________________
૧૪૦
વૈશેષિકોને શત્પત્તિપક્ષ
239. तत्रभवतां वैशेषिकाणां च शब्दस्य श्रवणे तावदेषा तुल्यैव कल्पना । संयोगाद्वा विभागाद्वा शब्द उपजायते । जातश्चासौ तिर्यगूर्ध्वमधश्च सर्वतोदिकानि कदम्बगोलकाकारेण सजातीयानि निकटदेशानि शब्दान्तराण्यारभते तान्यपि तथेत्येवं वीचीसन्तानवृत्त्यारम्भप्रबन्धप्राप्तोऽन्त्यः श्रोत्राकाशजन्मा शब्दस्तत्समवेतस्तेनैव गृह्यते इति ।
239. એમાં આપની (નૈયાયિની) અને વૈશેષિકેની શબ્દને સાંભળવાની પ્રક્રિયા ની કલ્પના તુલ્ય જ છે. સંગ કે વિભાગથી શબ્દ ઉત્પન્ન થાય છે. [દંડને નગારા સાથે સંગ થતાં શબ્દ ઉત્પન્ન થાય છે. વળી, જ્યારે ડાળી તૂટી પડે છે ત્યારે તેને વૃક્ષના થડથી વિભાગ થાય છે અને શબ્દ ઉત્પન્ન થાય છે.] ઉત્પન્ન થયેલે શબ્દ તિરછી દિશામાં, ઊર્વ દિશામાં, અધ દિશામાં એમ બધી દિશાઓમાં કદમ્બના કુલના ગલકાકારે પિતાની નજીકના દેશમાં પોતાના જેવા બીજા શબ્દોને ઉત્પન્ન કરે છે, તે બીજા શબ્દ પણ એ જ રીતે વળી બીજા શબ્દોને ઉત્પન્ન કરે છે અને એ પ્રમાણે જલતરંગોની જેમ નવા નવા શબ્દોની ઉત્પત્તિઓની હારમાને છેલે શબ્દ જે શ્રોત્રાકાશમાં જન્મીને સમવાયસંબંધથી રહે છે તે જ શ્રોત્રાકાશમાં ગૃહીત થાય છે. 240. રઢિયં તવતિઘરા ઘના /
शब्दः शब्दान्तरं सूते इति तावदलौकिकम् । कार्यकारणभावो हि न दृष्टस्तेषु बुद्धिवत् ॥ जन्यन्तेऽनन्तरे देशे शब्दैः स्वसदृशाश्च ते । तिर्यगूर्वमधश्चेति केयं वः श्रद्दधानता ॥ शब्दान्तराणि कुर्वन्तः कथं च विरमन्ति ते । न हि वेगक्षयस्तेषां मरुतामिव कल्प्यते ॥ कुड्यादिव्यवधाने च शब्दस्याकरणं कथम् ।
व्योम्नः सर्वगतत्वाद्धि कुड्यमध्ये व्यवस्थितिः ॥ अथावरणात्मककुड्यादिद्रव्यसंयोगरहितमाकाशं शब्दजन्मनि समवायिकारणमिष्यते, तदत्र प्रमाणं विशेषे वक्तव्यम् ।
- 240. વૈશેષિકાની આ કલ્પના અત્યંત અસ્પષ્ટ છે. શબ્દ બીજા શબ્દને ઉત્પન કરે છે એ વસ્તુ તે જગતમાં ખરેખર છે જ નહિ, કારણ કે જેમ લિંગબુદ્ધિ અને લિંગી બુદ્ધિ વચ્ચે કાર્યકારણભાવ દેખાય છે તેમ શબ્દો વચ્ચે કાર્યકારણભાવ દેખાતે નથી. શબ્દ પોતાના નિકટવર્તી દેશમાં પિતાના જેવા શબ્દોને તિર્ય, ઊર્વ અને અદિશાઓમાં ઉત્પન્ન કરે છે એમ માની લેવું એ તે કેવી તમારી શ્રદ્ધા ! અન્ય શબ્દોને ઉત્પન્ન કરતાં શબ્દ કેવી રીતે તમારા મનમાં વિરમે છે? કારણ કે પવનની જેમ વેગનો ક્ષય તેમની બાબતમાં કલ્પવામાં આવ્યો નથી, અને ભીંત વગેરેના વ્યવધાન છે. શબ્દની અનુપતિ કેમ થાય ? કારણે કે બાકાશ સર્વગત હાઈ ભીંતમાં પણ તે રહેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org