Book Title: Nyayamanjari Ahanika 03
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 171
________________ બ્રાહ્મણત્વ જાતિ સમજવું જોઈએ કારણ કે તે પણ ઉપદેશની સહાય પામેલ પ્રત્યક્ષથી ગ્રાહ્ય છે. તેને સાત થવા ઉપદેશની અપેક્ષા છે એ કારણે તે અપ્રત્યક્ષ નથી બનતું, કારણ કે ગોવ આદિ તિઓનું જ્ઞાન પણ સંબંધગ્રહણકાળે (= સંકેતસંબંધગ્રહણકાળ) ઉપદેશની અપેક્ષા રાખતું દેખાય છે. અને કહ્યું પણ છે કે “પર્વત ઉપર ચઢયા પછી જે ગૃહીત થાય તે અપ્રત્યક્ષ નથી” [અર્થાત જેને જ્ઞાત થવા માટે પર્વત પરના જ્ઞાતાના ચઢાણની અપેક્ષા છે તે અપ્રત્યક્ષ નથી.] પૈઠીનસી, પિપલાદ વગેરેને વિશે થતું “આ બ્રાહ્મણ છે' એવું જ્ઞાન ઔપાધિક નથી, કારણ કે ઉપાધિનું ગ્રહણું જ નથી તેમ જ એ રીતે તે ગવ વગેરેના જ્ઞાનને પણ ઔપાધિક કહી શકાય. વળી ઉપદેશની અપેક્ષા રાખ્યા વિના પણ ચક્ષુ ક્ષત્રિય આદિથી વિલક્ષણ સૌમ્ય આકૃતિવાળી બ્રાહ્મણ જાતિને જાણી લે છે એમ કેટલાક માને છે. હવે આ બ્રાહ્મણત્વ જાતિની ચર્ચા રહેવા દઈએ અને પ્રસ્તુત ની વાત કરીએ. ગત્વ આદિ જાતિઓ દ્વારા જ અર્થજ્ઞાન ધટે છે. તેથી “શબ્દ નિત્ય છે કારણ કે શબચ્ચારણ બીજાને માટે (= બીજાને અર્થ જણાવવા માટે થાય) છે એમ જે તમે મીમાંસકોએ કહ્યું છે તે અયોગ્ય છે. ગશબ્દ ઉચ્ચારાતાં યુગપદ્દ સર્વ ગાયનું જ્ઞાન થતું હોઈ ગાશબ્દ ગોઆકૃતિને વાચક છે, ગળ્યક્તિને વાચક નથી. એક વ્યક્તિમાં દ્રવ્ય વગેરે અનેક આકૃતિઓ સંભવતી હોવા છતાં અમુક જ આકૃતિ (વ)નું જ્ઞાન ગશબ્દ સાંભળતાં થાય છે કારણ કે તે આકૃતિ સાથે જ ગેશબ્દના અન્વય-વ્યતિરેકથી વારંવાર પ્રયોગ થતો જણ્યો છે અને વારંવાર પ્રયાગ નિત્યત્વ વિના ઘટતું નથી. માટે ગશબ્દ નિત્ય છે. આ અર્થ જેને છે તે મીમાંસા ] “સર્વત્ર યૌવત’નું ખંડન ઉપર જે કહ્યું છે તેનાથી થઈ જાય છે કારણ કે ગત્વાદિ નિત્ય સામાન્ય માનવાથી જ ગવાદિ અને આકૃતિ વચ્ચે સંબંધનિયમ ઘટે છે. 272. यदपि सङ्ख्याभावात् कृत्वसुचप्रयोगदर्शनमुदग्राहि तदपि व्यभिचारि । कृतं कान्तस्य तन्वङ्गया त्रिरपाङ्गविलोकनम् । चतुरालिङ्गन गाढमष्टकृत्वश्च चुम्बनम् ॥ इति तद्भेदेऽपि दर्शनात् । अथ तत्र स्त्रीपुसयोरभेदे चुम्बनादि क्रियामात्रभेद एवेत्युच्यते तथाऽप्यपूर्वेषु ब्राह्मणेषु मुक्तवत्सु ‘पञ्चकृत्वो ब्राह्मणा भुक्तवन्तः' इति व्यवहारो दृश्यते । (272. [શબ્દ, દા. ત. ગોશ, એક અને નિત્ય . તેથી તેમાં સંખ્યાને અભાવ છે] શબ્દમાં સંખ્યાને અભાવ હોઈ [ઉચ્ચારણક્રિયાની આવૃત્તિ ગણવા માટે કૃવસુચપ્રયોગ થાય છે એમ જે તમે કહ્યું છે તે પણ બાધા પામે છે, કારણ કે “નાજુક અંગવાળી યુવતીએ પિતાના કાન્ત પ્રતિ ત્રણ વાર તીરછી નજર નાખી, ચાર વાર તેને ગાઢ આલિંગન કર્યું અને આઠ વાર ચુંબન કર્યુંઆમાં તીરછી નજરે, આલિંગને કે ચુંબને પ્રત્યેક એક અને અભિન્ન નથી પરંતુ ભિન્ન ભિન્ન છે અને છતાં તેમાં કૃત્વસુચપ્રત્યયને પ્રયોગ થયેલ દેખાય છે. જે કહે કે સ્ત્રી એકની એક અને પુરૂષ પણ એકને એક છે માત્ર ચુંબન વગેરે ક્રિયાઓને જ ભેદ છે તે અમે જણાવીશું કે આમ કહેવું યોગ્ય નથી કારણ કે અપૂર્વ અપૂર્વ અર્થાત ભિન્ન ભિન્ન બ્રાહ્મણોને જમાડયા હોય ત્યારે પણ પાંચ વાર બ્રાહ્મણને જમાડષા એ વ્યવહાર થતે દેખાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194