Book Title: Nyayamanjari Ahanika 03
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 178
________________ શ્રોત્રસંસ્કાર ૧૬૫ જે ગંધ ઉપલબ્ધ થાય છે તે બંધુકપુષ્પમાં કે મધુકપુષ્પમાં કદી ઉપલબ્ધ થતું નથી, તેથી, સમાનદેશમાં રહેલ હેવાને કારણે [બધા નહિ પણ અમુક જ શબ્દોની અભિવ્યક્તિ થાય છે, એવો નિયમ બનશે નહિ. ઉત્પન થાય છે તે જ ગૃહીત થાય છે બીજે નહિ – આ પ્રમાણે વ્યવસ્થા સ્વીકારવામાં આવતાં તે શબ્દને ભેદ(શબ્દની અનિત્યતા) પુરવાર થાય. નાદે (=વાયુઓ) વડે શબ્દને, શ્રોત્રનો કે બંનેનો સંસ્કાર ભલે થાએ પરંતુ કોઈ પણ રીતે એના દ્વારા) અમુક વ્યંજક અમુક શદને અભિવ્યક્ત કરે છે એ નિયમને નિશ્ચય થશે નહિ. જે અમુક વ્યંજક અમુક શબ્દને [– બધા શબ્દોને નહિ–] અભિવ્યક્ત કરે છે એ વ્યવસ્થા અષ્ટને કારણે છે એમ માનશો તે અમે કહીશું કે શબ્દની દેખાતી ઉત્પત્તિમાં કઈ પણ દષ્ટ બાબત વિરોધી નથી [અને તેથી તેને માનવી જોઈએ, તેને માનતાં અદષ્ટને માનવાની જરૂર નહિ રહે અને અમુક શબ્દ જે ઉત્પન્ન થાય છે તે જ ગૃહીત થાય છે એ વ્યવસ્થા સરળતાથી બનશે.] વળી, નિશ્ચલ વાયુને અપનયનથી અતિરિક્ત કોઈ શ્રોત્રસંસ્કાર છે નહિ. અને તેમાં (અર્થાત નિશ્ચલ વાયુના અપાયન૩૫ ગોવસંસ્કાર માનવામાં) તે અતિપ્રસંગદોષ આવે છે એ અમે જણાવી ગયા છીએ. ઉપરાંત, એનાથી અતિરિક્ત સંસ્કારની કલ્પના કરવામાં અદષ્ટની કહપના કરવી પડે. તથા, શબ્દ અને સંસ્કારને પ્રણ કરનાર શ્રોત્ર સ્થિર હતાં અભિવ્યક્ત ગે શબ્દનું પુનઃ શ્રવણ થાય કારણ કે ગોશબ્દના પ્રણનો ( શ્રવણને) હેતુ સંસ્કાર સ્થિર છે. તેને (સંસકારને) જે ક્ષણિક માનવાનું તમે કહેતા હે તે અમે કહીએ છીએ કે તેના કરતાં તે શબ્દને ક્ષણિક મા વધુ સારે કારણ કે તેની ક્ષણિકતા દેખાય છે. 284. यतु भर्तृमित्रस्तमेव संस्कार श्रोत्रेन्द्रियमभ्युपैति तदिदमपूर्वक किमपि पाण्डित्यम् । इन्द्रियस्य हि संस्कार्यस्य संस्कारः, न संस्कार एवेन्द्रियम्, लोकागमविरुदत्वात् । प्रति पुरुष यावच्छब्द भिन्नस्य क्षगि :स्य चेन्द्रियस्य कल्पनमनुपपन्नम् । अनश्वरत्वे तु शश्वदेव शब्दकोलाहलप्रसङ्ग इति यत्किञ्चिदेतत् । भट्टेनैव सोपहासमेष दूषितः पक्ष इति किमत्र विमर्दैन । 284. ભમિત્ર તે તે સંસ્કારને જ શ્રોત્રેન્દ્રિય તરીકે સ્વીકારે છે, એ એમનું અપૂર્વ પાંડિત્વ છે. સંસ્કાર એ તે સંસ્કાય ઇન્દ્રિયને છે, સંસ્કાર પોતે જ ઇન્દ્રિય નથી, કારણ કે [સંસ્કાર જ ઇન્દ્રિય છે એમ માનવું એ તો] લેક અને આગમથી વિરુદ્ધ છે. પ્રતિપુરુષ શબ્દ શબ્દ ભિન્ન ભિન્ન ક્ષણિક બ્રોન્દ્રિયની કલ્પના કરવી ઘટતી નથી. તેને ( આ સંસ્કારરૂપ ઈન્દ્રિયને) સ્થિર (=અનશ્વર) માનવામાં આવે તે સદા કાળ શબ્દના કોલાહલની આપત્તિ આવે. આમ આ મત તુચ્છ છે. કુમારિક ભટ્ટે પિતે જ ઉપહાસ સહિત પક્ષના દે દર્શાવ્યા છે, એટલે અહીં આ પક્ષનું ખંડન કરવાનું શું પ્રયોજન ? 285. ચાર મઠ્ઠ માઠું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194