________________
नैगमस्य प्रस्थकदृष्टान्तः
१२५
नेगमो भणति - पत्थगस्स गच्छामि । तं च केइ छिंदमाणं पासित्ता वइज्जा - किं भवं छिंदसि ? विसुद्धतराओ गमो भणति पत्थयं छिंदामि । तं च केइ तच्छेमाणं पासित्ता वदेज्जा किं भवं तच्छेसि ? विशुद्धतराओ णेगमो पत्थयं तच्छेमि । तं च केइ उक्किरमाणं पासित्ता वदेज्जा - किं भवं उक्तिरसि ? विसुद्धतराओ णेगमो भणति - पत्थयं उक्तिरामि। तं च केइ (વિ)લિન્નમાળ પાસેત્તા વધેખા-ત્રિં મવું (વિ)નિસિ? વિસુદ્ધતરાઓ બેગમો મળતિपत्थयं (वि) लिहामि । एवं विसुद्धतरागस्स णेगमस्स नामाउडितओ पत्थओ । एवमेव ववहारस्स वित्ति अनुयोगद्वारसूत्र [ सू. ४७५] उक्तम् ।
अत्र हि वने गमनप्रयोजनीभूतदार्ववस्थायां प्रस्थकत्वेन दर्शनमुक्तम् । एवमेव छिद्यमानतक्ष्यमाणादिष्वस्थास्वपि प्रस्थकत्वेन दर्शनं कथितम् । ततश्च 'पूर्वापरीभूतासु विविधास्ववस्थासु
અનુયોગદ્વારસૂત્ર (સૂ. ૪૭૫) માં પ્રસ્થકદૃષ્ટાન્ન અંગે આ પ્રમાણે કહ્યું છે ‘પ્રસ્થકદૃષ્ટાન્ત શું છે ? પ્રસ્થકદૃષ્ટાન્ત આ છે કોઈક પુરુષ હાથમાં કુહાડી લઈને જંગલમાં જઈ રહ્યો છે. તેને જોઈને કોઈ પૂછે છે ઃ શા માટે જાઓ છો ? એ વખતે અવિશુદ્ધર્નંગમ કહે છે (એ પુરુષ અવિશુદ્ધનૈગમનયની દૃષ્ટિને અપનાવીને કહે છે) પ્રસ્થક માટે જાઉં છું. (કાષ્ઠને) છેદતા તેને જોઈને કોઈ પૂછે છે – તમે શું છેદો છો ? કંઈક વિશુદ્ધનૈગમનય કહે છે-પ્રસ્થક છેદું છું. તેને છોલતા જોઈને કોઈક પૂછે છે-તમે શું છોલો છો ? કંઈક વધારે વિશુદ્ધનૈગમનય કહે છે-પ્રસ્થકને છોલું છું. પછી (કાષ્ઠને) ઉકેરતા તેને જોઈને કોઈક પૂછે છે-તમે શું કોરો છો ? વધારે વિશુદ્ધનૈગમનય કહે છે -પ્રસ્થકને કોરું છું. પછી વિલેખન કરતા તેને જોઈને કોઈએ પૂછ્યું-તમે શાનું વિલેખન કરો છો ? ઘણા વિશુદ્ધ એવા નૈગમનયે કહ્યું કે પ્રસ્થકનું વિલેખન કરું છું.-એમ એના કરતાં પણ વધારે વિશુદ્ધ એવા નૈગમનયને પ્રસ્થક' એવું નામ જેના પર કોતરી દીધેલ હોય, એ જ પ્રસ્થક તરીકે માન્ય છે. વ્યવહારનયનો પણ આવો જ અભિપ્રાય જાણવો. અનુયોગદ્વારના આ અધિકારમાં પ્રસ્થક બનાવવા માટેનું કાષ્ઠ લેવા વનમાં જઈ રહેલ વ્યક્તિ વનગમનપ્રયોજનીભૂત આ કાષ્ઠને પ્રસ્થક તરીકે જુએ છે અને કહે છે. એ જ રીતે વૃક્ષ પરથી એ કાષ્ઠને છેદવાની અવસ્થામાં... પછી છોલવાની અવસ્થામાં... આ બધી અવસ્થામાં પણ એને પ્રસ્થક દેખાય છે. એટલે આ પૂર્વાપર વિવિધ અવસ્થાઓમાં પ્રસ્થકદ્રવ્ય સંકળાયેલું છે એ નિશ્ચિત થાય છે એ જ તો ઊર્ધ્વતાસામાન્ય છે. (આશય એ છે કે વ્યવહારનય આ કાષ્ઠાદિમાં પ્રસ્થકત્વ નહીં, પણ પ્રસ્થકયોગ્યતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org