________________
७४
नयविंशिका-९ तद्वसत्यभ्युपगमे तु गृहकोणादावपि तदुपगमप्रसङ्गः, संस्तारकावच्छिन्नव्योमप्रदेशेषु संस्तारक एवावगाढो न तु देवदत्तोऽपीति न तेष्वपि तद्वसतिभणनमुपपद्यते । संस्तारकगृहकोणादौ देवदत्तवसतिव्यवहारस्तु प्रत्यासत्तिदोषोभ्रान्तिमूलक एवेत्येतदभिप्रायः ।
ननु 'ऋजु-अकुटिलं सूत्रणाद् ऋजुसूत्रः' इति व्युत्पत्तौ सूत्रणेऽकुटिलत्वं किम् ? शृणु-'कूटस्य रूप्यकस्य रूप्यत्वेन व्यवहारे न ऋजुता, अपि तु वक्रता' इति यत्सर्वैरङ्गीक्रियते तत्र किं कारणमिति प्रश्ने इदमेवोत्तरं दातव्यं भवति यत् कूटं रूप्यकं कार्यसाधकं न भवति, यत्तु परमार्थतो रूप्यकं तत्तु कार्यसाधकं भवत्येव । तथा चेयं व्याप्तिः पर्यवस्यतिकार्यासाधकस्य कार्यसाधकत्वेन व्यवहारे वक्रता, न तु ऋजुता । अतीतस्य, अनागतस्य परकीयस्य वा वस्तुनः स्वकार्यासाधकत्वं तु स्पष्टमेव । तथापि तस्य तत्तद्वस्तुत्वेन व्यवहारे वक्रतैतद्व्याप्तिसिद्धा । ततश्च तस्या वक्रतायाः परिहारेण स्वकार्यसाधकस्य स्वकीयस्य वर्तमानस्य वस्तुन एव तत्तद्वस्तुत्वेन यो व्यवहारस्तस्मिन्नकुटिलत्वं सुगममेव ॥९॥
આત્મપ્રદેશો સતત સ્પંદનશીલ હોવાથી) ત્યારે અન્ય-અન્ય ક્ષેત્ર અવગાહીને એ રહે છે. દેવદત્તની વસતિ જો સંથારામાં માનવામાં આવે તો પછી ઘરના ખૂણામાં પણ તે માનવી પડે. કારણ કે, અવગાહન આપનાર આકાશથી ભિન્ન તો સંથારાની જેમ એ ખૂણો પણ છે જ. વળી, સંથારાની અવગાહનાભૂત જે આકાશપ્રદેશો છે એમાં તો સંથારો જ રહ્યો છે, નહીં કે દેવદત્ત પણ. એટલે સંથારાના આકાશપ્રદેશો, એની પ્રત્યાત્તિ હોવાથી થયેલી ભ્રમણાના કારણે જ દેવદત્તની વસતિ તરીકે કહેવાય છે. આવો ઋજુસૂત્રનયનો અભિપ્રાય છે.
“ઋજુ = અકુટિલ સૂત્રણ કરે તે ઋજુસૂત્ર' આવી વ્યુત્પત્તિમાં અકુટિલ સૂત્રણ એ શું છે ?” આવા પ્રશ્નનો જવાબ - ખોટા રૂપિયાનો રૂપિયા તરીકે વ્યવહાર કરવામાં ઋજુતા નથી પણ વક્રતા છે, આ તો બધાને માન્ય છે. પણ એમાં કારણ શું ? એ વિચારતાં જણાય છે કે ખોટો રૂપિયો કાર્યસાધક હોતો નથી, સાચો રૂપિયો જ કાર્યસાધક હોય છે. એટલે આવી વ્યાપ્તિ મળે છે કે કાર્યઅસાધકનો કાર્યસાધક તરીકે વ્યવહાર કરવામાં વક્રતા = કુટિલતા છે, ઋજુતા નથી. અતીત, અનાગત અને પરકીયવસ્તુ કાર્યસાધક હોતી નથી એ વાત સ્પષ્ટ છે. છતાં એનો તે તે વસ્તુરૂપે (= તે તે અર્થક્રિયાકારી વસ્તુરૂપે) વ્યવહાર કરવો એ વક્રતા છે, એવું આ વ્યાપ્તિથી સિદ્ધ થાય છે. એટલે, આવી વક્રતાનો પરિહાર કરીને સ્વકાર્યસાધક સ્વકીય વર્તમાનવસ્તુનો જ તે તે વસ્તુરૂપે વ્યવહાર કરવામાં અકુટિલતા સ્પષ્ટ છે જ. આ જ અકુટિલ સૂત્રણ છે. હા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org