Book Title: Nayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 339
________________ ३२६ नयविंशिका-१८ __ एवम्भूतस्त्वाह-देश-प्रदेशकल्पनारहितमखण्डमेव वस्त्वभिधानीयं, देश-प्रदेशयोरसत्त्वात्, भेदे सम्बन्धानुपपत्तेः, अभेदे सहोक्त्यनुपपत्तेः। न च विन्ध्यहिमवदादिभावावच्छेदकतयाऽऽकाशादिदेशसिद्धिः, परेण समं सम्बन्धस्यैवानुपगमात्, तादात्म्यतदुत्पत्त्यन्यतरानुपपत्तेरिति વિશે | उक्तः प्रदेशदृष्टान्तः । अधुना जीवदृष्टान्तः प्रदर्श्यते - तत्र 'जीवो नोजीवोऽजीवो नोअजीव' इत्याकारिते केन नयेन कोऽर्थः प्रतीयते ? સમાધાન - હા, તેમ છતાં અભેદપ્રકારકબોધ માટે કર્મધારય સમાસ જ કરવો જરૂરી હોવાથી બીજો વિકલ્પ જ યુક્ત છે. સપ્તમી તપુરુષવાળો પ્રથમ વિકલ્પ નહીં. હવે છેલ્લો એવંભૂત પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે - દેશ-પ્રદેશની કલ્પનારહિત અખંડ વસ્તુ જ કહેવી જોઈએ, કારણ કે દેશ-પ્રદેશ જેવું કાંઈ છે જ નહીં. તે પણ એટલા માટે કે એ દેશ-પ્રદેશનો મૂળ વસ્તુ સાથે ભેદ કે અભેદ કશું માની શકાતું નથી. તે આ રીતે - જો ભેદ માનો તો સંબંધ કયો ? જે સંબંધ કહેશો એનો વળી મૂળ વસ્તુ સાથે ભેદ માનવાનો કે અભેદ ? ભેદ માનવામાં એનો પણ નવો સંબંધ માનવો જરૂરી બનવાથી પરિણામે અનવસ્થાદોષ આવશે. જો અભેદ માનવાનો હોય તો પહેલેથી જ વસ્તુનો દેશ સાથે અભેદ માની લ્યો ને ! માટે ભેદ સંબંધ તો સંગત થઈ શકતો નથી. એટલે હવે જો અભેદસંબંધ માનશો તો સહોક્તિ = એક સાથે કથન અસંગત બની જશે. ઘટના એવો પ્રયોગ કાંઈ શિષ્ટો કરતા નથી. એમ નવપ્રવેશઃ એવો પણ પ્રયોગ શી રીતે થઈ શકે ? શંકા - વિધ્ય-હિમાલય... વગેરે ભાવપદાર્થોના (અવકાશના) અવરચ્છેદકરૂપે આકાશ વગેરેનો દેશ સિદ્ધ થઈ શકે છે. એટલે કે “આ વિધ્યપર્વતનું આકાશ' “આ હિમાલયનું આકાશ' વગેરે રૂપે આકાશના વિભાગ-દેશ થઈ જ શકે છે ને ? સમાધાન - એક પદાર્થનો અન્ય પદાર્થ સાથે સંબંધ અમે માનતા ન હોવાથી ષષ્ઠી વિભક્તિવાળો આવો પ્રયોગ અસંગત હોવાના કારણે તમારી વાત બરાબર નથી. અમે તો માત્ર તાદાભ્ય કે તદુત્પત્તિ. આ બે સંબંધ જ માનીએ છીએ, અને વસ્તુનો દેશ સાથે આ બેમાંથી કોઈ સંબંધ સંભવતો નથી. માટે દેશ-પ્રદેશ જેવી કોઈ ચીજ છે જ નહીં. આમ, પ્રદેશદષ્ટાન્ત કહ્યું. હવે જીવદષ્ટાન્ત દેખાડાય છે - એમાં, જીવ, નોજીવ, અજીવ, નોઅજીવ. આ ચાર પ્રકારના ઉચ્ચારણમાં કયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370