________________
२७४
नयविंशिका-१५ मात्रेणार्थभेदकल्पनं न युक्तम् । न हि कोशानुशासनादावपि लिङ्ग-वचनादिभेदमात्रेणार्थभेदः कथितः । किञ्च तृषाशमनार्थ्यपि न माधुर्यं गवेषते, अपि तु तदाश्रयं जलद्रव्यमेवेत्यर्थक्रियाकारित्वमपि क्षणिके माधुर्याद्याधारभूते जलादिद्रव्य एव मन्तव्यम् । आधारभूतं जलद्रव्यं विमुच्य स्वतन्त्रं माधुर्यं कुत्रोपलभ्यते? न कुत्रचिदित्यर्थ इत्यतोऽप्याधारतयाऽवश्यंकल्पनीये जलद्रव्य एवार्थक्रियाकारित्वकल्पना श्रेयस्करी । तथा, घटनलक्षणं व्युत्पत्त्यर्थं यो न जानाति तस्यापि घटपदाद् घटबोधो भवतीति स्वीकुर्वंस्त्वं नामघटादीन् किं न स्वीकुरुषे ? इदमुक्तं भवति-व्युत्पत्त्यर्थबोधं विनापि जायमानेन घटबोधेनैतत्सूच्यते यद् व्युत्पत्त्यर्थपुरस्कारेणैव घटादिपदाद् घटबोधो भवतीति नास्ति नियम इति । ननु तत्रापि घटत्वं पुरस्कृत्यैव घटबोधो भवति, नामघटादिषु तु घटत्वस्याप्यभाव एवेति कथं ते 'घट'पदवाच्या:? इति चेत् ? न, व्युत्पत्तिनिमित्तनियमवत् प्रवृत्तिनिमित्तनियमस्याप्यभावात्, प्रवृत्तिनिमित्तमजानानेनापि सङ्केतज्ञानमात्रप्रभावात् तत्तत्पदात् तत्तत्पदार्थबोधस्यानुभूयमानत्वात्। कथमन्यथा पारिभाषिक
કોશ-અનુશાસન વગેરેમાં પણ કાંઈ લિંગ-વચનાદિ ભેદમાત્રથી અર્થભેદ કહેલો નથી.
વળી, તૃષાશમનનો અર્થ પણ મધુરતાને શોધવા નથી નીકળતો, પણ તેના આશ્રયભૂત જળદ્રવ્યને જ શોધે છે. એટલે અર્થક્રિયાકારિત્વ પણ મધુરતાદિના આધારભૂત ક્ષણિક જળાદિદ્રવ્યમાં જ માનવું જોઈએ. આધારભૂત જળદ્રવ્યને છોડીને માધુર્ય સ્વતંત્ર હોવું ક્યાં જણાય છે ? કશે જ નહીં. માટે આ કારણે પણ આધારરૂપે અવશ્ય કલ્પના કરવા યોગ્ય જળદ્રવ્યમાં જ અર્થક્રિયાકારિત્વની કલ્પના કરવી એ યોગ્ય છે.
તથા ઘટનાત્મક વ્યુત્પત્તિઅર્થને જે નથી જાણતો એને પણ “ઘટ'પદ પરથી ઘટબોધ થવો સ્વીકારનાર તું નામઘટ વગેરેને કેમ નથી માનતો ? આશય એ છે કે વ્યુત્પત્તિઅર્થનો બોધ ન હોવા છતાં જે ઘટબોધ થાય છે એનાથી આ સૂચન મળે છે કે ઘટાદિપદપરથી વ્યુત્પત્તિઅર્થને આગળ કરીને જ ઘટબોધ થાય એવો નિયમ નથી.
શંકા - છતાં, ત્યાં પણ ઘટત્વને આગળ કરીને જ ઘટબોધ થાય છે. નામઘટાદિમાં તો ઘટત્વનો પણ અભાવ જ છે, પછી એ શી રીતે ઘટપદવાચ્ય બની શકે ?
સમાધાન - જેમ વ્યુત્પત્તિનિમિત્તનો નિયમ નથી એમ પ્રવૃત્તિનિમિત્તનો નિયમ પણ નથી જ. અર્થાત્ ઘટવને આગળ કરીને જ “ઘટ’પદ પરથી ઘટનો બોધ થાય એવો પણ નિયમ નથી જ. કારણ કે પ્રવૃત્તિનિમિત્તનો અજાણ માનવી પણ સંકેતજ્ઞાનમાત્ર પરથી તે તે પદ પરથી તે તે પદાર્થના બોધનો અનુભવ કરે છે. જો આવું ન માનવામાં આવે તો, પારિભાષિક શબ્દ પરથી અર્થબોધનો અનુભવ શી રીતે થઈ શકે ? એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org