________________
તા. ૧૬-૨-૯૩
પ્રબુદ્ધ જીવન
અખિલમાં બ્રહ્મનું વિલાસ જોતા નરસિંહનું આ દર્શન અનુપમ, ભવ્ય અને અદભુત છે. બ્રહ્મવિલાસની ગતિશીલતાનું સંકેતસભર વૃક્ષ ચિત્ર નરસિંહની દ્રષ્ટિથી જોઈએ તો તે ચિત્તમાં એવું તો ઊતરી જાય કે આપણે પછી વૃક્ષને એ રીતે જ જોયા કરીએ. નરસિંહની પંક્તિની એટલી અસરકારકતા છે. આ રીતે અખિલમાં બ્રહ્મવિલાસ જોતા નરસિંહનું દર્શન કેવલાદ્વૈત વેદાન્તનું છે. હવે જ્યારે નરસિંહ કહે કે :
‘શિવ થકી જીવ થયો એ જ આશે.”
ત્યારે તે જીવ અને શિવ, અર્થાત્ આત્મા અને પરમાત્માના અદ્વૈતનો, કેવલાદ્વૈતનો જ મર્મ પ્રગટ કરે છે. અહીં તે વેદાંત સમાયેલું, છે. અહીં નરસિંહ “એ જ આશે’ કહે છે તે કઈ આશા ! એક તો આ વિવિધતાની રચના કરવાની અને બીજી અનેક રસ લેવાની. વળી આ વેદાંતદર્શન વ્યક્ત કરતાં તે કહે છે:
જૂજવે રૂપ અનન્ત ભાસે.” વિશ્વના જે વિવિધ ભેટવાળાં દેખાતાં આ જૂજવાં રૂપો વચ્ચે નરસિંહને એકમાત્ર બ્રહ્મ અનન્ત રૂપે દેખાય છે. તે અનન્ત રૂપો એક જ ચૈતન્યવિલાસનાં રૂપો છે. તેથી તેનું ચિત્ત એ બાહ્ય રૂપભેદ ન જોતાં બ્રહ્મના અનન્ત ચૈતન્ય વિલાસનાં રૂપોરૂપે જુએ છે અને તેમાં તદરૂપ થઈ જાય છે. તેને વિશ્વ સમગ્ર આ સ્વરૂપે દેખાય છે. એવો આ બ્રહ્મદર્શી નરસિંહ જ ગાઈ શકે :
‘ચિત્ત ચૈતન્યવિલાસ તદૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.'
બ્રહ્મના ચૈતન્યવિલાસરૂપ જગતની લીલામાં એક જીવ બીજા સાથે ક્રિયા કરે છે તેને નરસિંહ માર્મિક સૂક્ષ્મ દૃષ્ટિથી બ્રહ્મના એક સ્વરૂપનાં બીજાં સ્વરૂપ પાસેનાં લટકાંરૂપે-લીલારૂપે જુએ છે. નરસિંહનું આદર્શન કેટલું ગહન છે! તેની દૃષ્ટિ જીવોને જીવરૂપે નહિ, બહ્મરૂપે જુએ છે તે દર્શાવે છે કે તે બ્રહ્મદર્શન પામેલો છે. આ સ્વીકારવું પડે તેવી, પ્રત્યક્ષીકરણથી તાદૃશ એવી તેની દર્શનપૂત વાણી છે. બ્રહ્મ ના ચૈતન્યવિલાસની બ્રહ્માંડવ્યાપી લીલારૂપે સકળ વિશ્વનું નરસિંહ દર્શન પામેલો છે. શંકરે પ્રસન્ન થઈ નરસિંહને કૃષ્ણની રાસલીલાનું દર્શનનું કરાવ્યાનું જે કહેવાય છે તે રાસલીલા તે જ બ્રહ્મચૈતન્યની બ્રહ્માંડવ્યાપી અનન્ત લીલા એવો મર્મ તારવી શકાય, આત્મા-જીવમાત્ર બ્રહ્મ જ છે તે જોનારને સર્વત્ર બ્રહ્મચૈતન્યની લીલા દેખાય તે સહજ છે. આ દર્શનમાંથી પ્રગટતું એક અખિલવ્યાપ્ત ગતિશીલ ચિત્ર તે આપણાં ચિત્તમાં રમતું કરતાં ઉગારે છે :
દેહમાં દેવ તું, તત્ત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.” પ્રત્યેક જીવ અને પંચમહાભૂત બ્રહ્મ જ છે તે તો તેણે કહ્યું, પણ હવે નરસિંહને એક નવું તત્ત્વ સંભળાય છે-શબ્દ એટલે નાદનું. અત્યાર સુધીના લગભગ બધા કલ્પનો દૃશ્ય છે, અહીં તે શ્રવ્ય કલ્પન સર્જે છે. અખિલ બ્રહ્માંડમાં જ્યાં નરી શૂન્યતા, નિઃશબ્દતા, નીરવતાનો સમસમાકાર હતો ત્યાં શબ્દ-નાદ ક્યાંથી પ્રગટ્યો !
આશ્ચર્યમાં સ્તબ્ધ, નિરુત્તર કરી દે તેવો પ્રશ્ન છે. નરસિંહ પાસે તેનો ઉત્તર છે. તે પણ બ્રહ્મ છે, જેનો દિવ્ય સાક્ષાત્કાર નરસિંહને થયો છે. બ્રહ્મ અને નાદ-શબ્દની સમાનતા વિચારવા જેવી છે. બંને સમાન અપરિમેય, વ્યાપક, અપ્રત્યક્ષ અને ચિરંતન-શાશ્વત છે. આ અનુભૂતિ અને દર્શન કેવળ અ-લૌકિક અને દિવ્ય જ ગણાય. નાદ બ્રહ્મનો પ્રાચીન વિચાર નરસિંહના સંસ્કારમાં છે તેમ સ્વકારીને પણ, પંક્તિની અભિવ્યક્તિમાં તે સંસ્કારના આત્મસાત થયેલા દર્શનનો, અનુભૂતિનો રણ કો તેની વાણીમાં સંભળાય છે. સૃષ્ટિના પ્રારંભની અખિલવ્યાપ્ત નીરવતામાં શબ્દ અવાજની સમગ્ર પરિસ્થિતિનું આકલન જે કલ્પના સમૃદ્ધ ચિત્ત કરી અનુભૂતિ પામી શકે તે જ ચિત્ત નરસિંહની અનુભૂતિની અભૂતતાના આશ્ચર્યથી છલોછલ થઈ છલકાઇ જાય. દર્શન, અનુભૂતિ અને કલ્પના સમૃદ્ધ સર્જકતાનો પાવન અને ઉદાત્ત ત્રિવેણી સંગમ કેવો આફ્લાદક છે ! નાદને રૂપ કે આકાર નથી જેમ બ્રહ્મને નથી. બંનેની અનુભૂતિ આંતર ચૈતન્યથી ૫માય, નાદ અવિનાશી અને અન છે તેથી તેને પ્રાચીનોએ યોગ્ય રીતે જ બ્રહ્મ કહ્યો છે. અવાજ વિશે વિજ્ઞાને જે ૨૦મી સદીમાં શોધ્યું તે નરસિંહ ૧૫મી સદીમાં અનુભૂતિથી ઉગારે છે. તેનું બ્રહ્મનું દર્શન અને તેની અનુભૂતિ કેટલાં અખિલ વ્યાપ્ત છે તે સમજી શકાશે. નિઃશંક તે ક્રાન્તષ્ટા જ્ઞાની કવિ છે તે સ્વીકારવું પડે તેવી તેની વાણીથી પ્રતીતિ થાય છે. પૂર્ણનું અખિલ
દર્શન કર્યા વિના કોણ આ અનુભવે ! અને વરદાન પામેલા કવિત્વ વિના ચૈતન્યના રણકારવાળી આવી વાણી કોણ ઉગારી શકે ! જેની આંતર દૃષ્ટિ ઊઘડી છે, જેને બ્રહ્મનું દર્શન થયું છે અને જેના ચૈતન્યમાં તે ઝંકૃત થઈ રહ્યું છે તે નરસિંહ જ ને ! આ આંતર દૃષ્ટિ ઊઘડ્યા વિના બ્રહ્મદર્શન ન થાય. આવી દૃષ્ટિ કોની, ક્યારે ઊઘડે તે વિશે નરસિંહ કહે છે કે જે અંદરથી જાગી જાય અને જગતના સ્વરૂપને પામી જાય તેને જ. તે પોતાની આ જાગ્રત દૃષ્ટિથી જે જુએ છે તેની વાત કરે છેઃ
“જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે.'
નરસિંહની જેમ જેને આ જગતની દેખાતી લીલા ઊંઘમાં, એટલે અજ્ઞાનથી, સ્વમમાં દેખાતી અટપટી, મિથ્યા લીલા, (ભોગ) દેખાય તેવા જાગ્રત આત્માને, જ્ઞાન દૂષ્ટિ ઊઘડી જતાં બ્રહ્મજ્ઞાન થાય. પછી તે જગતને બાહ્ય રૂપે ન જુએ. તેનું બાહ્ય રૂપ તેને મિથ્યા લાગે. તેને તો સર્વત્ર એક, અવિનાશી અને અનન્ત બ્રહ્મના ચૈતન્યનો વિલાસ દેખાય.
આ જગતનાં જૂજવાં રૂપો, પંચમહાભૂત બ્રહ્મનું સર્જન છે, અને તે અણુઅણુથી તેને વળગેલાં છે. એટલે મર્મ એ છે કે જીવમાત્ર અને પંચમહાભૂત, બ્રહ્મ જ છે. સર્વત્ર અદ્વૈત છે.નરસિંહને આ દેખાય છે, તેથી કહે છે: પંચમહાભૂત પરિબ્રહ્મથી ઉપન્યાં, અણુઅણુમાં રહ્યાં તેને વળગી;”
અને આ અગમ્યઅગોચર વાત આપણા મનમાં ઉતારવા તે તરત એક સરસ દૃષ્ટાંત આપે છે :
“ફૂલને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થડી ડાળ નવ હોય અળગી.”
થડ વિના ડાળનું, ડાળ વિના ફૂલનું અને ફૂલ વિના ફળનું જેમ અસ્તિત્વ નથી, તેમ વિવિધ રૂપોનું અસ્તિત્વ પરિબ્રહ્મના ચૈતન્યવિલાસ વિના નથી. દરેક રૂપ-જીવ-પરિબ્રહ્મના ચૈતન્યનું સર્જન છે અને તે તેનાથી અળગુ નથી, બલકે તેને વળગેલું છે. પરિબ્રહ્મ અને જૂજવાં દેખાતાં રૂપો તત્ત્વત : એક જ છે તે વેદાંતનો અદ્વૈતનો ગહન મર્મ નરસિંહ કેટલી સાહજિકતાથી આપણી ચેતનામાં સ્થાપી દે છે! હવે તે જીવ અને શિવ, આત્મા, પરમાત્મા અને પરિવાબ એક જ છે તે અદ્વૈતની વાત, આપણા નિત્યના અનુભવથી સમજાવે છે :
વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ શાખ દે, . કનક કુંડળ વિશે ભેદ હોય;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.”
જુદા જુદા આકારના દાગીનાનું મૂળ તત્ત્વ તો હેમ જ છે ને ! આ રીતે જગતનાં ભિન્ન ભિન્ન રૂપો, નામરૂપે, આકારરૂપે ભલે જૂજવાં હોય, પણ તેમાનું મૂળ ચૈતન્ય તત્ત્વ તો એક અને અવિનાશી બ્રહ્મ જ છે. આ વેદાંત દર્શનનો મર્મ નરસિંહે જે બતાવ્યો તે એ કે, આ જૂજવાં રૂપોનો પરસ્પર સંબંધ બ્રહ્મનો જ હોવાનો છે અને સઘળાં રૂપો પણ અંતે એક માત્ર બ્રહ્મ ને વળગેલા છે. એટલે કે આ અખિલ વિશ્વ એકમાત્ર પરિબ્રહ્મના ચૈતન્યનો જ વિલાસ છે. સર્વત્ર અદ્વૈત છે. નરસિંહને આ દર્શન થયું છે. તેનું આ દર્શન અખિલમાં વિસ્તરેલું છે. તેની જ પંક્તિઓથી જોઈએ તો પરિબ્રહ્મના ચૈતન્યનો વિલાસ તેને પવન, પાણી, તેજ, વૃક્ષ, ભૂમિ અને આકાશમાં, એમ સર્વત્ર દેખાયો છે, અને તેથી જ તેને સર્વત્ર અદ્વૈતનું દર્શન થયું છે.
આપણી અજ્ઞાનના તમસથી ભરેલી દૃષ્ટિ આ નીરખી શકતી નથી. જેનું જ્ઞાનનું બાહમમુહૂર્ત ઊઘડ્યું છે તેવો નરસિંહ જ “ગગનમાં તે જ તું તે જ તું' એમ ઉદ્ગારી શકે. બ્રહ્મનો ઝળહળતો પ્રકાશ જેના ચિત્તમાં રેલાઇ ગયો છે તે બ્રહ્મદુશ કવિ નરસિંહને તેની પ્રત્યક્ષ અનુભૂતિની અભિવ્યક્તિ માટે દૃષ્ટાંત શોધવાં પડતાં નથી. વૃક્ષને પત્ર, ફૂલ, ફળ ફૂટે તેમ સાહજિક રીતે તેની વાણીને દૂતો જાણે તે ફૂટે છે. બ્રહ્મના ઝળહળતા, નિરાકાર, અવિચળ સ્વરૂપની અકળ અદ્ભુતતાના અનુભવને પ્રત્યક્ષ કરાવતાં કહે છે : ‘બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જેવળી,અચળ ઝળકે સદા વિમલ દીવો.’
બ્રહ્મની ઝળહળ જ્યોતની અદ્દભુતતા જોવા, અનુભવવા આપણી ભૌતિક ઇન્દ્રિયો ખપ ન લાગે. કારણ એ છે કે તે આકાર વિનાનો, અગોચર, સદા ઝળકતો, વિમલ દીવો બત્તી વિના, તેલ વિના, સૂત્ર વિના નિત્ય નિરંતરે ઝળક્યા જ કરે છે. તે દીવો, તેનો ઝળહળ છે ? .