________________
P
તા. ૧૬-૩-૯૩
પ્રબુદ્ધ જીવન
જામનગરના પીઢ રાજકીય નેતા, ઉદારદિલ વયોવૃદ્ધ સમાજસેવક સ્વ. કે. પી. શાહ
[] રમણલાલ ચી. શાહ
જામનગરના પીઢ રાજકીય નેતા અને ઉદારદિલ, વયોવૃદ્ધ સમાજસેવક શ્રી કાન્તિલાલ પી. શાહનું થોડા સમય પહેલાં અમદાવાદમાં ૮૬ વર્ષની વયે અવસાન થયું. તેઓ પોતાના કાન્તિલાલના નામ કરતાં કે. પી. શાહના નામથી વધુ જાણીતા હતા. જામનગર જિલ્લામાં તો ફક્ત ‘કે, પી.' એટલા બે અક્ષર જ એમની ઓળખાણ માટે પૂરતા હતા. કેટલાંક વર્ષ પહેલાં એમનો પત્ર આવેલો, પરંતુ પત્રમાં સરનામું નહોતું લખ્યું એટલે હું જવાબ લખી શકયો નહતો...તેઓ મળ્યા ત્યારે કહ્યું ‘કે. પી. શાહ, જામનગર' એટલું લખો તો પણ પત્ર મને મળી જાય. સ્વ. કે. પી. શાહની સુવાસ કેટલી મોટી હશે તે આટલી નાની વાત પરથી પણ સમજાય. સ્વ. કે, પી. શાહનું જીવન એટલે માનવતાની સુવાસથી સભર જીવન. કુશાગ્ર બુદ્ધિ, કુશળ વહીવટી શક્તિ, દીર્ઘદૃષ્ટિ, તીવ્ર સ્મરણશક્તિ, વેપાર ઉદ્યોગની ઊંડી સમજ, સાહિત્યવાંચનનો શોખ, રાજકીય પ્રવાહોનો તલસ્પર્શી અભ્યાસ, મીઠાશભર્યા સંબંધો સાચવવાની કળા, સ્વપાર્જિત ધન સન્માર્ગે વાપરવાની ભાવના, ભક્તિપરાયણતા, અધ્યાત્મરસિકતા, મૃદુભાષિતા, પરગજુપણું અને હાથ નીચેના માણસો સાથે પણ પ્રેમભર્યો વ્યવહાર વગેરે ગુણોથી એમનું જીવન મધમધતું હતું.
સ્વ. કે. પી. શાહ વતની લીંબડીના હતા. એમનો જન્મ લીંબડીમાં થયો હતો. ત્યારે એમની કૌટુબિંક આર્થિક સ્થિતિ સાધારણ હતી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીંબડીમાં લઇ તેઓ ભાવનગરની શામળદાસ કોલેજમાં જોડાયા હતા. ત્યાંથી ગ્રેજ્યુએટ થયા પછી નોકરી માટે તેઓ મુંબઇ આવીને રહ્યાં હતા. એક ખાનગી પેઢીમાં કારકૂન તરીકે એમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ તેમાં પોતાની બુદ્ધિશક્તિ અને પ્રામાણિકતાથી તેઓ સારી પ્રગતિ કરતા રહ્યા હતા. તક મળતાં તેઓ વ્યવસાય અર્થે જામનગર આવીને રહ્યાં, ત્યાં તેમની ચડતી થતી ગઇ. વખત જતાં એમણે પોતાનો સ્વતંત્ર વ્યવસાય વિકસાવ્યો. આર્થિક ઉન્નતિ ઘણી સારી થઇ અને પછી તો જામનગરને જ એમણે પોતાનું વતન બનાવી દીધું. જામનગરના સમાજજીવન સાથે તેઓ એકરૂપ થઇ ગયા.
સ્વ. કે. પી. શાહને પહેલવહેલા મેં જોયેલા ૧૯૫૩માં અલિયાબાડામાં. જામનગ૨ પાસે અલિયાબાડા નામના ગામમાં દરબાર ગોપાળદાસ મહાવિદ્યાલય તરફથી ગુજરાતી વિષયના અધ્યાપકોનું સંમેલન હતું, સ્વ. ડોલ૨૨ાય માંકડ યજમાન હતા. હું અને મારાં પત્ની ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે આ સંમેલનમાં ભાગ લેવા ગયાં હતાં. કે. પી. શાહ અલિયાબાડાના દરબાર ગોપાળદાસ મહાવિદ્યાલયના (ગંગાજળા વિદ્યાપીઠના) એક ટ્રસ્ટી હતા. એ સંસ્થાની સ્થાપનામાં એમનો મુખ્ય ફાળો હતો.
એ સંમેલનમાં કે. પી. શાહ અમને મળ્યા તે વખતે જૂની ઓળખાણ નીકળી. કે. પી. શાહ આઝાદી પૂર્વેના સમયમાં મુંબઇમાં લુહારચાલમાં રહેતા હતા. મારા સસરા શ્રી દીપચંદ ત્રિભોવનદાસ શાહ ત્યારે પ્રિન્સેસ સ્ટ્રીટમાં રહેતા હતા, તેઓ બંને ગાઢ મિત્રો હતા. તેઓ સાથે મળીને મુંબઇમાં સામાજિક કાર્યો કરતા હતા. પછી ધંધાર્થે કે. પી. શાહ મુંબઇ છોડીને જામનગર જઇને વસ્યા.
એ વાતને વર્ષો થઇ ગયાં એટલે કે, પી. શાહ અમને તો ક્યાંથી ઓળખે ? અલિયાબાડામાં આ અમારા કૌટુંબિક સંબંધનો ઉલ્લેખ તાજો થતાં કે. પી. શાહને ઘણો આનંદ થયા. જામનગર આવવા માટે એમણે અમને બહુ જ આગ્રહ કર્યો અને પોતાની ગાડીમાં અમને તેઓ જામનગર લઇ ગયા. અમે એમના ઘરે ત્રણેક દિવસ રહ્યા. જામનગ૨માં બધે ફર્યા. તદુપરાંત ઓખા, દ્વારકા, મીઠાપુર વગેરે સ્થળે ફરવા માટે પણ અમને સગવડ કરી આપી. એને લીધે અમારો આ પ્રવાસ સ્મરણીય બની ગયો હતો.
૧૧
L
વ.
L
ત
આ વાતને પણ પછી તો વર્ષો વીતી ગયાં. પરસ્પર સંપર્ક પણ ધીમે ધીમે છૂટી ગયો.
પાંચેક વર્ષ પહેલાં એક દિવસ સવારના મને ફોન આવ્યો. ‘જામનગરથી શ્રી કે. પી. શાહ અહીં આવ્યા છે, તમને મળવા માગે છે. તમારા ઘરે ક્યારે આવે ?' મેં કહ્યું. ‘કે. પી. શાહ તો અમારા વડીલ છે. મારે એમને મળવા આવવું જોઇએ.' પણ કે. પી. શાહનો આગ્રહ મારે ઘરે જ આવવાનો હતો. મેં સમય આપ્યો. તેઓ મારે ઘરે આવી પહોંચ્યા. મેં કહ્યું કે ઘણાં વર્ષો થઇ ગયાં એટલે આપને યાદ નહિ હોય, પરંતુ ઇ. સ. ૧૯૫૩માં અમે જામનગરમાં આપના ઘરે રહ્યાં છીએ. સાડાત્રણ દાયકા જેટલી એ જૂની વાત છે.’ અને આખો સંદર્ભ કહ્યો; મુંબઇ ના એમના જૂના દિવસોની પણ યાદ અપાવી. આ જાણીને કે. પી. શાહને બહુ જ આનંદ થયો. કૌટુંબિક નાતો ફરી તાજો થયો.
કે. પી. શાહે ત્યાર પછી કહ્યું, ‘હું ખાસ તો આવ્યો છું તમને અભિનંદન આપવા માટે. હું તમારું ‘પ્રબુદ્ધ જીવન' નિયમિત વાંચું છું. તમારા લેખોમાં વિષયની સારી છણાવટ હોય છે. તમે જૈન ધર્મ વિશે પણ નવા નવા વિષયો લઇ બહુ ઊંડાણથી જે લખો છો તેવું કોઇ જૈન સામયિકોમાં પણ જોવા મળતું નથી.’
મેં કહ્યું, ‘પણ અમારા ભૂતપૂર્વ તંત્રી શ્રી ચીમનલાલ ચકુભાઇ રાજદ્વારી વિષયો પર સરસ લેખો લખતા હતા. હું એવા વિષયો પર લખતો નથી એ મારી ત્રુટિ છે. રાજકારણ મારા રસનો કે અભ્યાસનો વિષય નથી.' ચીમનભાઇની વાત જુદી હતી. ત્યારનું રાજકારણ પણ જુદુ હતું.
એમણે કહ્યું, ‘તમે રાજદ્વારી વિષયો પર અભ્યાસ કરીને લખતા હોત તો પણ હું તમને સલાહ આપત કે એવા વિષયો પર લખીને તમારી કલમને બગાડવાની જરૂર નથી. ચીમનલાલ ચકુભાઇ અમાંરા લીંબડીના વતની હતાં. મારા કરતાં ઉંમરમાં સાતેક વર્ષ મોટા. તેઓ રાજકારણના માણસ હતા. સરસ લખતા. પણ હવે પહેલાં જેવું રાજકારણ રહ્યું નથી. ભ્રષ્ટાચાર, ગંદવાડ, ખટપટ, હિંસા એટલાં બધાં વધી ગયાં છે કે મેં પોતે રાજકારણમાંથી ઘણા વર્ષથી નિવૃત્તિ લઇ લીધી છે. હવે તો રાજકારણની મને સૂગ ચડે છે એટલે તમે જે વિષયો પર લખો છો તે જ બરાબર છે. હું તો ખાસ તમને અભિનંદન આપવા એટલા માટે આવ્યો છું કે ચીમનલાલ ચકુભાઇના અવસાન વખતે મેં ધાર્યું હતું કે હવે ‘પ્રબુદ્ધ જીવન' બંધ થઇ જશે. ગંભીર ચિંતનાત્મક વિષયો ઉપર લખવું એ સહેલી વાત નથી. કદાચ થોડો વખત કોઇ ચલાવે પણ ખરું પણ માનદ સેવા તરીકે આટલાં વર્ષથી તમે નિયમિત ‘પ્રબુદ્ધ જીવન’ ચલાવતા રહ્યા છો એથી મને બહુ આનંદ થાય છે.
કે. પી. શાહ સાથે પછી તો મુંબઇ, જામનગર અને ગુજરાતના સમાજજીવનની ઘણી વાતો નીકળી. એમના વાત્સલ્યભાવનો એટલો સરસ અમને અનુભવ થયો કે અમે પણ એમનાં સંતાનોની જેમ ‘બાપુજી’ કહીને બોલાવવા લાગ્યા. કે. પી. શાહનો દ૨ વર્ષે એક બે વખત મુંબઇમાં આવીને રહેવાનો નિયમ, એમનાં એક પુત્રી રંજનબહેન અમદાવાદમાં રહે, બીજાં પુત્રી રમીલાબહેન મુંબઇમાં રહે. ઋતુની અનુકૂળતા અને તબિયતને લક્ષમાં રાખી ઘણો ખરો વખત જામનગરમાં પુત્ર અરવિંદભાઇ સાથે રહે અને પછી અમદાવાદ, મુંબઇ આવે. જ્યારે મુંબઈ આવે ત્યારે મારે ઘરે પોતે જ આવવાનો આગ્રહ રાખે. આવડા મોટા માણસ છતાં જરા પણ મોટાઇ વરતાવા ન દે. નિરાંતે બેસે અને ઘણા અનુભવો કહે.
જામનગરમાં જઇને વસવાટ કર્યા પછી આર્થિક દૃષ્ટિએ નિશ્ચિત થતાં કે. પી. શાહે જાહેર પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવાનું ચાલું કર્યું હતું. ત્યારે તો જામનગરનું દેશી રાજ્ય હતું. આઝાદી પછી દેશી રાજ્યોનું વિલીનકરણ થતાં સૌરાષ્ટ રાજ્યમાં ઢેબરભાઇના વખતમાં કે. પી. શાહ એક યુવાન તેજસ્વી કાર્યકર્તા તરીકે ઝળકવા લાગ્યા હતા. કે. પી. શાહની વહીવટી શક્તિ અને સૂઝનો પરિચય તો લોકોને વધુ
२