________________
૧૧૦ વિલક્ષણ કાર્ય ઉપસ્થી વિલક્ષણ કર્તાનું અનુમાન
_187. अपरे पक्षधर्मताबलादेव विशेषलाभमभ्युपगच्छन्ति । न हीदृशं परिदृश्यमानमनेकरूपमपरिमितमनन्तप्राणिगतविचित्रसुखदुःखसाधनं भुवनादिकार्यमनतिशयेन पुंसा कर्तुं शक्यमिति । यथा चन्दनधूममितरधूमविसदृशमवलोक्य चान्दन एव वह्निरनुमीयते तथा विलक्षणात् कार्याद्विलक्षण एव कर्ताऽनुमास्यते । यथा स्तवरकेभ्य इव तत्कुशलः कुविन्दः । यथा च कुलालः सकलकलशादिकार्यकलापोत्पत्तिसंविधानप्रयोजनाद्यभिज्ञो भवंस्तस्य कार्यचक्रस्य कर्ता, तथेयतस्त्रैलोक्यस्य निरवधिप्राणिसुखदुःखसाधनस्य सष्टिसंहारसंविधानं सप्रयोजनं बहुशाखं जानन्नेव स्रष्टा भवितुमर्हति महेश्वरः । तस्मात्सर्वज्ञः ।
187 qणा, blor पक्षधभताना मणे ताना विशेष धानु ज्ञान सीरे छ. અપરિમિત અનન્ત પ્રાણીઓના વિચિત્ર સુખદુઃખનાં સાધનરૂપ ભુવન વગેરે અનેક જાતનાં જણાતાં કાર્યો અતિશયરહિત પુરુષ ઉત્પન્ન કરે એ શક્ય નથી. જેમ બીજા ધૂમથી ચદનજન્ય ધૂમની વિલક્ષણતા પ્રત્યક્ષ કરી તે ઉપરથી આ ચંદનનો જ અગ્નિ છે એવું અનુમાન કરી શકાય છે તેમ વિલક્ષણ કાર્ય ઉપરથી તેના વિલક્ષણ કર્તાનું અનુમાન કરી શકાય છે. જેમ ચિત્રરૂપ પટ દેખી તેને વણકર કુશળ હેવાનું અનુમાન થાય [તમ પર્વત આદિ વિશિષ્ટ કાર્ય દેખી તેનો કર્તા વિશિષ્ટ હેવાનું અનુમાન થાય.] અને જેમ કલશ આદિ કાર્યોની ઉત્પત્તિ કેમ કરવી અને એ ઉત્પત્તિનું પ્રયોજન શું છે એ જાણતા હોવાને લીધે જ કુંભાર તે બધાં કાર્યોને કર્તા બની શકે છે તેમ ત્રણેય લોકના નિરવધિ પ્રાણીઓનાં સુખદુઃખનાં સાધને કેવી રીતે ઉત્પન્ન કરવાં એની અનેક પદ્ધતિઓને, તેમને કેવી રીતે નાશ કરવો એની અનેક પદ્ધતિઓને, તેમની ઉત્પત્તિ અને નાશનાં પ્રયોજન શાં છે એને-આ બધાને જાતે હેવાને લીધે જ મહેશ્વર તેમને ઉત્પન્ન કરી શકે. તેથી પુરવાર થાય છે કે તે સર્વજ્ઞ છે.
188. अपि च यथा नियतविषयवृत्तीनां चक्षुरादीन्द्रियोणामधिष्ठाता क्षेत्रज्ञस्तदपेक्षया सर्वज्ञः, एवं सकलक्षेत्रज्ञकर्मविनियोगेषु प्रभवन्नीश्वरस्तदपेक्षया सर्वज्ञः । तथा चाह न्यासः
द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च । क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते ॥ उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः ।
यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः ॥ [भगवद्गीत. १५.१६-१७] मन्त्रश्च तदर्थानुवादी पठ्यते ।
द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते । ___तयोरेकः पिप्पलं स्वाद्वत्त्यनश्नन्नन्यो अभिचाकशीति ।। इति मुण्डक ३.१]॥ अतश्च सर्वज्ञ ईश्वरः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org