________________
३२६
नयविंशिका-१८
__ एवम्भूतस्त्वाह-देश-प्रदेशकल्पनारहितमखण्डमेव वस्त्वभिधानीयं, देश-प्रदेशयोरसत्त्वात्, भेदे सम्बन्धानुपपत्तेः, अभेदे सहोक्त्यनुपपत्तेः। न च विन्ध्यहिमवदादिभावावच्छेदकतयाऽऽकाशादिदेशसिद्धिः, परेण समं सम्बन्धस्यैवानुपगमात्, तादात्म्यतदुत्पत्त्यन्यतरानुपपत्तेरिति વિશે |
उक्तः प्रदेशदृष्टान्तः । अधुना जीवदृष्टान्तः प्रदर्श्यते - तत्र 'जीवो नोजीवोऽजीवो नोअजीव' इत्याकारिते केन नयेन कोऽर्थः प्रतीयते ?
સમાધાન - હા, તેમ છતાં અભેદપ્રકારકબોધ માટે કર્મધારય સમાસ જ કરવો જરૂરી હોવાથી બીજો વિકલ્પ જ યુક્ત છે. સપ્તમી તપુરુષવાળો પ્રથમ વિકલ્પ નહીં.
હવે છેલ્લો એવંભૂત પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે - દેશ-પ્રદેશની કલ્પનારહિત અખંડ વસ્તુ જ કહેવી જોઈએ, કારણ કે દેશ-પ્રદેશ જેવું કાંઈ છે જ નહીં. તે પણ એટલા માટે કે એ દેશ-પ્રદેશનો મૂળ વસ્તુ સાથે ભેદ કે અભેદ કશું માની શકાતું નથી. તે આ રીતે - જો ભેદ માનો તો સંબંધ કયો ? જે સંબંધ કહેશો એનો વળી મૂળ વસ્તુ સાથે ભેદ માનવાનો કે અભેદ ? ભેદ માનવામાં એનો પણ નવો સંબંધ માનવો જરૂરી બનવાથી પરિણામે અનવસ્થાદોષ આવશે. જો અભેદ માનવાનો હોય તો પહેલેથી જ વસ્તુનો દેશ સાથે અભેદ માની લ્યો ને ! માટે ભેદ સંબંધ તો સંગત થઈ શકતો નથી. એટલે હવે જો અભેદસંબંધ માનશો તો સહોક્તિ = એક સાથે કથન અસંગત બની જશે. ઘટના એવો પ્રયોગ કાંઈ શિષ્ટો કરતા નથી. એમ નવપ્રવેશઃ એવો પણ પ્રયોગ શી રીતે થઈ શકે ?
શંકા - વિધ્ય-હિમાલય... વગેરે ભાવપદાર્થોના (અવકાશના) અવરચ્છેદકરૂપે આકાશ વગેરેનો દેશ સિદ્ધ થઈ શકે છે. એટલે કે “આ વિધ્યપર્વતનું આકાશ' “આ હિમાલયનું આકાશ' વગેરે રૂપે આકાશના વિભાગ-દેશ થઈ જ શકે છે ને ?
સમાધાન - એક પદાર્થનો અન્ય પદાર્થ સાથે સંબંધ અમે માનતા ન હોવાથી ષષ્ઠી વિભક્તિવાળો આવો પ્રયોગ અસંગત હોવાના કારણે તમારી વાત બરાબર નથી. અમે તો માત્ર તાદાભ્ય કે તદુત્પત્તિ. આ બે સંબંધ જ માનીએ છીએ, અને વસ્તુનો દેશ સાથે આ બેમાંથી કોઈ સંબંધ સંભવતો નથી. માટે દેશ-પ્રદેશ જેવી કોઈ ચીજ છે જ નહીં.
આમ, પ્રદેશદષ્ટાન્ત કહ્યું. હવે જીવદષ્ટાન્ત દેખાડાય છે - એમાં, જીવ, નોજીવ, અજીવ, નોઅજીવ. આ ચાર પ્રકારના ઉચ્ચારણમાં કયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org