________________
૧૪૬
શબ્દનિત્યતા સાધક પ્રમાણ
अस्ति च वेदे वचनं सिद्धामनुवदति यद् ध्रुवां वाचम् । तल्लिङ्गदर्शनादपि नित्यः शब्दोऽभिमन्तव्यः ।
249. ઉપર જણાવી ગયા એ રીતે અભિવ્યક્તિના પક્ષમાં [અમુક વખતે બધા જ શબ્દનું નહિ પણ અમુક શબ્દનું જે ગ્રહણ થાય છે તે ઘટતું હોઈ, પ્રત્યભિજ્ઞા નામના જ્ઞાનના પ્રામાણ્ય દ્વારા શબ્દનું નિત્યત્વ જ સ્વીકારવું જોઈએ.
શબ્દની પ્રત્યભિજ્ઞા થતી હોવાના કારણે શબ્દને નિત્ય પુરવાર કરતા હે તે બુદ્ધિ અને કર્મ (ક્રિયા) જે ખરેખર અનિત્ય છે તે પણ નિત્ય પુરવાર થશે કારણ કે તેમની પણ પ્રત્યભિજ્ઞા થાય છે–આ પ્રમાણે બુદ્ધિ અને કર્મની [અનુમાનરૂ૫] પ્રત્યભિજ્ઞા દ્વારા શબ્દની નિત્યતા પુરવાર કરનાર શબ્દપ્રત્યક્ષરૂપ પ્રત્યભિજ્ઞામાં જે અનેકતિક દોષ જણાવવામાં આવ્યો છે તે એ દોષ દેનારની અત્યંત મઢતા દર્શાવે છે. [શબ્દ પ્રત્યક્ષગ્રાહ્ય છે એટલે એની પ્રત્યભિજ્ઞા પણ પ્રત્યક્ષરૂપ છે એથી ઊલટું બુદ્ધિ અને કર્મ પ્રત્યક્ષગ્રાહ્ય નથી જ એટલે એમની પ્રત્યભિજ્ઞા પ્રત્યક્ષરૂ૫ નથી પણ અનુમાનરૂપ છે.] અનૈકાન્તિકતાદેષ જે અનુમાનને છે તેનાથી પ્રત્યક્ષને દૂષિત કરી શકાતું નથી. [શબ્દની પ્રત્યભિજ્ઞા પ્રત્યક્ષરૂપ છે. તેથી તેમાં અનેકાન્તિક દેષ સંભવે નહિ. જે કહે કે પ્રત્યભિજ્ઞાબાધિત હોવાને કારણે શબ્દાનિત્યત્વસાધક અનુમાન અપ્રમાણ છે તે બુદ્ધિકર્માનિત્યસ્વસાધક અનુમાન પ્રત્યભિજ્ઞા બાધિત હેવાથી અપ્રમાણ કેમ નહિ? તે પણ અપ્રમાણુ ઠરે અને પરિણામે બુદ્ધિકર્મ નિત્ય બનવાની આપત્તિ આવે.] આ બીજી રીતે જે તમે તૈયાયિકે વિચારશો તે ખૂબ જ અસંગતતા આવશે. [અમે મીમાંસકે કહીએ છીએ કે શબ્દની અનિત્યતા આનુમાનિકી છે અને નિત્યતા પ્રત્યભિજ્ઞાત્મક પ્રત્યક્ષથી જ્ઞાત છે અને અનુમાન કરતાં પ્રત્યક્ષ બળવાન
ઈ પ્રત્યભિજ્ઞા નિબંધ રહે છે; એથી ઊલટું બુદ્ધિકર્મની પ્રત્યભિજ્ઞા અનુમાનરૂપ છે અને અનિત્યતા પણ અનુમાનિકી છે તેથી બંને અનુમાને તુલ્યબલ હોઈ પ્રત્યભિજ્ઞા નિબંધ નથી. બુદ્ધિ અને કર્મ અતીન્દ્રિય દ્રવ્યમાં રહેતા હોઈ અપ્રત્યક્ષ છે અને તેથી અનુમાનથી તેમનું જ્ઞાન થાય છે એટલે જ તેમની પ્રત્યભિજ્ઞાને આનુમાનિકી કહી છે. બુદ્ધિ અને કર્મની પ્રત્યભિજ્ઞા જે નિબંધ હોય છે તેઓ પણ ભલે નિબંધ કરે. જે તેમની પ્રત્યભિજ્ઞા નિબંધ ન હોય તે તેની શબ્દ સાથે સમાનતા કયાં રહી ? નિષ્કર્ષ એ કે નાયિકાના દેખતાં તેમને અનાદર કરીને પ્રત્યભિજ્ઞાના પ્રભાવથી શબ્દ નિત્ય સિદ્ધ થયો. શબ્દને નિત્ય છે. પુરવાર કરતું અર્થપત્તિપ્રમાણ પણ અમે પહેલાં કહ્યું છે અને શબ્દનો અનિયતા પુરવાર કરવા અાપવામાં આવેલી દલીલનું ખંડન કર્યું છે.વળી, વેદમાં એવાં વાક છે જે જણાવે છે કે વાણી સિદ્ધ છે, નિત્ય છે [‘વારા વિનાયા” આ વેદવચન છે. તેનો અર્થ છે “પાતતિ સઉ જ વિકાd g ચર્ચા રૂત્તિ
તેયર્થ ! મત gવ નિત્યા વાર્થિઃ ' અર્થાત 'કર્તા રહિત અને પરિણામે નિત્ય એવી વાણી વડે.” આ શ્રુતિ અનિસ્તુતિપરક હોવા છતાં વાણી . નિત્યત્વ દર્શાવતી હોઈ શબ્દનિત્યસ્વસાધક લિંગ છે.] આવાં વેદવતરૂપ લિંગે દેખતે હૈઈ શબ્દ નિત્ય છે એમ માનવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org