________________
પ્રાભાકરની આખ્યાતિ.
પ૯
। 88. तत्किं सत्यक्प्रत्यय एव शुक्तिकायां रजतप्रतिभासः ? अयि मूढ ! नायमेकः प्रत्यय इदं रजतमिति, किन्तु द्वे एते ग्रहणस्मरणे । इदमिति पुरोऽवस्थितभास्वराकारधर्मिप्रतिभासः, रजतमिति तु भास्वररूपदर्शनप्रबोध्यमानसंस्कारकारणकं तत्साहचर्यादवगतरजतस्मरणम् । अतश्चेदं स्मरणं यतः प्रागनवगतरजतस्य न जायते, विदितरजतस्यापि रजन्यामन्यदा वा सादृश्यदर्शनाद्विना न भवतीति । स..रणमपि भवदिदमात्मानं तथा न प्रकटयतीति प्रमुषितमुच्यते । स्वरूपेण चाप्रतिभासमानायां स्मृतावनुभवस्मरणयोर्विवेको न गृहीतो भवतीत्यग्रहणमख्यातिरुच्यते ।
88. ભટ્ટ મીમાંસક– તે શું છીપમાં થતું રજતજ્ઞાન યથાર્થ છે?
પ્રાભાકર મીમાંસક–અરે મૂર્ખ ! (છીપમાં થતું) “આ રજત છે' એવું આ એક જ્ઞાન નથી પરંતુ બે જ્ઞાને છે– પ્રત્યક્ષ અને સ્મરણ. “આ' એ સમક્ષ રહેલ ચળકાટ ધર્મવાળી વસ્તુનું પ્રત્યક્ષ જ્ઞાન છે. પરંતુ “રજત” એ ચળકાટ ધર્મના પ્રત્યક્ષ દ્વારા જાગ્રત થતા સંસકારથી જન્મેલું, ચળકાટ ધર્મ સાથેના સાહચર્યને કારણે ચિતમાં આવેલા રજતનું સ્મરણ છે. આ સ્મરણ છે કારણ કે પહેલાં જેણે રજતનું પ્રત્યક્ષજ્ઞાન નથી કર્યું તેને તે નથી થતું, તેમ જ પહેલાં રજતનું પ્રત્યક્ષ કર્યું હોવા છતાં સાદશ્યને દર્શન વિના કોઈને રાતે કે અન્યદા, તે સ્મરણ થતું નથી. આ સ્મરણ હોવા છતાં તે પિતાને તે પ્રમાણે (અર્થાત સ્મરણરૂપે; બીજી રીતે કહીએ તે, તે દેશ અને તે કાલ સાથે) પ્રગટ કરતું નથી એટલે તેને પ્રમુષિત સ્મરણ કહેવામાં આવે છે. [આ રજતસ્મરણમાં રજત તેના દેશ અને કાળ સાથે સ્મરણમાં આવતી નથી. તેથી સ્મરણનું સ્મરણરૂપ પ્રગટ થતું નથી. એટલે તેને પ્રમુષિત સમરણ કહેવામાં આવે છે. ] સ્વરૂપે ( = સ્મરણરૂપે ) ગૃહીત ન થતું આ સ્મરણ જ્યારે જન્મે છે ત્યારે અનુભવ અને સ્મરણને ભેદ ગૃહીત થતો નથી. (ભેદના આ) અગ્રહણને અખ્યાતિ કહેવામાં આવે છે. 89 तथा हि भ्रान्तबोधेषु प्रस्फुरद्वस्तुसंभवात् ।
चतुष्प्रकारा विमतिरुदपद्यत वादिनाम् ।। विपरीतख्यातिः असख्यातिः आत्मख्यातिरख्यातिरिति ।
89, ભ્રાન્ત જ્ઞાનમાં પ્રતીયમાન વસ્તુને સંભવ હેઈ, ચાર પ્રકારના વિરોધી મતે વિચારમાં પ્રચલિત છે– વિપરીત ખ્યાતિ, અસખ્યાતિ, આત્મખ્યાતિ અને અખ્યાતિ. [અસખ્યાતિવાદના પુરસ્કર્તા માધ્યમિકા છે. તેમના મતે બધી વસ્તુઓ અસત્ છે. તેથી તેમના અનુસાર શુક્તિમાં રજતનું જે જ્ઞાન થાય છે, તેનું આલંબન અસત્ વસ્તુ છે, કઈ સત્ વસ્તુ નથી. તેમની દૃષ્ટિએ શુક્તિ અને રજત બંને અસત્ છે. અનાદિ વાસનાને બળે જ અસત્ પદાર્થો જ્ઞાનમાં ભાસે છે. સ્વપ્નમાંય અત્ પદાર્થો ભાસે છે, જાગ્રત અવસ્થામાંય અસત પદાર્થો ભાસે છે, બધાં જ્ઞાનોમાં અસત્ પદાર્થો જ ભાસે છે. આમ બધાં જ જ્ઞાન ભ્રાન્ત છે. જેને ભ્રાન્ત જ્ઞાન કહેવામાં આવે છે તેમાં અસત્ વસ્તુને પ્રતિભાસ થતા હોઈ તેને અસખ્યાતિ કહેવામાં આવે છે. હવે આત્મખ્યાતિનો વિચાર કરીએ. આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org