Book Title: Prabuddha Jivan 1993 Year 04 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 18
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૨-૯૨ સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે મનુષ્ય જાતિના વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ માટેનો વપરાશ પણ ઘણો વધી ગયો છે. માણસ ભોગવી શકે તેના કરતાં તેની પાસે વધુ વસ્તુઓ હોય છે. એને કારણે પણ દુનિયામાં અળશ ઘણી વધી ગઈ છે, ઘર મોટું હોય તો માણસને જૂની વસ્તુઓ જલદી કાઢવી ગમતી નથી. સંઘર્યો સાપ પણ કામનો એ માન્યતા હજુ ઘણા સ્થળે જોવા મળે છે. ભારતનાં સરકારી દફતરો એનાં ઉત્તમ ઉદાહરણ છે. બીજી બાજુ કામની ચીજવસ્તુઓ પણ નાખી દેવાની સમૃદ્ધ દેશોમાં પ્રથા પડી ગઈ છે. ત્રણ દાયકા પહેલા હું જ્યારે પહેલીવાર અમેરિકા ગયો ત્યારે એક રેસ્ટોરામાં ઠંડુ પાણી પીધા પછી એની બાટલી કાઉન્ટર પર આપવા ગયો ત્યારે તેઓએ મને તે પાસે રાખેલી કચરાની પેટીમાં નાખી દેવાનું જણાવ્યું. મને બહુ આશ્ચર્ય થયું. આટલી સરસ બાટલી કચરાની અંદર તે નાખી દેવાતી હશે ? તરત માન્યું નહિ પણ પછીથી ખાત્રી થઈ કે એ દેશમાં તો બધા જ લોકો ખાલી થયેલી બાટલી કચરામાં જ નાખી દે છે. દેશની સમૃદ્ધિનો તે પરિચય કરાવે છે. ઘણા સમૃદ્ધ દેશોમાં હાથ ધોયા પછી હાથરૂમાલ વાપરવામાં આવતા નથી. પરંતુ પેપર નેપકીન રાખવામાં આવે છે. હાથ સાફ કર્યા પછી તે કચરામાં નાખી દેવામાં આવે છે. સ્વચ્છતા પૂરી જળવાય અને ચેપી જીવાણુઓ લાગી ન જાય એ માટે આવો ઉપયોગ તેઓ જરૂરી માને છે, છતાં એના કચરાનો પ્રશ્ન ઘણો મોટો બની જાય છે. ધનાઢય દેશોમાં કચરાનું એક મોટું નિમિત્ત તે બિન જરૂરી ટપાલનું છે. એનJunk Mail-‘કરચરાટપાલ” કહેવામાં આવે છે. ભારતમાં પણ એવી કચરા ટપાલ ચાલુ થઇ ગઈ છે. મોટી મોટી કંપનીઓ પોતાની ચીજ વસ્તુઓની જાહેરાત માટે, નવા શેરની અરજી માટે, ટેલિફોન ડિરેકટરીમાંથી કે સંસ્થાઓના સભ્યોની યાદીમાંથી અથવા અન્ય કંપનીઓના શેરહોલ્ડરોની યાદીમાંથી નામ સરનામાં મેળવીને તે દરેકને પોતાની ટપાલ મોકલી આપે છે. આવું ખર્ચ તે કંપનીના વહીવટી ખર્ચમાં ગણાય છે અને કંપનીઓને તે પરવડે છે. એમાંથી કેટલાક ઘરાકો મળે તો પણ સારો નફો થાય છે. પરંતુ જેમને એમાં રસ ન હોય તેઓને તો રોજ કચરો કાઢવાનો શ્રમ લેવો પડે છે. કેટલાકને આવી રીતે ઘરે આવેલી ટપાલ ખોલવાનો સમય બગાડવો પરવડતો નથી. એટલે કેટલાક લોકો વગર જોયે જ એવી ટપાલ સીધી કચરાપેટીમાં નાખે છે. દુનિયાનું આ એક મોટું અનિષ્ટ વધવા લાગ્યું વોશિંગ મશીન, ટી. વી. ટેપરેકર્ડર જેવી વસ્તુઓ ફેંકી દેવામાં આવે છે. સારાં સારાં પુસ્તકો પણ વંચાઈ ગયા પછી (ક વાંચ્યા વગર પણ) કચરામાં નાખી દેવામાં આવે છે કારણ કે તે લેનાર કોઈ હોતાં નથી. (કચરામાં ગેરકાયદે જન્મેલાં બાળકો ફેંકી દેવામાં આવે છે. એ તો જુદો વિષય છે.) આવી કેટકેટલી વસ્તુઓને ફેંકી દેવાતી જોઇએ ત્યારે જીવ પણ બળે કે સમૃદ્ધ દેશોમાં સંપત્તિનો દુર્વ્યય કેટલો બધો થાય છે. કોઈકે જ્યારે પોતાની સમૃદ્ધિના ગર્વરૂપે સારી સારી વસ્તુઓ પણ પોતાના લોકો ફેંકી દે છે એવી વાતનો ઉલ્લેખ કર્યો ત્યારે મેં કહ્યું કે આમાં કશી નવાઇ નથી. આમ બનવું સ્વાભાવિક છે. એક સમયે ભારત પણ આના કરતાં વધુ સમૃદ્ધ દેશ હતો. ભારતમાં પણ સમૃદ્ધિના કાળમાં આવું બનતું હતું. અઢી હજાર વર્ષ પૂર્વે શાલિભદ્રની માતાએ રાજાને પણ ન પરવડે એવા લાખો રૂપિયાની કિંમતના રત્નકંબલ લીધા, પરંતુ બત્રીસ પુત્રવધૂઓ વચ્ચે તે સોળ જ હતાં એટલે તેના અડધા ટુકડાં કરવામાં આવ્યા અને પુત્રવધૂઓએ તે પહેરવાને બદલે પગ લૂછીને કચરામાં ફેંકી દીધા. આ તો શાલિભદ્રના કુટુંબની એક નાની વાત ગણાય. પરંતુ શ્રેણિક રાજાએ જ્યારે શાલિભદ્રના કુટુંબની મુલાકાત લીધી ત્યારે તેમણે નજરે જોયું કે શાલિભદ્રની પત્નીઓ સોનાનાં રત્નમંડિત ઘરેણાં પણ રોજેરોજ નવાં પહેરે છે અને પહેરેલાં ઘરેણાં બીજે દિવસે નહાતી વખતે કચરા તરીકે ખાળમાં નાખી દે છે. આપણા દેશમાં જૂનાં છાપાં, ખાલી બાટલીઓ, ખાલી ડબ્બા વગેરે જૂની પુરાણી વસ્તુઓ વેચાતી લઈ જનારા માણસો હોય છે. તેઓ તેને સાફ કરી ફરી ઉપયોગમાં લઈ શકાય એ રીતે વાપરે કે વેચે છે. પરંતુ સમૃદ્ધ દેશોમાં આવા બિનજરૂરી કચરાનો નિકાલ કેવી રીતે કરવો અને તે નિકાલ માટેના ખર્ચને કેવી રીતે પહોંચી વળવું એ બધા પ્રશ્નો રહેલા હોય છે. પશ્ચિમના દેશોમાં પણ Recyclyingની પ્રથા દાખલ કરવી પડી છે કારણ કે તેમ કર્યા વગર હદ્દે છૂટકો નથી. રિસાયકિતંગ માટે મોટાં કારખાનાં સ્થપાયાં છે, જેમાં કન્વેયર બેલ્ટ ઉપર પહોળો કરેલો સૂકો કચરો પસાર થાય છે અને નોકરો તેમાંથી જુદી જુદી જાતનો કચરો જુદો તારવી લે છે અને તે સાફ કરીને ફરી ઉપયોગમાં લેવાય છે. કેટલાય સ્વચ્છ, સમૃદ્ધ શહેરોમાં કચરો ગમે ત્યાં નાખી શકાતો નથી, બોર ખાઈને ઠળિયો પણ દરિયાના પાણીમાં નાખી શકાતો નથી. તેમ કરનારને ભારે દંડ ભરવો પડે છે. દંડના ભયને લીધે પછી તો સ્વચ્છતા એની ટેવ જ બની જાય છે અને વખત જતાં સ્વચ્છતાના એક પ્રકારના સંસ્કાર ઘડાય છે. ઠંડા દેશો કરતાં ગરમ દેશોમાં ધૂળ વગેરે ઊડવાને કારણે ગંદકી વધારે થાય છે એવો મત છે. પરંતુ એના કરતાં પણ અજ્ઞાનને કારણે લોકોને સ્વચ્છતાની ટેવ ઓછી હોય છે એ વધુ મહત્ત્વનું કારણ છે. દુનિયાના ગંદા મોટાં શહેરોમાં મેકિસકો કે સાઓ પાઉલોની જેમ મુંબઈ અને કલકત્તા પણ ગણાય છે.. અતિશય ગીચ વસતી, પાણીની અછત, નબળી આર્થિક સ્થિતિ વગેરે કારણો તો ખરાં જ, છતાં સ્વચ્છતાના આગ્રહનો અભાવ એ પણ એક મોટું કારણ છે. દુનિયાના ગંદા દેશોમાં ભારતની ગણના થાય છે એ ઘણી શરમની વાત છે. ગાંધીજીએ આફ્રિકાથી પાછા ભારતમાં આવીને આઝાદીનું જે આંદોલન ચલાવ્યું તેની સાથે સાથે કેટલાક રચનાત્મક કાર્યક્રમો પણ ચાલુ કર્યા. તેમાંનો એક મહત્ત્વનો કાર્યક્રમ ને સ્વચ્છતાનો હતો. ગાંધીજી પોતે પોતાના હાથે આશ્રમમાં જાજરૂ સાફ કરતા અને ગાંધીજીની પ્રેરણાથી કેટલાય ગામોમાં સ્વચ્છતાની ઝુંબેશ ઉપાડવામાં આવતી. ગ્રામ સફાઈ એક મહત્ત્વનો કાર્યક્રમ ત્યારે બની રહેલો હતો. ગાંધીજીના ગયા પછી દુર્ભાગ્યે સરકારે સ્વચ્છતાના કાર્યક્રમને બહુ મહત્ત્વ ન આપ્યું અને તેને લીધે સમગ્ર ભારતમાં ગંદકીની એક મોટી સમસ્યા ઊભી થઈ છે. . ભારતમાં સૌથી વધુ જરૂરિયાત લોકોને સ્વચ્છતાનો મહિમા સમજાવવાની છે. શહેરો અને ગામડાંઓમાં એકંદરે લોકો ગંદકીથી એટલા બધા ટેવાઈ ગયા છે કે ગંદકીની ઘણા લોકોને સૂગ પણ હોતી નથી. ગામડાંમાં કેટલાંય ઘરોમાં સ્ત્રીઓ ઝાડુ કાઢીને આંગણામાં જ થોડે દૂર કચરો નાખતી હોય છે. ગંદકીને કારણે દુર્ગધ ફેલાય છે અને રોગચાળો થાય છે એ બાબત પ્રત્યે લોકોનું કુદરતી દુર્લક્ષ્ય જોવા મળે છે, કારણકે એ વિશે તેમનું અજ્ઞાન છે. ગરીબી સાથે ગંદકી સંકળાયેલી હોય છે તેમ છતાં જો સ્વચ્છતાનો મહિમા તેમને સમજાવવામાં આવે તો ગંદકી દૂર થાય. કેટલેક સ્થળે તો માણસો દુકાન કે શેરીના ઓટલે આંખો દિવસ નવરા બેઠાં હોય, પરંતુ શેરી સ્વચ્છ રાખવાની સભાનતા હવે તો કેટલાક દેશોમાં માત્ર Junk Mail જ નહિ, Junk Telephone પણ ચાલુ થઈ ગયા છે. ઘરે ટેલિફોનની ઘંટડી વાગે રિસિવર ઉપાડવામાં આવે તો કોઈ કંપનીની જાહેરખબરનું રેકોર્ડિંગ વાગતું સાંભળવા મળે. કોમ્યુટરની શોધ પછી કોમ્યુટર જ ટેલિફોન ડિરેકટરીના આપેલા નંબરો પ્રમાણે દરેકને ફોન કરતું જાય અને રેકોર્ડ સંભળાવતું જાય. તમારે એ રેકોર્ડ ન સાંભળવી હોય તો રિસિવર પાછું મૂકી દઈ શકો છો, પરંતુ ગમે ત્યારે ઘંટડી વાગે તો રિસિવર ઉપાડ્યા વિના છૂટકો જ નથી. છેલ્લા કેટલાક દાયકાના નિરીક્ષણ પછી સંશોધકોએ જોયું કે પ્લાસ્ટિક, નાયલોન, થર્મોકોલ વગેરે પ્રકારના પદાર્થો કચરા તરીકે માટીમાં જલદી ભળીને માટી થઇ જતાં નથી, પરંતુ વર્ષો સુધી એના એ જ સ્વરૂપે જમીનમાં રહે છે. જો આમ થાય તો ભૂમિનું પડ સરખું બંધાય નહિ. એથી બીજા કેટલાક અનર્થો પણ થાય છે. ધરતીમાં કચરાના પુરાણ તરીકે એવો કચરો જવો જોઈએ કે જે માટી સાથે ભળીને વખત જતાં માટી જેવો થઈ જાય. તો એવી નક્કર માટીમાં સારું બાંધકામ થઈ શકે. એટલે સમૃદ્ધ દેશોમાં પણ હવે પ્લાસ્ટિક, નાઈલોન વગેરે પ્રકારનો કચરો ઓછો થાય એ માટે કેટલીક જાગૃતિ આવી છે. અતિશય ધનાઢય દેશોમાં થોડી વપરાયેલી કે જૂની લાગતી ચીજ વસ્તુઓ તરત કચરામાં ફેંકી દેવાય છે, કારણ કે તેમ કરવું તેઓને સહજ રીતે પરવડે છે. વળી તે વેચવા માટે કાઢી નાખવામાં આવે તો તેના લેનાર ઘરાકો પણ હોતા નથી. અમેરિકામાં મારા પુત્રને ત્યાં હું હતો ત્યારે એક દિવસ જોયું કે એક પાડોશીએ પોતાના ઘરનો સોફાસેટ કચરાની પેટીમાં નાખી દીધો. માત્ર જૂનો જ થયો હતો. હજુ દસેક વર્ષ સહેલાઇથી ચાલે એવો એ હતો. ભારત જેવા દેશમાં જૂની વસ્તુઓની લે-વેચ કરવાનો ધંધો કરનારા, જરીપુરાણવાળા એ સોફાસેટના સહેજે હજારેક રૂપિયા આપે. આવી રીતે અમેરિકામાં અને બીજા ધનાઢય દેશમાં કચરાની પેટીમાં ખુરશી, ટેબલ, ટેબલલેમ્પ કે રેફ્રીજરેટર,

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136