________________
૪૬
પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર
વસ્તુ છે અને તે નિત્ય નથી; એટલે તે કાર્ય જ છે. અને કાર્ય માટે કાર્ય હોવાને કારણે સ્વતઃ કારણ વિના જ ઉત્પન્ન થવું યોગ્ય નથી.
ઉત્પત્તિમાં પિતાના કારકેથી અતિરિક્ત ગુણની અપેક્ષા ન હોવી એ જ પ્રામાણ્યની સ્વત: ઉત્પત્તિ છે અને નહિ કે અકાર્યવ જ એમ જે તમે મીમાંસકે કહેતા હે તે એ પણ બરાબર નથી કારણ કે સમ્યફ રૂપ ધરાવતું કાર્ય ગુણવાળા કારકે વિના ઉત્પન્ન થતું નથી. કાર્ય બે પ્રકારનું હોય છે–સમ્યફ અને અસમ્યફ. તેમાં ગુણવાળા કારણ વડે સમ્યફ કાર્ય ઉત્પન્ન થાય છે અને દોષવાળા કારણ વડે અસમ્યક કાર્ય ઉત્પન્ન થાય છે. દોષવાળું પણ ન હોય અને ગુણવાળું પણ ન હોય એવું કારણું સંભવતું જ નથી. તેથી જ કાર્યના ત્રીજા પ્રકારને સંભવ નથી. ___67. सम्यग्ज्ञानोत्पादकं कारकं धर्मि, स्वरूपातिरिक्तस्वगतधर्मसापेक्षं कार्यनिवर्तकमिति साध्यो धर्मः, कारकत्वात् मिथ्याज्ञानोत्पादककारकवत् । सम्यग्ज्ञानं वा धर्मि, स्वरूपातिरिक्तधर्मसम्बद्धकारकनिष्पाद्यमिति साध्यो धर्मः, कायत्वात्, मिथ्याज्ञानवत् ।
- 67. [અસમ્યફ જ્ઞાનની જેમ સમ્યક જ્ઞાન પણ પિતાના ઉત્પાદક કારકના સ્વરૂપથી અતિરિક્ત કારગત ધર્મની અપેક્ષા રાખે છે એના સમર્થનમાં નીચે પ્રમાણે બે અનુમાનપ્રાગે આપી શકાય. સમ્યફ જ્ઞાનનું ઉત્પાદક કારક ધમી યા પક્ષ છે. પોતાના સ્વરૂપથી. અતિરિક્ત પનામાં રહેલ ધર્મની સહાયથી કારકનું કાર્યોત્પાદક (સમ્યફ જ્ઞાનત્પાદક) હોવું. એ સાધ્ય ધર્મ છે. કારણ કે તે કારક છે એ હેતુ છે. “અસમ્યક્ જ્ઞાનના ઉત્પાદક કારકની જેમ એ ઉદાહરણ છે. અથવા, સમ્યક જ્ઞાન ધન યા પક્ષ છે. પોતાના સ્વરૂપથી અતિરિક્ત ધર્મ સાથે સંબંધ ધરાવતા કારકથી સમ્યફ જ્ઞાનનું ઉત્પાદ્ય હોવું એ સાધ્ય ધર્મ છે. કારણ કે સમ્યફ જ્ઞાન કાર્ય છે એ હેતુ છે. “અસમ્યક જ્ઞાનની જેમ' એ ઉદાહરણ છે.
- 68. आयुर्वेदाच्चेन्द्रियगुणान् प्रतिपद्यामहे । यदमी वैद्याः स्वस्थवृत्तेरौषधोपयोगमुपदिशन्ति, तत् गुणोपयोगायैव, न दोषशान्तये । दृश्यते च तदुपदिष्टौषधोपयोगादिन्द्रियातिशयः । तद्विषय एव च लोके नैर्मल्यव्यपदेशो न दोषाभावमात्रप्रतिष्ठ इत्यलं विमर्दैन । तस्मादुत्पत्तौ गुणानपेक्षत्वात् स्वतः प्रामाण्यमिति यदुक्तं तदयुक्तम्।
68. વળી, આયુર્વેદમાંથી આપણે ઇન્દ્રિયના ગુણે જાણીએ છીએ. આ વૈદ્ય સ્વસ્થ ઈન્દ્રિયવ્યાપાર ધરાવતી વ્યક્તિને ઔષધનો ઉપયોગ કરવાને જે ઉપદેશ આપે છે તે ઇન્દ્રિયના ગુણોને ખીલવવા માટે જ છે, ઇન્દ્રિયના દેષોને દૂર કરવા માટે નથી. અને ઉપદેશવામાં આવેલા ઔષધના ઉપયોગથી ઈન્દ્રિયમાં અતિશય (=ગુણ) ઉપન્ન થતે આપણે જોઈએ પણ છીએ. લેકમાં નિર્મલ્ય” શબ્દનો પ્રયોગ આ અતિશયને વિશે જ કરવામાં આવે છે, દેશના અભાવને વિશે કરવામાં આવતું નથી. આથી વિશેષ આ મતનું ખંડન જરૂરી નથી. નિષ્કર્ષ એ કે “પિતાની ઉત્પત્તિમાં કારકગુણોની અપેક્ષા રાખતું ન હાઈ પ્રામાણ્ય સ્વત: ઉત્પન્ન થાય છે એમ જે કહેવામાં આવ્યું છે તે અયોગ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org