________________
પ્રબુદ્ધ જીવન
.. તા. ૧૬-૩-૯૨
આ આઠે વર્ગણાનું ભેદ સ્વરૂપ એ છે કે તે એકેક વર્ગણા એકેક કામ આપી શકે છે. આઠે વર્ગણા ચૌદ રાજલોકમાં સર્વક્ષેત્રે વ્યાપક છે. - જ્યારે આપણે બોલીએ ત્યારે ભાષાવર્ગણાના પુદ્ગલો ભાષા રૂપે પરિણમી વચનયોગ બને છે. શ્વાસ લઇએ ત્યારે તે પ્રાણરૂપ પરિણમે છે, વિચારીએ ત્યારે તે મનોયોગ બને છે.
આ રીતે પુગલદ્રવ્યમાં અનેક ભેદો છે અને વળી તે ભેદોના પણ. પાછા પ્રભેદ છે. આમ ભેદની પરંપરા છે. એ બધી ભેદ પરંપરા અનેક રીતે વિષમ છે. આમ હોવાથી પુદ્ગલ દ્રવ્ય જડની જાતિનું તો છે જ પણ તે ઉપરાંત તેમાં ખંડ ખંડ પણું, ગુણોમાં વિનાશી પણું (અર્થાત ઉત્પાદ-વ્યય, આવવા જવા પણુ, પુરન ગલન) છે. આવી અનેક વિચિત્રતા-વિવિધતા ને વિષમતા છે. આથી પુદ્ગલદ્રવ્યની ધર્મ-અધર્મને આકાશથી અસમાનતા છે. આ અસમાનતાઓ ઉપરાંત પગલદ્રવ્ય જીવથી વિરુદ્ધ છે, તે અજીવ જડ છે. બે જીવ સાથે વધારાની એ અસમાનતા વિજાતીયતા છે.
પુદ્ગલદ્રવ્ય બીજાં બધાય દ્રવ્યથી જુદું પડી જતું હોવાથી એના દ્રવ્ય ગુણને પર્યાયની પ્રક્રિયાના ભેદથી સ્વભાવ પ્રમાણે પુરન ગલન જેમાં છે તે પુદ્ગલ એવું સ્વતંત્ર નામકરણ કરવામાં આવેલ છે. જ્યારે ધર્મ અધર્મ આકાશને આત્માના ગુણભાવ સાથે કાંઇક સંબંધ હોવાને લઈને તેને અનુલક્ષીને તે તે દ્રવ્યોનું નામકરણ કરેલ છે.
જીવની સ્યાદ દશાને અને પંચાસ્તિકાયના સ્વરૂપને સમજીને આપણે ધર્મપુરુષાર્થને મોક્ષપુરુષાર્થ આદરી આત્માને પરમાત્મ
સ્વરૂપનું પ્રગટીકરણ કરી, જન્મમરણના ચક્રાવામાંથી, સુખદુ:ખના હિંદ્રમાંથી છૂટી સચ્ચિદાનંદ સ્વરૂપને પામીએ એવી અભ્યર્થના !
સમાવનાર એવાં એ સર્વોપરી દ્રવ્યમું નામ આત્મા પડ્યું. જેના પેટાળમાં સર્વ છે તે આત્મા છે.
જીવની સરખામણીમાં ધર્મ, અધર્મને આકાશ દ્રવ્યો જડ હોવા છતાં તે દ્રવ્યોમાં સમાનતા નીચે પ્રમાણે છે.
અગુરુલઘુગુણ, અક્ષયસ્થિતિ, અવ્યાબાધતા, અમૂર્તતા અને અરૂપીપણું એ ગુણો જીવ, ધર્મ, અધર્મ ને આકાશમાં સરખાં છે.
અગુરુલઘુગુણ એટલે હાનિ-વૃદ્ધિ રહિતતાસમ અવસ્થા. વધઘટ રહિતતા સમત્વ,
અક્ષયસ્થિતિ એટલે ઉત્પાદ-વ્યય રહિતતા અવિનાશિતા..
અવ્યાબાદતા એટલે શૂન્યાવસ્થા-અસર અભાવ. ચારે દ્રવ્યો એક ક્ષેત્રીય હોવાં છતાં ન તો બાધા (અસર) પામે છે કે ન તો અસર બાધા બીજાં દ્રવ્યોને પહોંચાડે છે. આમ અવ્યાબાધતા એટલે બાધ્ય બાધક ભાવથી રહિતતા.
અમૂર્તતા એટલે ધર્મ અધર્માસ્તિકાયનું ચૌદ રાજલોક પ્રમાણ. કેડે હાથ દઈ ઊભેલ પ્રદેશપિંડ પુરુષાકાર આકૃતિ-સંસ્થાન જે છે તે સદા સર્વદા એવડીને એવડી જ રહે છે. નતો તે સંકોચ પામે છે કે નતો તેનો વિસ્તાર થાય છે. આકૃતિ નાની કે મોટી થતી નથી. એટલે કે મૂર્ત મૂતર નથી માટે અમૂર્ત છે. તેના પ્રદેશપિંડનો ઘેરાવો અર્થાત હદ ને કદ ત્રણે ય કાળમાં અનાદિ અનંત સમ રહે છે. .
અરૂપીપણું એટલે ધર્મ અધર્મ આકાશનું જ સ્વરૂપ છે તે ગતિ સ્થિતિ અવગાહના પ્રદાન તે સ્વરૂપમાં કોઇ ફેરફાર કોઈ કાળે થતો નથી અથત રૂપાંતર થતાં એક જ રૂપે તે રહે છે. ' આવાં આ ગુણ, જીવ આત્મા જ્યારે પોતાના સિદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે ત્યારે તે આત્માના પ્રદેશપિંડને લાગુ પડે છે કેમકે તેની તે શુદ્ધાવસ્થા-સ્વરૂપાવસ્થા-સ્વભાવદશામાં તેની પ્રદેશપિંડ આકૃતિ ને તેના જ્ઞાન દર્શન અને આનંદ વેદનાદિ ગુણભાવો જ્યારે ક્ષાયિકભાવને 'પામ્યા ત્યારે ચાર ઘાતકર્મના ક્ષયથી અવિનાશી. સ્વાધીન, અવિકારી પૂર્ણ બન્યા. ત્યારથી જે અગુરુલઘુ આદિ ચાર ગુણ લાગુ પડી ગયા તે
જ્યારે ચાર અઘાતિકર્મોનો ક્ષય થાય છે ત્યારે તે અગુરુલઘુ આદિ ચાર ગુણો માત્ર પ્રદેશપિંડને લાગુ પડે છે. એવી અગુરુલઘુ-અક્ષય અવ્યાબાધ-અમૂર્ત-અરૂપી દશા સંસારીજીવને લાગુ નહિ પડે. આ રીતે જડ હોવા છતાં આવી સમાનતા જીવાત્માની ધર્મ-અધર્મ-આકાશ સાથે છે. જો કોઈ ભેદ-અસમાનતા ફરક હોય તો તે એટલો જ છે કે જ્ઞાયકતા-વેદકતા ગુણથી જીવાત્મા ચેતન છે, જ્યારે ઘર્મ અધર્મ આકાશ જડછે. અને બીજી અસમાનતા હોય તો તે પ્રદેશ સંખ્યા બાબત છે. ધર્મ અધર્મ આકાશ દ્રવ્યો તે એક એક દ્રવ્ય છે. જ્યારે જીવ આત્મા અનંત દ્રવ્ય છે એટલે કે એક એક આત્માસ્વતંત્રદ્રવ્ય છે ને એવાં અનંત દ્રવ્યો છે.
બીજી બાજુ પુદ્ગલ અને ધર્મ અધર્મ આકાશ દ્રવ્યો વિષે જો કોઈ સમાનતા હોય તો તેમના જડત્વગુણની અચેતનતાની જ સમાનતા છે બાકી અનેક રીતે પુદ્ગલદ્રવ્ય જુદું પડે છે જે અસમાનતા છે.
પુદ્ગલ દ્રવ્યના એક પરમાણુને પણ પુદ્ગલદ્રવ્ય કહેવાય અને એવાં ઘણાં પરમાણુ મળીને જે પુદ્ગલ સ્કંધ બને તેને ય પુદ્ગલદ્રવ્ય કહેવાય. વળી પુદ્ગલ પરમાણુ જ્યારે પુદ્ગલ સ્કંધમાં ભળે ત્યારે તે સ્કંધનો તે પુદ્ગલ પરમાણુ એક વિભાગ બની જાય છે, અંશ બની જાય છે. ત્યારે તે પુગલ પરમાણુને અંશ કે પર્યાય કહેવાય છે એ અપેક્ષાએ તે પુગલ પરમાણુને તે પુદ્ગલ સ્કંધનો દ્રવ્યાંશ પર્યાય તરીકે કહેવાય
0 સંકલનઃ સૂર્યવદન ઠાકોરદાસ ઝવેરી
પ્રબુદ્ધ જીવન (રજિસ્ટ્રેશન ઓફ ન્યુઝ પેપર્સ રુલ્સ ૧૯૫૬ના અન્વયે)
(ફોર્મ નં. ૪) પ્રબુદ્ધ જીવન” સંબંધમાં નીચેની વિગતો પ્રગટ કરવામાં આવે
/
[ ૧. પ્રસિદ્ધિનું સ્થળ : રસધારા કો. ઓ. હા. સોસાયટી,
.:૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪. ૨. પ્રસિદ્ધિનો ક્રમ : દર મહિનાની સોળમી તારીખ. ૩. મુદ્રકનું નામ : ચીમનલાલ જે. શાહ
ક્યા દેશના : ભારતીય ૪. ઠેકાણું : રસધારા કો. ઓ. હા. સોસાયટી,
: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪, ૫. પ્રકાશકનું નામ : ચીમનલાલ જે. શાહ
ક્યા દેશના : ભારતીય ઠેકાણું
: રસધારા કો. ઓ. હા. સોસાયટી
:૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪. ૬. તંત્રીનું નામ : ડૉ. રમણલાલ ચી. શાહ ક્યા દેશના
: ભારતીય : રસધારા કો. ઓ. હા. સોસાયટી,
: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪. ૭. માલિકનું નામ : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ,
અને સરનામું : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪
હું રમણલાલ ચી. શાહ આથી જાહેર કરું છું કે ઉપર આપેલી વિગતો મારી જાણ અને માન્યતા મુજબ બરાબર છે. તા. ૧-૩-૯૩
રમણલાલ ચી. શાહ
ઠેકાણું
જેમ પ્રત્યેક દ્રવ્યમાં પોત પોતાના ગુણ હોય છે. તેમ પુદ્ગલ આ દ્રવ્યમાં એકથી અધિક ત્રિકાળ પ્રાપ્ત વર્ણ બંધ રસને સ્પર્શ એવાં ચાર ગુણ હોય છે. જ્યારે તેથી વિરુદ્ધ ધર્મ અધર્મ આકાશ અને આત્માના મુખ્ય એક એક ગુણ હોય છે જે અનુક્રમે ગતિ, સ્થિતિ, અવગાહના ને ઉપયોગ લક્ષણ છે. આ ઉપરાંત પુદ્ગલ દ્રવ્યના સ્કંધોના અનેક ભેદો છે એ ભેદોનું વર્ગીકરણ મુખ્ય આઠ ભેદમાં કરવામાં આવેલ છે. એને આઠ વર્ગણા કહેવામાં આવે છે. એ આઠ વર્ગણાને ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કામણ, શ્વાસોશ્વાસ, ભાષા અને મન તરીકે ઓળખવામાં આવે છે.