શ્રેષ્ઠીને લક્ષ્મીના અવતાર સમી સુમંગલા નામની પત્ની છે. ગુણના સાગર જેવો પુત્ર થયો. માતાને સ્વપ્રમાં સાગરનું પાન કરવાનું સ્વપ્ન આવ્યું. તેને અનુરૂપ પુત્રનું નામ ગુણસાગર પાડ્યું. યૌવન પ્રાપ્ત થતાં અવનવી વિદ્યા તથા કળાનો સ્વામી બન્યો. એક શ્રીમંતની આઠ કન્યા સાથે લગ્નનું માગું આવ્યું.
એકદા રાજમહેલના ઝરૂખામાંથી શ્વેત વસ્ત્રથી સજ મુનિરાજ જોયા. જાતિસ્મરણ જ્ઞાન થયું. લગ્ન કરવા નથી પણ બંધનો ત્યજી ચારિત્ર ગ્રહણ કરવાની ભાવના છે. દ્રઢનિશ્ચયી પુત્ર છે, તેમ જાણી લગ્નને બીજે દિવસે દીક્ષા લેવા અનુમતિ આપી. આઠે કન્યાના પિતાને વાકેફ કર્યા. પુત્રીઓ તેની સાથે લગ્ન કરવા તૈયાર થઇ. લગ્નની સર્વ પ્રક્રિયામાંથી વૈરાગ્યપૂરક અર્થ કાઢ઼યો. સાવધાન સાવધાનના પોકારો સાથે સાવધાન થઇ સંવેગ રંગની ઊંચી ભાવનામાં ચઢે છે, સંયમ લઇ પાપોને દૂર કરી, ક્ષપકશ્રેણીએ આરૂઢ થઈ ધાતિ કર્મો તોડી નાંખે છે. કેવળજ્ઞાન થાય છે. કેવળીનો મહોત્સવ ઉજવવા દેવો ઉતરી આવે છે.
આ તરફ પત્નીઓ પણ આવા પતિ માટે મગરૂર બને છે. સમતા રસમાં લીન બનેલા આવા પતિ શું સંસારમાં લેપાય ખરા ! ખરેખર આપણે ભાગ્યશાળી છીએ કે મુક્તિગામી ભરથાર મળ્યો. સર્વ સ્ત્રીઓ ભાવનારસમાં ચઢે છે. અધ્યાત્મ શિખર ઉપર આરૂઢ થાય છે. ભાવનાના બળે ચોરીમાં જ સઘળાં કેવળજ્ઞાન પામે છે. આકાશમાં દુન્દુભિ વાગે છે.
લગ્નના મંડપમાં કેવળજ્ઞાન ! મહામોહન સામ્રાજ્યમાં કેવળજ્ઞાની લોકો મોંમાં આંગળાં નાંખવા લાગ્યા !
રાજગૃહી નગરીમાં સિંહરથ રાજાના સમયનો આ પ્રસંગ છે મધ્યાહ્ન સમયે બુદ્ધિનિધાન અને લબ્લિનિધાન અષાઢાભૂતિ મુનિવર ગોચરી લેવા પધાર્યા છે. નટકારના આંગણે ધર્મલાભ આપી પ્રવેશ કર્યો. મધમધતા સુંદર મોદક વહોરાવ્યા. તેની આસક્તિથી ફરી ફરી તે માટે પ્રવેશ કર્યો. કામના છે તેમ જાણી નટકારના ગૃહમાં તેની પુત્રીથી લટ્ટ બની લપસી પડ્યા. એકવાર તેઓની વ્રતભંગની દશા જોઈ ઘરનો ત્યાગ કરે તે પૂર્વે તેના દ્વારા રાજસભામાં ભરતરાજાનો એક પ્રસંગ હુબહુ રજૂ થઈ રહ્યો છે. આનંદવિભોર પ્રેક્ષકો તાલીઓથી વધાવી રહ્યા છે. અરિસા ભુવનમાં ૫૦૦ રાજપુત્રો સાથે - અષાઢાભૂતિની વીંટી આંગળીએ થઈ સરી પડતાં ભારતની જેમ અનિત્યભાવના ભાવતા કેવળજ્ઞાન થયું. પાંચસો રાજપુત્રોની સાથે અષાઢાભૂતિ પણ કેવળી થાય છે. દેવોએ અર્પણ કરેલો સાધુવેશ ગ્રહણ કરે છે. તેથી કહેવાયું છે કે: “ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન' *. જ્યારે ગણધર ગૌતમની આંગળી ઝાલી અઈમુત્ત (અતિમુક્ત) પોતાના ઘેર ગોચરી માટે લઈ આવતો ત્યારે રાજરાણી, શ્રીદેવી તેની મા, હર્ષવિભોર થઈ મુનિનુ ભાવભીનું સ્વાગત કરે છે. તેમની સાથે તેના ગુરુ ભગવાન મહાવીરને જોવા જતાં જતાં તેમની ઝોળી ઉંચકી. લેવા કહે છે. ગૌતમ કહે છે તને તે ન અપાય. અમારા જેવા જ તે ઉપાડી
એક વાર વરસાદના પાણીમાં બાળસુલભ ચેષ્ટા રૂપે પોતાનું પાત્ર પાણીમાં પ્રવાહિત કરે છે. અન્ય સ્થવિરો તેનો ઉપહાસ કરે છે. ભગવાન મહાવીર તેઓને કહે છે કે આ હળુકર્મી જીવ એકાવનારી મોક્ષે જશે. અપકાયના જીવોની વિરાધનાથી ઇરિયાવહીના પણગ-દગ, પણગ-દગ પર ધ્યાનસ્થ થઈ ભાવના ભાવતા કેવળજ્ઞાને પ્રાપ્ત કરે છે જ્યારે અન્ય સાધુઓ ત્યાંના ત્યાંજ રહી જાય છે! આપણે. પણ સામાયિકાદિમાં ઈરિયાવહી બોલીએ છીએ પણ હજુ સુધી ઉદ્ધાર થયો નથી! ક્યાં અઈમુત્ત (અતિમુક્ત) અને ક્યાં આપણે ?
રૌદ્રધ્યાનનું પરિણામ બહુ કનિષ્ઠ આવે છે. જીવન ધર્મમય ગાળ્યું હોય, પરંતુ રૌદ્રધ્યાન આવે અને તે સમયે આયુષ્ય બંધાઇ જાય તો નરકનું બંધાય.
પ્રસન્નચંદ્ર રાજર્ષિ મહાસંયમી મનોમન લડાઇ અને હિંસાના ધ્યાનમાં ચડ્યા, અને તે જ વખતે શ્રેણિક રાજાએ મહાવીર ભગવાનને એમની ગતિ પૂછી પ્રભુએ કહ્યું કે હમણાં મરે તો સાતમી નરકે જાય, બીજી ક્ષણે દેવદુંદુભિ અને મોક્ષ !
વાત એમ બની કે સમવસરણમાં આવી રહેલા શ્રેણિકના બે સૈનિકો બાળકુંવરને રાજ્ય સોંપી ભગત બનનાર પ્રસન્નચંદ્રની ટીકા કરી રહ્યા હતા. તેના કાકા રાજ્ય ખૂંચવી લેવા તૈયાર છે. આતાપના લઈ રહેલા પ્રસન્નચંદ્ર આ શબ્દો સાંભળી જાય છે. મનોમન એક પછી એક શસ્ત્રો લઈ યુદ્ધ કરે છે. એમ કરતાં મસ્તકનો મુગટ હાથમાં આવી જતાં ખરી સ્થિતિનો ખ્યાલ આવતાં પશ્ચત્તાપના પાવક અગ્નિમાં દુવિચાર ભસ્મ કરતાં કરતાં ક્ષપક શ્રેણિએ ચઢે છે. તેથી હવે જુદી જુદી નરકો ભગવાન બતાવે છે અને તેટલા માં દેવદુ-દુભિ સંભળાય છે અને તેઓ ધનધાતિ કર્મો નષ્ટ કરી કેવળી બની જાય છે.
ભગવાન મહાવીરસ્વામીના હસ્તે દીક્ષિત થયેલી છત્રીસ હજાર સાધ્વીના અગ્રણી ચંદનબાળા સમવસરણમાંથી સૂર્યાસ્ત થતાં પાછા આવી ગયા. દેવોના આગમનથી મૃગાવતીને તે ધ્યાનમાં ન રહ્યું, મોડા આવતા ચંદનબાળાએ ઠપકો આપ્યો. ઠપકો આકરો લાગતાં ભાવનાના ઉચ્ચતમ શિખરે આરૂઢ થઇ ક્ષપકશ્રેણિએ કર્મક્ષય કરતાં મૃગાવતીને કેવળજ્ઞાન થયું.
રાત્રિના ગાઢ અંધકારમાં નિદ્રાધીન ચંદનબાળાના હાથ પાસેથી સાપ સરકી રહ્યો હતો. મૃગાવતીએ હાથ ખસેડ્યો. જાગી ગયેલા ચંદનબાળાએ તેમ કરવાનું કારણ પૂછ્યું. ખરી હકીકત જાણતાં કેવળીની આશાતના કરવાની કાર્યની નિદાં કરતા તેમને પણ કેવળજ્ઞાન થયું.
શીતલાચાર્યના ચાર ભાણેજ શિષ્યોને વંદન માટે મોડું થતાં ઉશ્કેરાઈ તેઓને કહે છે કે હું તમને વંદન કરું? તેઓ કહે છે જેવી તમારી મરજી. ગુસ્સામાં વંદન કરે છે. તેઓ કહે છે કે આ તો દ્રવ્યવંદન કર્યું. ધરસ્ફોટ થતાં તેઓ દુષ્કૃત્યની નિદાં કરતાં ક્ષપકશ્રેણિ અને પળમાં કેવળી ! ચારે ભાણોજો મામાને વંદન કરવામાં મોડું થતાં તે પર ચિંતન કરતાં કરતાં આચાર્યની પહેલા કેવળી બની ગયા હોય છે.
ચંડરૂદ્રાચાર્ય મસ્તકમાં, વાંકુ ચાલનાર નવપરિણિત સાધુના પર પ્રહારો કરે છે. ગુરુને અસુવિધા થતી જાણી વિચારની ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચી કેવળી બને છે. સીધું હવે કેમ ચલાય છે? તેના જવાબમાં કહે છે કે આપની કૃપાથી. સફાળા ચંડરૂદ્રાચાર્ય અપ્રતિપાતિ જ્ઞાનીની આશાતનાથી દુઃખી થઈ પશ્ચત્તાપ કરી તેઓ પણ કેવળી બને છે.
રાજવી માતાપિતાની પુત્રી ભાઈ સાથેના લગ્નથી દુઃખી થઈ પતિની ઈચ્છા પ્રમાણે સાધ્વી તરીકે જીવે છે. વૃદ્ધ ગુરુની સેવાવૈયાવચ્ચ કરનારી પુષ્પચૂલા પ્રતિદિન અર્ણિકાપુત્રને માટે માફક જોઇએ તેટલી ગોચરી લાવવી હોય છે.
એક વાર અર્ણિકાપુત્ર આ કેવી રીતે શક્ય બને છે તે જાણવા પ્રશ્ન પૂછે છે. તમારી કૃપાથી આ શક્ય બને છે. કેવળી તરીકે તેમને જાણી પોતાને ક્યારે કેવળજ્ઞાન થશે તેમ પૂછ્યું. પુષ્પચૂલાએ કહ્યું કે નદી તરી પેલે પાર જતાં. તેઓએ લાવેલી ગોચરી બાજુ પર રાખી નદી પાર કરવા જાય છે. દુષ્ટ દેવના ભાલાથી વિંધાઇ જાય છે. પાણીમાં પડી રહેલા