________________
अत्र 'सत्ता'शब्दस्यास्तित्वार्थकत्वम्
१५५
इत्यत्र भाष्यम् सत्तामेत्तग्गाही जेणाइमनेगमो तओ तस्स । उप्पज्जइ नाभूयं भूयं न य नासए वत्युं ॥२८०८ ॥ तो तस्स नमोक्कारो वत्थुत्तणओ नहं व सो निच्चो । संतं पि न तं सव्वो मुणइ सरूवं व वरणाओ ॥२८०९ ॥ ति । अत्र 'सत्तामात्रग्राही 'ति यदुक्तं तेनैव 'अत्र सङ्ग्रहनयेऽन्तर्भवन् सत्तालक्षणतिर्यक्सामान्यविषयी नैगमोऽभिप्रेत' इति निश्चीयत एवेति वाच्यं एतत् सत्ता 'शब्दस्यास्तित्वार्थकतया सत्तामहासामान्यलक्षणतिर्यक्सामान्यार्थकत्वाभावात् । नन्वेतत् स्वकल्पनाशिल्पनिर्मितमेव प्रतीयते, 'सत्ता' शब्दस्य सत्तामहासामान्यार्थकतया प्रसिद्धेः । तत्किमस्तित्वार्थकः सत्ताशब्दस्तवाप्रसिद्धः ? प्रसिद्ध एव, परन्तु नात्र स प्रयुक्त इति चेद् ? अहो ! तर्कचातुरी यद्विनैव हेतुना स्वाभिप्रेतमर्थं शपथमात्रेण साधयितुमभिलषति । ननु नायं सत्तामहासामान्यार्थकः सत्ताशब्द इत्यत्र स्वाभिप्रेतार्थसिद्धौ
-
કારણ કે આ નિર્યુક્તિગાથાના ભાષ્યમાં કે વૃત્તિમાં ઉપલક્ષણવ્યાખ્યાદ્વારા પણ એનું ગ્રહણ કર્યું હોય એવું જોવા મળતું નથી.
પૂર્વપક્ષ આ અધિકારમાં ભાષ્યગ્રન્થ આવો છે - સવ્વાણુષ્પો આ નિર્યુક્તિ ગાથા પર ભાષ્ય-આદિનૈગમ સત્તામાત્રને જુએ છે. તેથી તેના મતે અસત્ વસ્તુ ઉત્પન્ન થતી નથી, અને સત્ વસ્તુ ક્યારેય નાશ પામતી નથી. ।।૨૮૦૮॥ તેથી એના મતે, નવકાર પણ વસ્તુ હોવાના કારણે આકાશની જેમ નિત્ય છે. એ વિદ્યમાન હોવા છતાં તેને બધા, કર્માત્મક આવરણના કારણે સ્વરૂપની જેમ (આત્માના સ્વરૂપની જેમ) જાણી શકતા નથી. ।।૨૮૦૯૫ આમાં સત્તામાત્રગ્રાહી એવું જે કહ્યું છે એનાથી જ એ જણાય છે કે અહીં સંગ્રહનયમાં અન્તર્ભાવ પામતો અને ‘સત્તા’રૂપ તિર્યક્સામાન્યને ગ્રહણ કરતો એવો નૈગમનય અભિપ્રેત છે.
ઉત્તરપક્ષ અહીં જે સત્તા શબ્દ રહેલો છે તેનો અર્થ અસ્તિત્વ’ જ છે, નહીં કે સત્તામહાસામાન્યરૂપ તિર્યક્સામાન્ય. માટે તમારી વાત બરાબર નથી.
પૂર્વપક્ષ - આ તમારી કલ્પના માત્ર છે, કારણ કે સત્તા શબ્દ સત્તામહાસામાન્યના અર્થમાં પ્રસિદ્ધ છે.
શંકા - તો શું અસ્તિત્વ અર્થમાં ‘સત્તા' શબ્દ તને અપ્રસિદ્ધ છે ?
પૂર્વપક્ષ - પ્રસિદ્ધ જ છે, પણ એ અહીં વપરાયો નથી.
શંકા - અહો ! તર્કચાતુરી ! જે હેતુ વિના જ સ્વાભિપ્રેત વાતની સિદ્ધિ કરવા તું ચાહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org