Book Title: Nyayamanjari Ahanika 03
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 175
________________ ૧૨૨ નિત્યત્વગ્રાહી પ્રત્યભિજ્ઞા ને વિનાશગ્રાહી પ્રત્યક્ષને બાધ્યબાધકભાવ નૈયાયિક-ઉત્તર આપીએ છીએ. [શબ્દની પ્રત્યભિજ્ઞા બાધ્ય છે કારણ કે તે તે બીજી રીતે પણ ઘટે છે–ગત્ય આદિ જાતિને તેને વિષય માનીએ કે સાદ્રશ્યને તેને હેતુ ગણીએ તે પણ તે ઘટે છે. 280. નવમિત્રજ્ઞવૅલનારાધીરવિ તેજસ્થતિ | तदसावपि बाध्याऽस्तु यद्वा भवतु संशयः ॥ मेवं विनाशिताबुद्धिर्भेदबुद्ध्युपबंहिता ॥ सा चेयं चान्यथासिद्धे इति वक्तुमसाम्प्रतम् ।। प्रत्यभिज्ञा च सापेक्षा निरपेक्षा त्वभावधीः ।। तेनैवमादौ विषये प्रत्यभिशैव बाध्यते । शब्दाभावस्य शगिति ग्रहणात् तत्प्रत्यभिज्ञायाश्च पूर्वानुसन्धानादिसव्यपेक्षत्वात् । मपि च प्रत्यभिज्ञा व्यभिचरन्ती कर्मादिषु गृह्यते । तेनास्यां शब्देऽप्यभावप्रत्ययोधहत्तवपुषि कः समाश्वासः ? न चेदं प्रत्यक्षेऽप्यनैकान्तिकत्वोद्भावनम्, अपि तु विनाशप्रत्ययप्रतिहतप्रभावा प्रत्यभिज्ञा नित्यत्वं कर्मादिष्विव शब्देऽपि न साधयितुं प्रभवति इति दृष्टान्तः प्रदर्श्यते । 280. મીમાંસક–શબ્દનાશનું પ્રત્યક્ષ પણ બીજી રીતે અર્થાત વ્યંજકના નાશથી ઘટે છે. એટલે તે પ્રત્યક્ષ પણ બાધ્ય છે; અથવા [પ્રત્યભિજ્ઞાન અને પ્રત્યક્ષ) બેમાં કર્યું બાધ્ય છે એ સંશય બની રહે. રયાયિક–ના, એવું નથી. [ શબ્દની ] વિનાશિતાનું જ્ઞાન [પ્રત્યેક ઉચ્ચારણે થતા શબ્દના] ભેદના જ્ઞાનથી સમર્થિત થાય છે, પુષ્ટ થાય છે. શબ્દની વિનાશિતાનું જ્ઞાન અને શબ્દના ભેદનું જ્ઞાન બંનેય એ ન્યથાસિદ્ધ છે, ઔપાધિક છે એમ કહેવું યોગ્ય નથી. શબ્દની પ્રત્યભિજ્ઞા સાપેક્ષ છે (અર્થાત એને શબ્દસ્મરણની અપેક્ષા છે) જ્યારે શબ્દના અભાવનું( શબ્દવિનાશિતાનું) જ્ઞાન નિરપેક્ષ છે (અર્થાત એને શબ્દસ્મરણની અપેક્ષા નથી.) એટલે આમ શબ્દની પ્રત્યભિજ્ઞા જ [શબ્દવિનાશિતાના પ્રત્યક્ષથી] બાધિત થાય છે, કારણ કે શબ્દને વિનાશ તરત જ ગ્રહીત થાય છે (અર્થાત શબ્દવિનાશના પ્રત્યક્ષને ઉત્પન્ન થવા નુભવના અનુસંધાન વગેરેની અપેક્ષા નથી, જ્યારે શબ્દની પ્રત્યભિજ્ઞાને ઉત્પનન થવા માટે] પહેલા થયેલા શબ્દાનુભવના અનુસંધાન વગેરેની અપેક્ષા રહે છે. વળી, નિત્યત્વ સાથે અવિનાભાવ સંબંધ ન રાખતી પ્રત્યભિજ્ઞાઓ પણ કર્મ વગેરેની બાબતમાં થતી જણાય છે. તેથી શબ્દાભાવના (શબ્દવિનાશના) જ્ઞાનથી હણાયેલી શબ્દનિત્યત્વની] પ્રત્યભિજ્ઞામાં કાણુ વિશ્વાસ કરે ? આ કંઈ અમે પ્રત્યક્ષમાત્રમાં અનેકન્તિક દેષ દર્શાવતા નથી, પરંતુ વિનાશિતાના જ્ઞાનથી હણાયેલ પ્રભાવવાળી કત્ય ભજ્ઞા જેમ કમમાં તેમ શબ્દમાં પણ નિત્યવ પુરવાર કરવા સમર્થ નથી, એ આ દષ્ટાતથી અમે દર્શાવીએ છીએ. અહીં એ નોંધીએ કે નૈયાયિકે પ્રત્યભિજ્ઞાને સમાવેશ પ્રત્યક્ષમાં કરે છે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194