________________
બાધ એટલે વિષયાપહાર
130. વળી, તમે પ્રાભાકરેએ જે કહ્યું કે “બધા દાર્શનિકે સ્મૃતિપ્રમોષ સ્વીકારે છે જ, પરંતુ યશ તે પ્રાભાકરોને મળે છે એ બાબતમાં કહેવાનું કે બીજા દાર્શનિકોનું તો જે છે તે ખરૂ પણ અમે તે સ્મૃતિમાં આવેલ રજતાકારના પ્રતિભાસની વાત કરતાં
સ્મૃતિપ્રમોષને ખરેખર સ્વીકારીએ છીએ. પરંતુ બુદ્ધિ ત્યાં જ અટકી જતી નથી પણ રજતાદિને અનુભવ પણ સંવેદાય છે. એટલે, કેવળ સ્મૃતિપ્રમોષે જ અટકી ન જવું જોઈએ. નિષ્કર્ષ એ કે વિરીખ્યાતિપક્ષ જ નિર્દોષ છે.
131. यस्तु बाधप्रकारः प्राग्विकल्पितः तत्र सहानवस्थानसंस्कारोच्छेदादिपक्षा अनभ्युपगमेनैव निरस्ता इत्यस्थाने कण्ठशोष आयुष्मताऽनुभूतः । विषयापहारस्तावदस्तु बाधः । विषयस्य च न प्रतिभातत्वमपहियते किन्तु प्रतिभातस्यासत्त्वं ख्याप्यते इत्यपहारार्थः । असत्वमपि नेदानीमुपनतस्य ख्याप्यते येन पूर्वदृष्ट द्रुघणभग्नकुम्भाभावप्रतिभासवदबाधः स्यात् । न च तदानीमध्यभावग्रहणे वस्तुनो द्वयात्मकत्वमाशङ्कनीयं, पूर्वावगताकारोपमर्दद्वारेण बाधकप्रत्ययोत्पादात् , यन्मया तदा रजतमिति गृहीतं तद्रजतं न भवति, अन्यदेव तद्वस्त्विति ।
131. વિકો ઊભા કરી બાધપ્રકારનો તમે પ્રાભાકરોએ વિચાર કર્યો છે. તેમાં સહાનવસ્થાન, સંસ્કારો છેદ વગેરે વિકલ્પ અસ્વીકાર્યું હોવાને કારણે નિરરત થઈ જ ગયા છે, એટલે આપે નકામું ગળું સૂકવું. બાધ એટલે વિષયાપહાર જ હે. વિષયની પ્રતિભાતતા દૂર થતી નથી પરંતુ જે વિષય પ્રતિભાત થયો હોય છે તેનું અસત્વ જણવાય છે–આ છે અપહારને અર્થ. પહેલાં ભ્રાતિકાળે ઉપસ્થિત થયેલ વસ્તુનું અત્યારે ( બાધકાળ) અસ૨ [છે એમ] જણાવાતું નથી, જેથી પૂર્વ દષ્ટ દૂઘણુભગ્ન કુંભના અસત્ત્વની જેમ તેને બાધ ન થાય. પહેલાં ( બ્રાન્તિકાળ) અનુભવેલ વસ્તુનું તે જ કાળે (=ભ્રાતિકાળે) અસત્વ [હતું એમ ગ્રહણ કરતાં એક વસ્તુમાં એક કાળે ભાવત્વ અને અભાવત્વ એ બે સ્વભાવ માનવા પડશે એવી આશંકા કરવી ન જોઈએ કારણ કે પૂર્વ જાણેલા (=અનુભવેલા) આકારને દબાવીને બાધક જ્ઞાન ઉત્પન્ન થાય છે, [જેમ કે તે વખતે (= બ્રાન્તિકાળ) જે વસ્તુને મેં રજત કહી ગૃહીત કરી હતી તે (તે વખતે) રજત ન હતી, કેઈ બીજી જ વસ્તુ હતી.
132. ननु स्वकालनियतत्वात् ज्ञानानां कथमुत्तरस्य ज्ञानस्य पूर्वज्ञानोत्पादकालावच्छिन्नतद्विषयाभावग्रहणसामर्थ्यम् ? किं कुर्मः ? तथा प्रत्ययोत्पादात् । न भग्नघटवदिदानी तन्नास्तिता गृह्यते, अपि तु तदैव तदसदिति प्रतीतिः । यथा च न वर्तमानकनिष्ठा एव विषयप्रतीतयस्तथा क्षणभङ्गभङ्गे वक्ष्यामः ।
132. પ્રાભાકરની શંકા – જ્ઞાને તે પિતા પોતાના કાળમાં જ નિયત છે, તે પછી પૂર્વજ્ઞાનોત્પત્તિકાળથી વિશિષ્ટ પૂર્વજ્ઞાનવિષયના અભાવને ગ્રહણ કરવાનું સામર્થ્ય ઉત્તરજ્ઞાનમાં ક્યાંથી હોય ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org