________________
૮૮
બાધાનુત્પત્તિમાત્ર પ્રામાયનિશ્ચાયક નથી
અપ્રામાણ્યનું કારણ ન બને. “પુરુષના ગુણે તે દોષનું પ્રશમન કરવામાં જ ચરિતાર્થ છે, તેઓ પ્રામાણ્યનું કારણ બનતા નથી—એમ કહેવામાં મીમાંસ કેવળ શપથનું જ શરણ લે છે, [તકનું નહિ]. બાધક જ્ઞાન ઉત્પન્ન નથી થયું એટલા માત્રથી જ વેદજન્ય (=વેદશબ્દજન્ય) પ્રતીતિ પ્રામાય ધરાવવાને લાયક ઠરતી નથી, કારણ કે તે તો પછી “જેને વિદ્યાધરપદની કામના હોય તે લોલ લેનવાળી લાખ યુવતીઓ સાથે રમણ કરે વગેરે શબ્દોમાં પણ પ્રામાયની આપત્તિ આવે. કેઈકે તે કહ્યું પણ છે કે “ જેમ સ્વપ્નમાં દેખેલ કોઈ વસ્તુને અન્ય દ્વીપ વગેરેમાં બાધ સંભવ ન હોવા છતાં તેમાં શ્રદ્ધા રાખવી શક્ય નથી તેમ વેદ દ્વારા જણુતા અતીન્દ્રિય અર્થને બાધ સંભવતો ન હોવા છતાં કોઈ તેને વિશ્વાસ કરતું નથી.”
___147. तत्र स्वप्नज्ञाने हेतुः निद्रादिदोषोऽस्तीति दुष्ट कारणज्ञानादप्रामाण्यमिति चेत् लोलाक्षीलक्षवाक्ये किं वक्ष्यमि ? प्रभवस्तस्य न ज्ञायते इति चेत् नतरामसौ वेदेऽपि त्वन्मते ज्ञायते इति को विशेषः ? महाजनादिपरिग्रहोऽस्य नास्तीति चेद् अन्वेषणीयं तर्हि प्रामाण्यकारणं, न बुद्ध्युत्पादकत्वादेवौत्सर्गिकं प्रामाण्यमिति युक्तम् ।
साक्षाद्रष्टुनरोक्तत्वं शब्दे यावन्न निश्चितम् ।
बाधानुत्पत्तिमात्रेण न तावत्तत्प्रमाणता ॥ यदपि वेदे कारणदोषनिराकरणाय कथ्यते 'यद्वा वक्तुरभावेन न स्युर्दोषा निराश्रयाः' इति [*लो०वा० १.२.६३] तदपि न साम्प्रतम् , असति वक्तरि प्रामाण्यहेतूनां गुणानामप्यभावेन तत्प्रामाण्यस्याप्यभावात् । न च वेदे वक्तुरभावः सुवचः । तथा ह्येतदेव तावद्विचारयामः किं वेदे वक्ता विद्यते न वेति ।
147. મીમાંસક - સ્વજ્ઞાનનું કારણ નિદ્રા વગેરે દેવો છે એટલે દુષ્ટ કારણના જ્ઞાનને આધારે સ્વપ્નજ્ઞાનનું અપ્રામાણ્ય નકકી થાય છે.
યાયિક - જેને વિદ્યાધરપકની કામના હોય તે લોલ લોચનવાળી લાખ યુવતીઓ સાથે રમ કરી એ વાક્ય વિશે તમારે શું કહેવું છે?
મીમાંસક – આ વાક્યનું મૂળ ખબર નથી.
નયાયિક – વેદની બાબતમાં પણ, તમારા મતે, મળની કોઈને ખબર નથી, એટલે તે બેમાં શે ભેદ?
મીમાસક – મહાજન વગેરે તેને (લેલ લેચનવાળી ...' એ વાક્યના પ્રમાણને) સ્વીકારતા નથી.
તૈયાયિક – તે પ્રમાણયનું કારણ શોધી કાઢવું જોઈએ. બુદ્ધિને ઉત્પન્ન કરે છે એટલે તેનું પ્રામાણ્ય નિત્ય છે એમ કહેવું યોગ્ય નથી. શબ્દો સાક્ષાત દ્રષ્ટા પુરુષે કહ્યા છે એમ જ્યાં સુધી નિશ્ચિત ન થાય ત્યાં સુધી દેવળ બાધકજ્ઞાનની અનુત્પત્તિને આધારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org