________________
शब्दादीनां विषयः
२५३ न घटः । तत्र वर्तमानकालतया वर्तमानक्षणमात्रं यो मन्यते स सूक्ष्मऋजुसूत्रः । यस्तु वर्तमानावलिका-मुहूर्त-दिनादीनपि वर्तमानकालतया स्वीकृत्य तत्तदावलिका-मुहूर्तादिकालभाविनं घटं स्वीकुरुते स स्थूलऋजुसूत्रः । यतोऽयं 'घट'पदवाच्यतया द्रव्यं स्वीकरोत्यतस्तस्य चत्वारोऽपि निक्षेपाः संमताः, नामघटादिष्वपि 'घट'पदवाच्यतायाः सत्त्वात् ।।
शब्दादयस्तु त्रयोऽपि नयाः पर्यायार्थिकत्वात् 'घट'पदवाच्यतया घटनपर्यायं मन्यन्ते, न तु द्रव्यम् । नाम-स्थापना-द्रव्यघटेषु घटनपर्यायस्तु नास्त्येवेति तेषु घटपदवाच्यताया अभावात् पटादिष्विव न घटनिक्षेपत्वम् । ततश्च ते भावनिक्षेपमेव मन्यन्त इति स्थितम् ।
एवम्भूतनयो वर्तमानकाले यत्र घटनपर्यायो दृश्यते तमेव घटतया स्वीकुरुते। अर्थाद् यो योषिन्मस्तकारूढो भूत्वा जलाहरणं करोति स एव तस्य घटः। अत्रापि यत्र घटनपर्याय इत्यादि यदुक्तं तद्व्यवहारनयानुसारेण, अन्यथैवम्भूतनयस्य घटनपर्याय एव घटः, तदाधारभूतं द्रव्यं किञ्चिदपि नास्त्येवेति 'यत्र'आदिशब्दप्रयोगस्तस्यानुपपन्नः। कम्बुग्रीवादिमानपि यो वर्तमानकाले जलाहरणादिषु न व्यापृतः स घटनपर्यायाभावान्न घटः ।
વર્તમાન ક્ષણમાત્રને જુએ છે તે સૂક્ષ્મ ઋજુસૂત્ર છે અને જે નયપ્રકાર વર્તમાન આવલિકા-મુહૂર્ત-દિન વગેરેને પણ વર્તમાનકાળ તરીકે સ્વીકારીને તે તે આવલિકા-મુહૂર્ત વગેરે કાળમાં રહેનાર ઘટને સ્વીકારે છે તે સ્થૂલઋજુસૂત્ર છે. વળી આ નય “ઘટ'પદના વાચ્યાર્થ તરીકે દ્રવ્યને સ્વીકારે છે, માટે એને ચારે નિક્ષેપ માન્ય છે, કારણ કે નામઘટ વગેરેમાં પણ ઘટપદની વાચ્યતા રહેલી છે. ' શબ્દ વગેરે ત્રણે નયો પર્યાયાર્થિક હોવાથી ઘટપદના વાચ્યાર્થ તરીકે ઘટનપર્યાયને કહે છે, નહીં કે ઘટદ્રવ્યને. નામ-સ્થાપના-દ્રવ્યઘટમાં ઘટનપર્યાય તો હોતો નથી જ, માટે એ બધામાં ઘટ'પદવાણ્યતાનો અભાવ હોવાથી પટાદિની જેમ એ બધા પણ ઘટના નિક્ષેપ નથી. એટલે આ નવો માત્ર ભાવનિક્ષેપને જ માને છે એ નિશ્ચિત થયું.
એવંભૂતનય વર્તમાનકાળે જ્યાં ઘટનપર્યાય જોવા મળે એને જ ઘડા તરીકે સ્વીકારે છે. એટલે કે જે સ્ત્રીને મસ્તારૂઢ થઈ જળાહરણ કરે એ એના મતે ઘટ છે. આમાં પણ જ્યાં ઘટનપર્યાય... વગેરે જે કહ્યું છે તે વ્યવહારનયાનુસારે જાણવું, નહીંતર એવંભૂતનયને તો ઘટનપર્યાય એ જ ઘટ હોવાથી એના આધારભૂત કશું ન હોવાના કારણે “જ્યાં' વગેરે શબ્દપ્રયોગો અસંગત છે. તથા કંબુગ્રીવાદિયુક્ત એવો પણ જે ઘડો વર્તમાનમાં જળાહરણાદિ નથી કરી રહ્યો તે આ નયના મતે, ઘટનપર્યાયનો અભાવ હોવાથી “ઘટ' નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org