________________
न्यायावतारवृत्त्यधिकारः
३०७ न वा कस्यचित् । न चैवम् । अत: सत् कार्यमिति । तथा सर्वसंभवाऽभावाद् इति । सर्वस्मात् सर्वं कार्यमुत्पद्येत । पूर्व कारणाश्रयणेन प्रसङ्ग उक्तः, संप्रति तु कार्यमाश्रित्येति विशेषः । न च सर्वं सर्वतो भवति । तस्मादयं नियमः । तत्रैव तस्य सद्भावादिति । तथा, शक्तस्य शक्यकरणादिति । यद्यप्यसत्कार्यवादिभिर्नियतमेव कारणं नियतकार्यकरणशक्तिकमुपेयते, तथापि शक्यमेव कार्यं करोति । यच्च नीरूपं तदनाधेयातिशयम्। तथाभूतं च कथं केनचिच्छक्येत कर्तुम्। तस्मात् सदेव शक्यते कर्तुम्, नासदिति। तथा, उक्तन्यायादसत्कार्ये न किञ्चित् कारणं स्यात् । अस्ति च कारणम् । तदाह-कारणभावाच्च
અવિદ્યમાનતા સમાન હોવાથી ક્યાં તો બધાનું ગ્રહણ થાત ને ક્યાં તો કોઈનું જ ન થાત. પણ આવું બનતું નથી, માટે શાલિબીજમાં શાલિકાર્ય સત્ છે. (ને તેથી એનું જ ગ્રહણ થાય છે, એમ માનવું જ જોઈએ.
(૩) સર્વસંભવનો અભાવ = કોઈપણ કારણમાંથી બધાં કાર્યો સંભવિત ન બનવા. પણ જો કાર્ય અસતું હોય તો, શાલિબાન્ય શું કે કોદ્રવધાન્ય વગેરે શું ? બધા જ શાલિબીજમાં સમાન રીતે અસતું હોવાથી શાલિબીજમાંથી શાલિ-કોદ્રવ વગેરે બધાં જ કાર્યો થઈ શકવા જોઈએ. પણ બધા કારણથી બધાં કાર્યો કાંઈ થતા નથી. માટે આ નિયમ છે કે જે કાર્ય જે કારણમાં વિદ્યમાન હોય તે જ તેમાંથી ઉત્પન્ન થાય. પૂર્વે વિવલિત કાર્ય માટે કોઈપણ કારણ લઈ શકાય. ચોક્કસ કારણ જ લેવું એવો નિયમ નહીં રહે... એ રીતે દોષ બતાવેલો. અહીં વિવક્ષિત કારણથી ચોક્કસ કાર્ય જ થાય.. એવો નિયમ નહીં. બધાં કાર્યો થવા જોઈએ એવો દોષ બતાવેલો છે. માટે એ વિશેષતા છે. (૪) શક્તનું શક્યકરણ... શંકા - અમુક ચોક્કસ કારણમાં અમુક ચોક્કસ કાર્ય કરવાની જ શક્તિ અમે માનીએ છીએ. એટલે કાર્ય અસતું હોવા છતાં વિવક્ષિત કારણથી અમુક જ કાર્ય થાય છે, નહીં કે આકાશકુસુમ, એમ જે સમર્થ હોય એવા જ ઉપાદાનકારણનું ગ્રહણ થાય છે, નહીં કે આડેધડ ગમે તેનું તથા વિવક્ષિત કારણથી અમુક જ કાર્ય થાય છે, નહીં કે બધાં કાર્યો. એટલે તમે જે આપત્તિઓ દર્શાવી છે એનાથી કાર્ય સત્ હોવાની સિદ્ધિ થતી નથી. સમાધાન - અમુક ચોક્કસ કાર્ય કરવાની જ શક્તિથી શક્ત (= સમર્થ) એવું પણ કારણ, જેમાં કંઈક પણ ક્રિયા કરવી શક્ય હોય એવા શક્યક્રિય કાર્યને જ કરી શકે છે, નહીં કે અશક્યક્રિય એવા કાર્યને પણ. તમે તો કાર્યને શશશૃંગની જેમ અસત્ માનેલું છે. માટે એ કોઈપણ સ્વરૂપ વિનાનું નીરૂપ છે. જેનું પોતાનું કોઈ જ સ્વરૂપ નથી એવા નીરૂપમાં તો કોઈ જ અતિશયનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org