________________
ઈશ્વર એક જ કેમ ?
૧૧૭
સુખદુ:ખના ઉપભોગના હેતુભૂન કેઈ એક જ સ્થાવરાદિવિશેષને કે રાજદિવિશેષને અવ્યવસ્થિત અભિપ્રાયવાળા તે અનેક જીવો કેવી રીતે આરંભી–સઈ શકે ? ન જ સઈ શકે કારણ કે તે બધાનું તે બાબતમાં ઐકમત્ય હેતું નથી. છાત્રાલયના છાત્રે પણ બધાને ઉપકારક એવા કેઈ એક કાર્યમાં જ અિમત્ય ધરાવે છે, બધાં કાર્યોમાં કિમત્ય ધરાવતા નથી. મહાપ્રાસાદને બનાવવામાં કડિયા વગેરે અનેક પુરુષો એક સ્થપતિની ઈચ્છા મુજબ વતા જણાય છે. અનેક કીડીઓ સાથે મળી માટી એક રાફડે બનાવે છે. એમાં પણ તેમને કેઈ એક તુલ્ય ઉપકાર (=લાભ) તેમને પ્રવર્તક છે, અથવા તે સ્થપતિની જેમ રેઈ એકની ઈચ્છા મુજબનું તેમનું વર્તન કરવું જોઈએ. પરંતુ અહીં તે સ્થાવર શરીર કેટલાક જીવોને ઉપકારનું કારણ છે, બાકીના ઘણુ બધાને અપકારનું કારણ છે, એટલે બધા જી સાથે મળી તેનું સર્જન કેમ કરે ? અને અનધિષ્ઠિત (અપ્રેરિત) અચેતને (=પરમાણુઓ) તેને બનાવે છે એમ માનવું તો ઉચિત નથી. તેથી અવશ્યપણે તે કને એક અધિષ્ઠાતા માન જોઈએ જેની ઇચ્છા વિના કર્મો, ક્ષય ન પામ્યા હોવા છતાં, પિતાનાં ફળની ઉપત્તિ કરવા સમર્થ નથી.
201. ગત પર્વે કવર રૂષ્યતે, ન વ વા, મિનામિકા તથા શાનુંग्रहोपघातवैशसप्रसङ्गात् । इच्छाविसंवादसंभवेन च ततः कस्यचित् सङ्कल्पविघातद्वारकानैश्वर्यप्रसङ्गाद् इत्येक एवेश्वरः ! तदिच्छया कर्माणि कार्येषु प्रवर्तन्ते इत्युपपन्नः सर्गः । तदिच्छाप्रतिबन्धात् स्तिमित शक्तोनि कर्माण्युदासते इत्युपपन्नः प्रलयः । एवं च यदुक्तम्--
तस्मादद्यवदेवात्र सर्गप्रलय कल्पना ।
समस्तक्षयजन्मभ्यां न सिद्धयत्यप्रमाणिका ॥[लो वा० सम्बन्ध० ११३] इत्येतदपि न सांप्रतम् ।
201. એટલે જ એક ઈશ્વર ઈચ્છવામાં આવ્યો છે, બે કે વધુ ઈશ્વર ઈચ્છવામાં આવ્યા નથી કારણ કે બે કે વધુ ઇશ્વર માનતાં તેમના ભિન્ન ભિન્ન અભિપ્રાયને લીધે લકાનુગ્રહની હાનિનો દોષ આવી પડે. વળી, એકબીજાની ઇચ્છાઓમાં વિસંવાદ સંભવત હાઈ વિસંવાદને કારણે કેઈકની ઇચ્છાને વિઘાત થાય અને પરિણામે તે સંકલ્પવિઘાત દ્વારા અનેશ્વર્યની આપત્તિ આવે. તેથી, ઈશ્વર એક જ છે. તેની ઇચ્છાથી કર્મો કાર્યોમાં પ્રવૃત્ત થાય છે. એટલે આ રીતે સર્ચ ઘટે છે. તેની ઇચછારૂપ રૂકાવટથી કુંઠિત થઈ ગયેલી શક્તિવાળાં કર્મો કાર્યો કરવામાંથી વિરમે છે એટલે આ રીતે પ્રલય ઘટે છે.
વળી કમારિલે કહ્યું છે કે તેથી આજે અને અહીં જ ચાલી રહેલી ઉત્પત્તિ-નાશની પ્રક્રિયા જેવી જ સર્ગ અને પ્રલયની [અમારી] ક૯પને છે. બધાં જ કાર્યોને નાશ અને બધાં જ કાર્યોની ઉત્પત્તિ દ્વારા ક૯ પવા માં આવેલ સગપ્રલય તર્કસંગત નથી અને એટલે તે ઘટતા નથી. તેમની આ વાત બરાબર નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org