________________
ઈશ્વરને જગતસર્જનનું પ્રયોજન
197. શા માટે ઈશ્વર જગતનું સર્જન કરે છે એ જે પ્રયોજનવિકલ્પ કરવામાં આવ્યું છે તે પણ ઉચિત નથી. એ ઈશ્વરને સ્વભાવ જ છે કે ક્યારેક તે વિશ્વનું સર્જન કરે છે અને ક્યારેક તેને સંહાર કરે છે.
શંકાકાર-પરંતુ અમુક નિયત કાળે જ સુષ્ટિ કરવાને અને અમુક નિયત કાળે જ સંહાર કરવાનો તેને સ્વભાવ કેમ છે?
નિયાવિક-ભલા માણસ ! સૂર્યને જ જોને જે નિયત કાળે ઊગે છે અને આથમે છે. શંકાકાર-સૂર્યને એ સ્વભાવ પ્રાણુકર્મ સાપેક્ષ છે. નિયાયિક ઈશ્વરની બાબતમાં પણ એમ જ છે.
ક્રિડાથે જગતનું સર્જન માનવામાં [ઈશ્વરની] કૃતાર્થતાની હાનિ થતી નથી, કારણ કે જેઓ દુઃખી છે તેઓ ક્રીડાઓમાં પ્રવૃત્ત થતા દેખાતા નથી
અથવા, અનુકંપાથી જ ઈશ્વર સર્ગ–સંહાર આરંભે.
198. નવત્ર રોતિમ ન તથા વિધા: પ્રાનિનોડનુવથા મવત્તિ વિપુલस्वभावा वा सृष्टिरनुकम्पावता क्रियेतेति । सत्यं चोदितम् अनुपपन्नं तु, अनादित्वासंसारस्य । शुभाशुभसंस्कारानुविद्धा एवात्मानः । ते च धर्माधर्मनिगडसंयतत्वादपवर्गपुरद्वारप्रवेशमलभमानाः कथं नानुकम्प्याः ? अनुपभुक्तफलानां कर्मणां न प्रक्षयः । सर्गमन्तरेण च तफलभोगासंभव इति शुभफलोपभोगाय स्वर्गादिसर्गम् अशुभफलोपभोगाय नरकादिसृष्टिमारभते दयालुरेव भगवान् । उपभोगप्रबन्धेन परिश्रान्तानामन्तरान्तरा विश्रान्तये जन्तूनां भुवनोपसंहारमपि करोतीति सर्वमेतत्कृपानिबन्धनमेव ।
198. અહીં વિરોધીએ શંકા કરી છે–તેવા (=મુક્ત આત્માની જેમ સર્વ કલેશેથી રહિત) પ્રાણીઓ અનુકંપાને પાત્ર નથી. વળી, અનુકંપાવાળો તે કેવળ સુખસ્વભાવ જગતનું સર્જન કરે. [જે તે અનુકંપાવાળે હેય તે દુર્વાર દુઃખથી ખીચોખીચ ભરેલ દારુણ જગતનું સર્જન તે શા સારુ કરે ?]
નિયાયિક-તમારી શંકા સાચી છે પણ તે ઘટતી નથી કારણ કે સંસાર તે અનાદિ છે, [સંસાર અનાદિ હોવાથી કર્મો અનાદિ છે અને ઈશ્વર તે જગતના સર્જનમાં કર્મોની અપેક્ષા રાખે છે. એટલે જે જગતનું સર્જન ઈશ્વર કરે તે કેવળ સુખસ્વભાવ કેવી રીતે હોઈ શકે ?]. પ્રિલયમાંય છ ધર્માધર્મ સંસ્કારોથી અનુવિદ્ધ હોય છે. ધર્માધર્મની જંજીરમાં જકડાયેલા હોવાથી મોક્ષપુરમાં ન પ્રવેશી શકતા તે જીવો શું અનુકંપાને પાત્ર નથી ? જયાં સુધી કર્મોનાં ફળ ન ભગવાઈ જાય ત્યાં સુધી કર્મોને સંપૂર્ણ ક્ષય શકય નથી. સર્ગ વિના કર્મોનાં ફળને ભોગ અશક્ય છે. તેથી ધર્મને શુભ ફળના ભાગ માટે દયાળુ ઈશ્વર સ્વર્ગ વગેરે સજે છે અને અધર્મના અશુભ ફળાના ભાગ માટે તે નરક વગેરે સજે છે. કર્મોને ભેગવી થાકી ગયેલા છ વચ્ચે વચ્ચે આરામ લઈ શકે એ માટે ભુવનેનો સંહાર પણ ઈશ્વર કરે છે. આમ આ બધું ઈશ્વરની કૃપાનું પરિણામ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org