Book Title: Prabuddha Jivan 1993 Year 04 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 44
________________ ૪ પ્રબુદ્ધ જીવન પળમાં પેલે પાર — ડૉ. બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયા પ્રત્યેક જીવનું અંતિમ ધ્યેય મોક્ષ મેળવવાનું રહેવું જોઇએ. અનંતાનંત પુદ્ગલ પરાવર્તનમાં ભટકતો જીવ અવ્યવહાર રાશિમાંથી નીકળી વ્યવહોર રાશિમાં પ્રવેશે છે. આ પ્રક્રિયા નદીના પ્રવાહમાં ધકેલાતો પથ્થર ગોળ બને છે, તેના જેવી છે. નદી ધોલન્યાયે અસંખ્ય ભવો પછી જીવ જ્યારે વ્યવહાર રાશિમાં આવે ત્યારે ઉત્ક્રાંતિની શરૂઆત થયેલી ગણી શકાય. અહીંથી જીવ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચર્તુન્દ્રિય, અસંશી પંચેન્દ્રિય. સંશી પંચેન્દ્રિય ભવ મેળવવા ભાગ્યશાળી સકામ નિર્જરા થકી થઇ શકે છે. ૨૦૦૦ સાગરોપમ સમય દરમ્યાન જો તેની મુક્તિ ન થાય તો ફરીથી એકડે એક એટલે નિગોદ સુધી જવું પડે ! પરંતુ આત્માનું વીર્ય સ્ફોરવી જો તે પ્રથમ ગુણ સ્થાનકથી પગથિયાં ચઢતાં ચઢતાં, ક્ષપકશ્રેણીએ આરૂઢ થાય તો ૧૨-૧૩-૧૪ શ્રેણી ચઢી શૈલેશી સ્થિતિ પ્રાપ્ત કરી સિદ્ધશિલા પર પહોંચી જાય. આ ક્રમ જેટલો બોલવો કે વાંચવો સહેલો લાગે છે, તેટલો સહેલો નથી. કારણ કે, આપણે અસંખ્ય પુદ્ગલ પરાવર્તનો થયા છતાં હજી સંસારમાં રખડી રહ્યાં છીએ. ક્ષપકશ્રેણીની જેમ બીજી શ્રેણી ક્ષયોપશમિક શ્રેણી છે, જ્યાં ૧૦માં ગુણસ્થાનકથી પણ પડવાની સંભાવના રહે છે અને તે પ્રથમ ગુણસ્થાનકે પણ પહોંચી જાય. તેથી યથાર્થ કહેવાયું છે કે, ‘ભાવના ભવનાશિની', ‘ભાવના ભવોદધિ જહાજ’, ‘ભાવના ભવ ઔષધિ’, ‘ભાવના મોહ વિનાશિની', પ્રસ્તુત લેખમાં કેટલાંક એવાં દ્રષ્ટાન્તો જોઇશું કે જેમાં તે ભવ્ય જીવને હૃદયમાં તીવ્ર વેદના થતાં, ઝાટકો કે ખટકો થતાં મોક્ષ પામી જાય છે, તીવ્ર પશ્ચાત્તાપ કે અપૂર્વ પરિણતિથી. મરુદેવીમાતાને પ્રથમ સ્થાન આપીએ. પૂર્વ ભવમાં તેઓ કેળ હતા, તેની લગોલગ બાવળના કાંટાનું વૃક્ષ હતું. પવન સાથે તે કાંટા ભોંકાતા કેળનું પાન પરિષહ સહન કરતું. ત્યાંથી તે જીવ નિર્જરા થકી મરુદેવી તરીકે જન્મ લે છે. કોઇ પણ જાતના અનુષ્ઠાનો કર્યા નથી. પોતાનો પુત્ર ઋષભ તેના સામું પણ જોતો નથી, તે ઉદ્વેગથી ૧૦૦૦ વર્ષો રડી રડીને આંખનું નૂર ગુમાવી દે છે. હાથી પર બિરાજી ઋષભદેવ જે તીર્થંકર બન્યા છે, તેની ઋદ્ધિ જોવા જતાં પુત્રમોહની નિરર્થકતા પર ભાવના ભાવતા મોક્ષનગરીના દ્વારે પુત્રની પહેલાં પહોંચી ગયા ! પુત્ર પ્રત્યેનો મોહ નષ્ટ થતાં, વિવેક પ્રગટ્યો, પછી આત્મલક્ષી શુદ્ધોપયોગ અને સીધું કર્મક્ષય-મુક્તિ. તેનો પુત્ર ભરત ચક્રવર્તિ સ્નાનાગારમાં અંગુલિ ૫૨થી વીંટી પડી જતાં વિચારે છે કે બાહ્ય પરિસ્થિતિથી તે સુંદર છે કે આંતરિક આત્મગુણથી ? અનિત્ય ભાવે ચઢી જતાં કેવળજ્ઞાન સુધી પહોંચી જાય છે. તેના બીજા ભાઇ બાહુબલી તેનું ચક્રવર્તિપણું સ્વીકારતા નથી. દેવેન્દ્રની સમજાવટથી અનેક નિર્દોષ સૈનિકોનું મૃત્યુ ટાળી પ્રથમ નેત્રયુદ્ધ, પછી બાહુયુદ્ધ વગેરે યુદ્ધો પછી મસ્તક પરથી બાહુબલી આયુધ લેવા કટિબદ્ધ થાય છે. મસ્તક પર હાથ જતાં પોતે અણગાર છે, તેનું ભાન થાય છે. લાંબા તપથી તેના શરીર પર વેલા તથા દાઢી વગેરેના વાળમાં પક્ષીઓએ માળા કર્યા છે. તે પછી યુદ્ધથી અટકી ગયા. છતાં પણ કેવળજ્ઞાન દૂરનું દૂર જ રહે છે. ભગવાન ઋષભદેવ પોતાની બે પુત્રી બ્રાહ્મી અને સુંદરીને મોકલે છે. ‘ગજ થકી ઉતરો રે વીરા' એ સંબોધનથી પોતે અભિમાન રૂપી હાથી પર બેઠા છે, તેનું ભાન થતાં અનિત્યાદિ ભાવના ભાવતા કેવળજ્ઞાન મેળવે છે. એક વર્ષ સુધી જળ વગરના ચોવિહાર ઉપવાસ તથા કાર્યોત્સર્ગ કર્યો હોય છે. ભગવાન મહાવીરસ્વામીના અગિયાર ગણધરોમાં વડેરું સ્થાન ભોગવનારા, પોતાના અધિક જ્ઞાનથી ફૂલીને ફાલકો થનારા ગણધર ગૌતમસ્વામી ભગવાનના અનન્ય ભક્ત તથા વિનીત શિષ્ય હોવા છતાં કેવળજ્ઞાન નથી મેળવી શકતા! ચાર જ્ઞાનના ધારક તથા પ્રશ્નોના પ્રત્યુત્તર જાણતા હોવા છતાં પણ ભગવાનના મુખે સાંભળતા ગૌરવ અનુભવતા. તેના ૫૦,૦૦૦ શિષ્યો કેવળી થઇ ગયા હતા, જેના મસ્તક પર હાથ મૂકે તે કેવળજ્ઞાન મેળવતા. ભગવાનના દેહાંત સમયે દેવશર્મા બ્રાહ્મણને બોધવા મોકલે છે. સ્નેહનો છેલ્લો તંતુ, જે અવરોધક હતો, તે તૂટી જતાં તા. ૧૬-૪-૯૩ અને તા. ૧૬-૫-૯૩ મોહથી મુક્ત થઇ કેવળી થયા. ‘અનંતલબ્ધિ નિધાન' ગૌતમસ્વામી જંઘાચરણ લબ્ધિ વડે સૂર્યના કિરણો પકડી અષ્ટાપદ પર્વત પર ચઢી કેવળજ્ઞાન (નૂતન વર્ષના પ્રભાતે) પ્રાપ્ત કરે છે. પુરોહિત પુત્ર અનપઢ હોવાથી પિતાના મૃત્યુ બાદ કપિલને રાજપુરોહિત પદ ન મળ્યું. માતાના નયનમાં અશ્રુ જોઇ ભણવા કૃતનિશ્ચયી થાય છે. વિદ્યાભ્યાસમાં અંતરાય રૂપ ભોજનની પ્રક્રિયા આડી આવતી હોવાથી એક વિધવાને ત્યાં ભોજનનું ગોઠવે છે. બે નયનો મળતા પ્રેમ પ્રગટે છે, વિધવા સગર્ભા થઇ. તે માટે રાજા પાસે માંગવા જાય છે, જે માંગે તે આપું એ આશ્વાસનથી બે, ચાર, દસ, સો, હજાર, લાખ, કરોડ, આખું રાજ્ય માંગવાનો મનસુબો કરે છે. છેવટે તૃષ્ણા આકાશ જેટલી વિશાળ દેખાય છે. અનિત્ય ભાવના ભાવતા કપિલ કેવળી બને છે. પશુઓનો કાળો કકળાટ સાંભળી રાજીમતીનો હાથ ન પકડનાર નેમિકુંવર પાસે, દીક્ષિત થયેલા નેમિનાથ પાસે મસ્તકે હાથ મૂકાવી દીક્ષા લીધા પછી, એકવાર ભીંજાયેલા વસ્ત્રો સુકવતા નિર્વસ્ત્ર રાજીમતીને પૂર્વે પ્રવેશેલા રથનેમિ વિષય ભોગવવા જણાવે છે. સુંદર સોધથી પથ પર લાવેલા રથનેમિ ભગવાન પાસે ( પશ્ચાતાપપૂર્વક) આલોચના કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને રાજીમતી પણ કેવળી બને છે. હૃદયમાં લાગેલા તીવ્ર ડંખથી કેવું પરિવર્તન ! ઢંઢણકુમાર કૃષ્ણ વાસુદેવના પુત્ર હતા. અનેક કન્યાઓ સાથેના લગ્નને તિલાંજલિ આપી નેમિનાથ સ્વાર્મીજીની દેશના સાંભળી વૈરાગ્યવાસિત થઇ દીક્ષા લીધી. તેમના જોરદાર લાભાંતરાય કર્મથી જે કોઇ તેની સાથે જોડાય તે સાધુને પણ ભિક્ષા ન મળે ! પૂર્વભવ પ્રભુ પાસે સાંભળી અભિગ્રહ કર્યો કે, ‘બીજાની લબ્ધિથી મેળવેલી ભિક્ષા વાપરવી નહિ.' પ્રભુને કૃષ્ણે પ્રશ્ન કર્યો કે, આપના મુનિમાંથી મહાદુષ્કરકારી કોણ? પ્રભુએ ઢંઢણનું નામ સૂચવ્યું. ઢંઢણ જ્યારે ભિક્ષા માટે ફરે છે, ત્યારે લોકોને તેના આગમનથી નફરત થાય છે, બહાર નીકળો, કેમ આવ્યા છો ? હે ગંદાવસ્ત્રધારી ! ઓ મૂંડિયા ! તેં અપશુકન કર્યું વગેરે, તેઓ અપાર સમતામાં રહી તે વાક્યો તેમને અમૃતસમાન લાગે છે. ઢંઢણના દર્શન થતાં હાથી પરથી નીચે ઉતરી કૃષ્ણ તેમને વંદનાદિ કરે છે. તે જોઇ નજીકના ઘરવાળા ભિક્ષાર્થે બોલાવે છે. શું મારો લાભાંતરાય દૂર થયો ? મુનિએ પ્રભુને પૂછ્યું. પ્રભુએ કહ્યું, ‘ના... કૃષ્ણની લબ્ધિથી ભિક્ષા મળી છે.’ ભિક્ષાને પરઠવા તેઓ નિર્જીવ ભૂમિમાં જઇ ભિક્ષાનો ચૂરો કરતાં કરતાં પોતાના ચીકણા કર્મોનો તથા પોતાના ભારે કમ્મપણાનો તીવ્ર પ્રશ્ચાત્તાપ કરતાં જ કૈવલ્ય પામી, ધનઘાતી કર્મોનો ક્ષય થઇ ગયો ! અને મોક્ષ ! છ છ જીવોની નિર્દય હત્યા કરનાર દ્રઢપ્રહારીએ જ્યારે તેઓના જીવનના કરુણ અંતનું દ્રશ્ય જોઇ અંત લાવવા વિચાર કર્યો ત્યારે વનમાં મળી ગયેલા મુનિરાજના ઉપદેશથી સાધુ થઇ પાપ ધોવાનો મનસુબો કર્યો. તેણે પ્રતિજ્ઞા કરી કે જે દિવસે કોઇ પણ પાપ યાદ આવે તે દિવસે નિર્જલ ઉપવાસ કરવો, આ જ પ્રદેશમાં રહેવું. ભિક્ષાર્થે જનારા આ મુનિને જોઇ આ પોતાના સ્વજનનો હત્યારો છે. તેથી ખૂબ મારતા, પાપનું સ્મરણ થતાં પાછા ફરતા, ઉપવાસ કરતા, ભારે સમતાથી મારપીટ કરનારા મારા ઉપકારી એમ ગણી ઘોર ઉપસર્ગ છ માસ સહન કરી કૈવલ્ય મેળવ્યું, એકવાર જ્યારે બંધક (સ્કંદક) મુનિ જિનકલ્પની આરાધના કરતાં ત્યારે આમરણ ઉપસર્ગ તેમના ઉપર આવ્યો. ચામડી ઉતરડાઇ ગઇ છતાં ભારે સમતાથી ઉપસર્ગ સહન કરી કૈવલ્ય પામી મોક્ષે ગયા. ગરમીથી બચવા પિતાએ તેના માટે છત્રીધર રાખ્યો હતો, તે આ બંધકમુનિ. અજૈન રાજા સોમચંદ્રને રાણીએ દૂત આવ્યો એમ કહી જાગ્રત કર્યા, સગર્ભા રાણીનો પળનો પણ વિલંબ કર્યા વગર તેણે સંન્યાસ સ્વીકાર્યો,

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136