Book Title: Nayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 322
________________ क्षीरस्य दधित्वे नैगमस्यैव सम्मतिः ३०९ तथाऽत्र न्यायावतारवृत्तौ श्रीमता शान्तिसूरिणा 'तत्र साङ्ख्यो ध्रौव्यमेव प्रतिपन्नवान्...' इत्यादि यदुक्तं तेनापि तस्य नैगममूलत्वं सिध्यत्येव, न ह्यादिनैगमं विहायान्यः कोऽपि नयो वस्तुनो ध्रौव्यमुत्पादविनाशाभावं च प्रतिपन्नवान्, नमस्कारनिर्युक्तावादिनैगमेतराणां नयानामुत्पादवादित्वस्य स्पष्टं कथितत्वात्। न च परसग्रहोऽप्यनुत्पन्नत्ववादीति वाच्यं, तन्मतेन सर्वस्यैव सत्त्वाद् नमस्कारेन्द्रघटादेनमस्कारादितयाऽभावात्। अत एव नमस्कारनियुक्तौ सदद्वैतवादिनः परसङ्ग्रहस्य नमस्कारानुत्पादवादितया नोल्लेखः । अपरसङ्ग्रहो नमस्कारादिकं तु मन्यत एव, किन्तूत्पन्नमेव, न त्वनुत्पन्नं, तस्य नमस्कारनिर्युक्तावुत्पन्नत्ववादिनयेषु समावेशात् । किञ्च साङ्ख्यदर्शनस्य प्रणेतारं कपिलाचार्यमुपहसद्भिरसत्कार्यवादिभिः 'यदेव दधि तत्क्षीरं, यत्क्षीरं तद्दधीति च । वदता विन्ध्यवासित्वं ख्यापितं विन्ध्यवासिना ॥' इति यदुक्तं तेनापि साङ्ख्यदर्शनस्य नैगममूलत्वं ख्याप्यत एव, वनगमनप्रयोजनीभूतं दारु प्रस्थकतयेव क्षीरं दधितया गृह्णतो नयस्य नैगमत्वनियमात् । सूक्ष्मधिया पर्यालोच्यमाना एते सर्वेऽधिकाराः साङ्ख्यदर्शनस्य नैगमनयप्रकृतिकत्वं सूचयति न वेति निर्णेतव्यं बहुश्रुतैः । તથા, અહીં ન્યાયાવતારની વૃત્તિમાં શ્રીમાન્ શાંતિસૂરિએ “એમાં સાંખ્ય ધ્રૌવ્યને જ માને છે” વગેરે જે કહ્યું છે તેનાથી પણ તે નૈગમમૂલક હોવો સિદ્ધ થાય છે જ. કારણ કે આદિનૈગમને છોડીને અન્ય કોઈપણ નય વસ્તુના ધ્રૌવ્યને અને ઉત્પાદવિનાશના અભાવને માનતો નથી. તે પણ એટલા માટે કે નમસ્કારનિર્યુક્તિમાં આદિનગમ સિવાયના નયોને ઉત્પાદવાદી હોવારૂપે સ્પષ્ટ રીતે કહેલ છે. પરસંગ્રહ પણ અનુત્પત્તિવાદી છે ને ' એવી શંકા ન કરવી, કારણ કે એના મતે તો બધું માત્ર “સતું હોવાથી નમસ્કારાદિરૂપે નમસ્કાર-ઇન્દ્રઘટાદિ કશું છે જ નહીં. એટલે જ નમસ્કારનિર્યુક્તિમાં સતવાદી પરસંગ્રહનયનો નમસ્કારને અનુત્પન્ન કહેનાર તરીકે ઉલ્લેખ કરેલો નથી. અપરસંગ્રહનય નમસ્કારાદિ માને છે ખરો, પણ ઉત્પન્ન જ, નહીં કે અનુત્પન્ન, કારણ કે નમસ્કારનિર્યુક્તિમાં એનો શેષ તરીકે ઉત્પન્નત્વ કહેનાર નયોમાં સમાવેશ કર્યો છે. વળી, સાંખ્યદર્શનના પ્રણેતા કપિલાચાર્યનો ઉપહાસ કરતાં અસત્કાર્યવાદીઓ વડે જે દહીં છે તે દૂધ છે, જે દૂધ છે તે દહીં છે-આવું કહેતા વિધ્યવાસી આચાર્યે પોતાનું વિધ્યવાસિત્વ=જંગલમાં રહેવાપણું સિદ્ધ કર્યું છે” આવું જ કહેવાયું છે તેનાથી પણ સાંખ્યદર્શન નૈગમમૂલક છે એ જણાય જ છે, કારણ કે વનગમનના પ્રયોજનભૂત કાષ્ઠને પ્રત્યેકની જેમ દૂધને દહી તરીકે જોનાર નય નૈગમ જ હોય શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370