________________
અવસામાન્ય
૧૫૫
स्वरग्रामभाषाविभागः । तस्मादष्टादशभेदमकारमाचक्षते । अत्वं च तत्सामान्यमवर्ण कुलशब्देन व्यवहरन्तीति । यत्त ध्वनिधर्मस्यापि दीर्धादेः अर्थप्रतिपत्त्यङ्गत्वं तुरगवेगवदुक्तम् तदप्यहृदयङ्गमम् । शब्दादर्थ प्रतिपद्यन्ते लोकाः, न मरुद्भ्यः । अथ मरुतामपि तथा व्युपतेरर्थप्रतीतिहेतुत्वं, तर्हि व्युत्पत्तिरेव प्रमाणं स्यात् न शब्दः, व्युत्पत्तेरख्यभिचारात्, शब्दस्य च व्यभिचारात् इत्यास्तामेतत् ।
तस्माद् गत्वादिसामान्यैरर्थसंप्रत्ययात्मनः ।
कार्यस्य परिनिष्पत्तेर्न वर्णव्यक्तिनित्यता ॥ 267. મમાં સા–પિંડભેના જ્ઞાનનું કારણ પિંડભેદ નહિ પણ ચક્ષુવ્યપારભેદ છે એમ ન કહેવું જોઈએ કારણક] એક વાર પણ નજર નાખનારને નજર પડતાં જ] એક બીજાથી ભિન્ન પિંડોનું જ્ઞાન થાય છે.
નળવિક–ના, એવું નથી. તે વખતે તે કેવળ ગાયની જ પ્રતીતિ થાય છે. આ શાલેય ગાય છે,' “આ બાહુલેય ગાય છે એવા વિશેષનું ગ્રહણ કરવા માટે તે ચક્ષવ્યપારભેદ અનિવાર્ય છે. વળી, જે પ્રથમ નજર પડતાં જ જન્મતી બુદ્ધિ ગાયની વિશેષતા ગ્રહણ કરી લેવા ભાગ્યશાળી હોય તો પછી એવું પ્રાથમિક શ્રોત્રપ્રત્યક્ષ ગકારને ભેદ ગ્રહણ કરવામાં મંદભાગી કેમ? ત્યાં પણ પ્રથમ શ્રોત્રવ્યાપાર વખતે, વ્યંજકના ભેદને જેણે હજુ અવગત કર્યો નથી એ વ્યક્તિને પણ “ગગન” “ગંગા' વગેરેમાં ગકારના ભેદનું જ્ઞાન થાય જ. વધુ વિસ્તાર કરવાની જરૂર નથી. ટૂંકમાં, કાં તે બધે સ્થળે સામાન્ય-વિશેષના વ્યવહારની ઉપેક્ષા કરે કાં તો ગોત્વ વગેરેની જેમ ગકાર વ્યક્તિઓમાં રહેતા ગત્વસામાન્યને સ્વીકાર કરે. ગવસામાન્યની જેમ અવસામાન્ય નિષેધ કરી શકાય તેમ નથી, કારણ કે અસ્વ, દીર્ઘ, ડુત વગેરે ભેદથી યુક્ત પરસપર વિલક્ષણ અકાર જ્ઞાત થાય છે. વળી, જે આકારમાં પણ અકારનું પ્રત્યભિજ્ઞાન થતું જણાવે છે તેને ઈંકાર અને કારની પ્રતીતિઓમાં પણ અકારનું ગ્રહણ સ્વીકારવાની આપત્તિ આવશે, કારણ કે તે બધા જ સ્વરો હોઈ તેમની વચ્ચે એ દષ્ટિએ તે કઈ ભેદ નથી. તે બધા સ્વર હોવાથી સમાન હોવા છતાં અવર્ણથી ઈવને ભેદ ઈચવામાં આવે છે. તેથી અવર્ણથી આવર્ણના ભેદને પ્રતિષેધ ન કરવો જોઈએ. અને એમ કરશે તે જ અરય અને આરય એ બે શબ્દોમાંથી ભિન અર્થની પ્રતીતિ ઘટશે. જેમ સંગીતજ્ઞોને સ્વર, ગ્રામ અને ભાષાના ભેદે પ્રત્યક્ષ થાય છે તેમ શબ્દશાસ્ત્રીઓને પણ ઉદાત્ત, અનુદાન, સ્વરિત, સંસ્કૃત, વિકૃત, વગેરે ભેદે પ્રત્યક્ષ જ થાય છે. તેથી અકારને અઢાર ભેદવાળા કહેવામાં આવ્યો છે, અને એ ભેદોમાં રહેતું સામાન્ય એ અવ છે, આ અવસામાન્યને કુલશબ્દ “અવર્ણ” દ્વારા જણાવવામાં આવે છે. તુરગવેગ જેમ પુરુષાર્થસિદ્ધિનું અંગ છે તેમ દીર્ઘત્વ આદિ ધવનિધર્મ શબ્દાર્થજ્ઞાનનું અંગ છે એમ જે કહેવામાં આવ્યું છે એ રુચિકર નથી. લેકે અર્થ શબ્દમાંથી જાણે છે, વાયુઓમાંથી નહિ, [આપ મીમાંસના મતે વનિએ વાયુઓ છે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org