________________
પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરત: વિચાર
૪૧
57. અગાઉની જેમ જ પ્રશ્ન પૂછવો જોઈએ કે અનુમાન પણ શેનું પ્રામાણ્યા જાણે છે ? – જ્ઞાનનું કે વિષયપ્રકાશનરૂપ તેના ફળનું ? ફળના પ્રામાણ્યના નિશ્ચય માટે કોઈ લિંગ જ અમને જણાતું નથી. પરંતુ જ્ઞાતાના વ્યાપારરૂપ જ્ઞાનનું લિંગ તે તે જ્ઞાનનું કાર્ય બને. કેવળ ક્રિયા સાથે ફળની વ્યાપ્તિ ગૃહીત થતી હોવાને લીધે ક્રિયાના અસ્તિત્વમાત્રનું અનુમાન કરાવવા કાર્યરૂ૫ ફળ પ્રવૃત્ત થાય પરંતુ ક્રિયાનો (જ્ઞાનરૂપ વ્યાપારના) યથાર્થતારૂપ પ્રામાણ્યનું અનુમાન કરાવવા તે પ્રવૃત્ત થઈ શકે નહિ. [ માની લઈએ કે ફળ ક્રિયાના પ્રામાણ્યનું અનુમાન કરાવવા પ્રવૃત્ત થઈ શકે છે, પણ તે પ્રશ્ન ઉદ્ભવે છે કે] પિતાના કારણભૂત જ્ઞાતૃવ્યાપારને પ્રામાણ્યનું અનુમાન કરાવનાર ફળ નિર્વિશેષણ હોય છે કે યથાર્થ તાવિશિષ્ટ (=પ્રામાણ્યયુક્ત) ? પ્રથમ પક્ષ સ્વીકારતાં ગમે તે ફળ ઉપરથી જ્ઞાનના પ્રામાશ્યનું અનુમાન થાય અને પરિણામે કઈ જ્ઞાન અપ્રમાણ રહે જ નહિ, બીજે પક્ષ પણ
ગ્ય નથી, કારણ કે ફળગત યાયાથ્યને (=પ્રામાયને) જાણવાનો કેઈ ઉપાય નથી એ અમે કહી ગયા છીએ.
58 ननु स्वानुभव एवात्रोपायः । तद्धि नीलसंवेदनतया फलं स्वत एव प्रकाशते । नीलसंवेदनत्वमेव चास्य यथार्थत्वं, नान्यत् । यद्येवं शुक्तिकायामपि रजतसंवेदने समानो न्यायः । न हि रजतसंवेदनादन्या यथार्थत्वसवित्तिरिति ।
58. મીમાંસક–અર્થ પ્રકાશનરૂપ ફળને પિતાને અનુભવ જ એને ઉપાય છે. નીલ વસ્તુના સંવેદનરૂપે ફળ પોતે જ પ્રકાશે છે. બીજુ કંઈ નહિ પણ નીલસંવેદનાત્મક્તા જ ફળનું પ્રાચાર્યું છે.
નિયાયિક- એમ હોય તે છીપમાં રજતનું સંવેદન થાય છે તેની બાબતમાં પણ આ જ તર્ક લાગુ પડે. [ અને તે કહેવું પડે કે ] રજતસંવેદનથી અન્ય યથાર્થેનું સંવેદન નથી અર્થાત રજતસંવેદન જ વાઘાણ્યે સંવેદન છે. ___59 ननु तत्र बाधकप्रत्ययोपनिपातेनायथार्थत्वमुपनीयते । नूनं चास्य मिथ्यादर्शनेषु देशान्तरे वा शुक्तिकारजतादिज्ञाने, कालान्तरे वा कूटकार्षापणादिप्रतीतो, पुरुषान्तरे वा जाततैमिरिके द्विचन्द्रप्रतीतौ, अवस्थान्तरे पीतशङ्खादिप्रतिभासे भवति बाधकप्रत्ययः । तदसत्त्वे न तच्छङ्का युक्तिमतीत्युक्तमेव ।
59. મીમાંસક–છીપમાં રજતનું જે સંવેદન થાય છે તેની બાબતમાં તે આવી પડેલું બાધક જ્ઞાન તેનામાં અયથાર્થતા લાવે છે. અને ખરેખર બ્રાન્ત જ્ઞાનમાં બાધક જ્ઞાન થાય છે, છીપમાં રજતના પ્રાન્ત જ્ઞાનનું બાધક જ્ઞાન દેશાન્તરમાં (અર્થાત્ નજીક જતાં) થાય છે, ખોટા સિકકામાં સાચા સિકકાના બ્રાન્ત જ્ઞાનનું બાધક જ્ઞાન કાલાન્તરે થાય છે, જન્મથી જ તમિરિક રોગવાળાને થતા બે ચન્દ્રના ભ્રાન્ત જ્ઞાનનું બાધક જ્ઞાન બીજ પુરુષમાં થાય છે, પીળીયાના રોગીને થતા પીળા શંખના બ્રાન્ત જ્ઞાનનું બાધક જ્ઞાન અવસ્થા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org