Book Title: Nayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 358
________________ सिद्धान्तपक्षः ३४५ मात्राद्वा न दहनसिद्धिर्मोक्षसिद्धिर्वा, किन्तु तदानयनादिक्रियानुष्ठानं यथाख्यातचारित्रक्रियाऽपि वा तत्रापेक्ष्यत एव । तथा क्रियानयेनापि यदुक्तं यद्यत्समनन्तरभावि तत्तत्कारणमित्यादि, ततोऽपि ज्ञानमपि कारणतया सिध्यत्येव, दहनानयनादिक्रियाकाले सर्वसंवररूपक्रियाकालेऽपि वा दहनादिपरिज्ञानस्य केवलज्ञानस्य वा सत्त्वादिति ज्ञानक्रियोभयसाध्यैव मुक्त्यादिसिद्धिः । उक्तमपि- हयं नाणं कियाहीणं हया अन्नाणिणो किया । पासंतो पंगुलो दड्डो धावमाणो य अंधओ ॥ ॥ संजोगसिद्धीइ फलं वयंति न हु एगचक्केण रहो पयाइ । अंधो य पंगू य वणे समेच्चा ते संपउत्ता नगरं पविट्ठा ॥ ॥ इति ॥ नन्वेवं ज्ञान-क्रिययोर्मुक्त्यवापिका शक्तिः प्रत्येकमसती समुदायेऽपि कथं स्यात् ? न हि प्रत्येकमसत् समुदितेष्वपि सिकताकणेषु तैलं सम्भवतीति । अत्रोच्यते-सिकताकणेषु यतः सर्वथा तैलस्याभाव एवातस्तत्समुदायेऽपि तदभाव एव । प्रस्तुते तु नैवं, ज्ञानक्रिययोः प्रत्येकं मोक्षकारणताया यो निषेधः स सम्पूर्णोपकारितामपेक्ष्यैव, न तु કેવલજ્ઞાનમાત્રથી પણ ઇષ્ટસિદ્ધિ થઈ જતી નથી, પણ બળતણ લાવવું વગેરે ક્રિયા કે યથાખ્યાતચારિત્રક્રિયા આવશ્યક બને જ છે. તથા ક્રિયાનયે જે કહેલ કે “જે જેના પછી થાય તે તત્કારણક હોય' એનાથી જ્ઞાન પણ કારણ તરીકે સિદ્ધ થાય છે જ. કારણ કે બળતણ લાવવું વગેરે ક્રિયાકાળે, સર્વસંવરક્રિયાકાળે ક્રમશઃ દહનાદિજ્ઞાન કે કેવલજ્ઞાન હોય જ છે. માટે કાર્યસિદ્ધિ જ્ઞાન અનંતરભાવી પણ છે જ. માટે કાર્યસિદ્ધિ જ્ઞાનક્રિયાઉભયસિદ્ધ છે. એટલે જ કહ્યું પણ છે જ કે - ક્રિયાહીન જ્ઞાન હણાયેલું છે, અજ્ઞાનીની ક્રિયા હણાયેલી છે. જોવા છતાં પાંગળો અને દોડતો એવો આંધળો બન્ને આગમાં બળી ગયા. સંયોગ દ્વારા ફળ મળે છે. એક ચક્રથી રથ ચાલતો નથી. આંધળા પર પાંગળો બેસી ગયો, માર્ગદર્શન કરે છે અને એમ બન્ને ભેગા થઈને ઈષ્ટનગરે પહોંચી ગયા. શંકા - એકલા જ્ઞાન કે એકલી ક્રિયામાં જો મોક્ષપ્રાપિકા શક્તિ નથી, તો એ બેના સમુદાયમાં પણ એ શી રીતે હોય ? રેતીના ૧-૧ કણમાં નહીં રહેલ તેલ એના સમુદાયમાં પણ હોતું નથી જ. સમાધાન - રેતીના કણમાં તો સર્વથા તેલ છે જ નહીં, માટે સમુદાયમાં પણ નથી. પ્રસ્તુતમાં આવું નથી. જ્ઞાન-ક્રિયા પ્રત્યેકમાં મોક્ષસાધકતાનો જે નિષેધ કરાય છે તે સંપૂર્ણઉપકારિતાની અપેક્ષાએ જ. દેશપકારિતા તો બન્નેમાં છે જ, જે બેના સમુદાયમાં For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370