________________
नयादिविषये मतत्रयम्
४९
मलयगिरिचरणानां मते सुनयस्तु नास्त्येव स्वतन्त्रः, दुर्नयोऽपि स्वतन्त्रो नास्त्येव, नय-दुर्नययोरर्थाविशेषात् । स्यात्पदलाञ्छितं त्वन्यतरभङ्गात्मकमपि वाक्यं प्रमाणमेव । तद्रहितं तु नयवाक्यत्वाद् मिथ्यैव ।
'सदेव सत्स्यात्सदिति त्रिधाऽर्थो मीयेत दुर्नीतिनयप्रमाणैः' इति वचनानुसारेण कलिकालसर्वज्ञानां मते 'घटः सन्नेव' इति वाक्यं दुर्नयः, 'घटः सन्' इति वाक्यं नयः, 'घटः स्यात् सन्' इति वाक्यं प्रमाणमिति ज्ञायते ।
एवं च नय - दुर्नययोर्विषये कलिकालसर्वज्ञमहोपाध्यायानां मतं समानं, प्रमाणविषये च मलयगिरि - हेमसूरीणां मतं समानमिति निश्चीयते । तत्र 'जीवो नित्यो न वा ?' इति प्रश्नेऽनित्यत्वमपि जिज्ञासितमेव, तथापि साक्षात्शब्दतः स्यात्पदेन वा यत्र वाक्ये तदुल्लेखो नास्ति, 'तत्र गौणतयाऽनित्यत्वमप्यभिप्रेतमेव' इत्यत्र नास्माकमास्थेति जीवो नित्यः ' इत्यादिनयवाक्यानां मिथ्यात्वमेव, सावधारणतयाऽनित्यत्वलक्षणस्येतरांशस्य प्रतिक्षेपित्वात्
શ્રીમલયગિરિસૂરિના મતે સ્વતંત્ર સુનય તો કોઈ નથી જ, સ્વતંત્ર દુર્નય પણ કોઈ નથી, કારણ કે નય-દુર્નયમાં કોઈ ફરક નથી, સ્યાત્ પદથી યુક્ત અન્યતર ભંગાત્મક વાક્ય પણ પ્રમાણ જ છે. એ પદથી રહિત વાક્ય નયવાક્ય રૂપ હોવાથી મિથ્યા જ છે.
“દુર્નીતિ (= દુર્રય), નય અને પ્રમાણ દ્વારા પદાર્થ ક્રમશઃ ‘સદેવ', સત્' અને ‘સ્યાત્સત્' એમ ત્રણ રીતે જણાય છે” આવા વચન મુજબ કલિકાળ સર્વજ્ઞના મતે ‘ઘટઃ સન્દેવ' એ વાક્ય દુર્નય છે, ‘ઘટઃ સન્' એ વાક્ય નય છે અને ઘટઃ મ્યાત્ સન્' એ વાક્ય પ્રમાણ છે, એમ જણાય છે.
આમ, નય-દુર્રયના વિષયમાં કલિકાળસર્વજ્ઞ અને મહોપાધ્યાયનો મત સમાન છે, તથા પ્રમાણના વિષયમાં શ્રીમલયગિરિસૂરિ અને હેમાચાર્યનો મત સમાન છે એમ નિશ્ચિત થાય છે. એમાં, ‘જીવ નિત્ય છે કે નહીં ?' એવા પ્રશ્નમાં અનિત્યત્વ પણ જિજ્ઞાસિત છે જ, તો પણ સાક્ષાત્ શબ્દથી કે સ્યાસ્પદથી જે વાક્યમાં એનો ઉલ્લેખ ન હોય ‘ત્યાં ગૌણરૂપે અનિત્યત્વ પણ અભિપ્રેત છે જ' એવી વાતમાં અમનેં શ્રદ્ધા નથી. માટે, ‘જીવ નિત્ય છે' વગેરે નયવાક્યો મિથ્યા જ છે, કારણ કે ‘સર્વે વાક્ય સાવધારણ ભવતિ' ન્યાયે આ વાક્ય પણ સાવધારણ હોવાથી અનિત્યત્વાત્મક ઇતરાંશનું પ્રતિક્ષેપી છે. જેમકે સાંખ્યને માન્ય તેવું વાક્ય. તેથી ‘જીવ નિત્ય છે’ ‘જીવ નિત્ય જ છે' વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org