________________
૧૬૮
અભિવ્યક્તિ પક્ષમાં વર્ણની તીવ્રતા-મંદતા ઘટતી નથી
287. અભિવ્યક્તિના પક્ષમાં તીવ્ર વિભાગને ખુલાસે છે ? તીવ્રતા આદિ વર્ણધર્મો છે કે વાયુધર્મો? જે વર્ણધર્મો છે એમ તમે કહે તો તીવ્ર ગકારથી મન્દ ગકાર જુદો થાય અને એ રીતે અમારા મતમાં તમે પ્રવેશ કર્યો ગણાય. વાયુધમે માનતાં શ્રેત્રથી તેમનું ગ્રહણ કેમ થાય, કારણ કે વાયુ વેગને શ્રોત્ર ગ્રહણ કરતું નથી. વ્યક્તિના ધર્મો કૃશત્વ
સ્થૂલત્વ વગેરે જાતિમાં પણ જણાય છે એ જે દર્શાવવામાં આવ્યું તે ઘટે પણ છે, કારણ કે જાતિ, વ્યક્તિ અને તેમના ધર્મો સમાનેન્દ્રિયગ્રાહ્ય છે. પરંતુ અહીં વાયું કેટલાકને મતે સ્પર્શનેન્દ્રિગ્રાહ્ય છે જયારે કેટલાકને મતે અતીન્દ્રિય છે, એટલે તેના ધર્મો શબ્દનું શ્રવણ થતાં ગૃહીત થાય એ તે આશ્ચર્ય ગણાય. જ્ઞાન પિતે જ તીવ્ર, મન્દ હોય છે એમ તમે જે કહ્યું તે તે બહુ જ સારી વાત કડો ! (અર્થાત તમારી આ વાત ગળે ઊતરે એવી છે જ નડિ) કા૨ણ કે વિષયભેદ વિના જ્ઞાનને ભેદ ઘટતું નથી. વળી તમારા મતમાં તે પવનની જેમ જ્ઞાન પણ નિત્યપરાક્ષ છે. તેનું જ ગ્રહણ નથી થતું તે તેના ધર્મો તીવ્ર, મંદના ગ્રહણને સંભવ જ ક્યાંથી હોય ? અહે ! આ તીવ્ર વગેરે ધર્મો ઊંડી ખાઈમાં ગબડી પડ્યા (અર્થાત્ તેમનું પ્રત્યક્ષજ્ઞાન જ અસંભવ બની ગયું); જેનું પ્રત્યક્ષ થાય છે તેના તે ધર્મો નથી અને જેના તેઓ ધર્મો છે તેનું પ્રત્યક્ષ થતું નથી.
288. યામિનાવૃત્તાનારંવન્મતે મહત્તામત !
अनिले चाभिभूतेऽपि शब्दो न श्रूयते कथम् ॥ दीपेऽभिभूते रविणा न हि रूपं न गृह्यते । नियतव्यञ्जकत्वं तु प्रतिक्षिप्तमदर्शनात् ।।
288. વળી, અભિભવની એ વાત તમારા મતે વાયુઓ ની છે [શ-દોની-વર્ણોની નથી] અર્થાત્ અભિવ્યંજક વાયુઓ એક બીજાને અભિભવ કરે છે, અભિવ્યક્ત શબ્દો પિતે એકબીજાને અભિભવ કરતા નથી એવો તમારે મત છે. અમે પૂછીએ છીએ કે વાયુ [બીજા પ્રબળ વાયુથી અભિભૂત થાય છે ત્યારે [નિર્બળ વાયુ વડે અભિવ્યક્ત થયેલ] શબ્દ કેમ સંભળાતું નથી ? [અર્થાત, હવે તે પ્રબળ વાયુ વડે કેમ અભિવ્યક્ત થતો નથી ?] દીપ જયારે સૂર્યથી અભિભૂત થયો હોય છે ત્યારે રૂપનું ગ્રહણ નથી થતું એમ નહિ. [અર્થાત તે વખતે રવિના તેજથી રૂ૫ અભિવ્યકત થાય છે જ.] અમુક જ વાયુ અમુક જ શબ્દને અભિવ્યક્ત કરે છે એ મતને તે અમે પ્રતિષેધ કર્યો છે, કારણ કે એવું દેખાતું નથી.
289, યા શહૃઢિરાનાં શ્રોત્રાહ્યવસિદ્ધયે .
शब्दत्व तत्र तद्ग्राह्यमित्यवादि तद यसत् ।। सत्यं वदत दृष्ट वा श्रुतौं वा कचिदीदृशम् । आश्रयस्य परोक्षत्वे तत्सामान्योपलम्भनम् ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org