________________
११८
नयविंशिका-१४ 'ध्रौव्योत्पाद-व्यययुक्तं सत्' इत्येवं किं न सूत्रितमिति चेत् ? सत्यं, तथापि उत्पाद-व्ययध्रौव्येषु उत्पादस्य प्रथमत्वादितरेतरद्वन्द्वे प्रथमोपन्यासः । ननूत्पादस्य प्रथमत्वमित्यस्य कोऽर्थः ? अयमर्थ:-पूर्वमुत्पाद एव भवति । तदनन्तरमेव तत्र ध्रौव्यचिन्ता शोभते । यस्त्वनुत्पन्नस्तत्र का ध्रौव्याध्रौव्यचिन्ता ? न हि खपुष्पं ध्रुवमध्रुवं वेति चिन्त्यमानं क्वचिदपि कदाचिदपि शोभते । न च सत्येव द्रव्ये पर्यायाणामुत्पत्तिः सम्भवति, न हि मृद्रव्येऽसति घटाधुत्पद्यन्ते । किञ्चाधारतयाऽपि द्रव्यस्यैव प्राथम्यं, अन्यैरभ्युपगता ‘इह तन्तुषु पटः' इति बुद्धिरप्येतदेव सूचयति । ततश्च पूर्वं द्रव्यलक्षणं ध्रौव्यमेव भवति, तदनन्तरमेव पर्यायाणामुत्पाद इति क्रमानुसरणेऽपि ध्रौव्यपदस्यैव पूर्वनिपात इतरेतरद्वन्द्वे समुचित इति वाच्यं, अनादिनिधनस्य द्रव्यस्यार्वाग्दृशामस्माकमव्यवहार्यत्वात्। अयम्भावः-जलं यदा वयं पश्यामस्तदाऽऽधारानुसारित्रिकोण-चतुष्कोणाद्याकारवदेव तद् दृश्यते, तत्तदाकारवच्च तदुत्पादविनाशशाल्येव, न तु ध्रुवं, आकारस्य ध्रुवत्वाभावात् । तत्तदाकारवत्त्वेन परिणमद् जलद्रव्यं स्वरूपतः कीदृग्
સમાધાન - તમારી વાત સાચી છે. છતાં, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય.... આ ત્રણમાં ઉત્પાદનો ક્રમ પ્રથમ હોવાથી એનો પ્રથમ ઉલ્લેખ છે. “ઉત્પાદ પ્રથમ છે' એનો શું મતલબ ? એનો એ મતલબ છે કે પહેલાં ઉત્પાદ જ થાય છે. વસ્તુનો ઉત્પાદ થયા બાદ જ એમાં દ્રવ્યનો વિચાર કરવો એ શોભે છે. જે અનુત્પન્ન જ છે તેના અંગે એ ધ્રુવ છે કે અધુવ ? એવો શું વિચાર હોય ? આકાશકુસુમ ધ્રુવ હોય કે અધુવ? એ વિચાર ક્યારેય પણ ક્યાંય પણ શોભતો નથી જ.
શંકા - દ્રવ્ય હોય તો જ પર્યાયોની ઉત્પત્તિ સંભવે છે. માટી જ ન હોય તો શું ઘટ વગેરે ઉત્પન્ન થાય ? વળી આધારરૂપે પણ દ્રવ્ય જ પ્રથમ હોવું સંભવે છે. અન્ય દર્શનકારોએ ફુદ તત્પુ પર: એવી માનેલી બુદ્ધિ પણ આવું જ સૂચન કરે છે. એટલે પ્રથમ દ્રવ્યના લક્ષણભૂત ધ્રૌવ્ય જ છે, એ પછી જ પર્યાયોનો ઉત્પાદ છે. માટે ક્રમને અનુસરીએ તો પણ ધ્રૌવ્યપદનો જ પૂર્વનિપાત ઇતરેતરન્દ્રસમાસમાં ઉચિત છે.
સમાધાન - આવી શંકા ન કરવી, કારણ કે અનાદિનિધન દ્રવ્ય છમસ્થ એવા આપણા વ્યવહારનો વિષય નથી. આશય એ છે કે - પાણીને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે એ પોતાના આધારને અનુરૂપ ત્રિકોણ-ચતુષ્કોણ વગેરે આકારવાળું જ દેખાય છે. તેવા તેવા આકારવાળું એ તો ઉત્પાદ-વિનાશશાળી જ હોય છે, નહીં કે ધ્રુવ, કારણ કે આકાર ધ્રુવ હોતો નથી. તે તે આકારને ધારણ કરતું જળ દ્રવ્ય સ્વરૂપે કેવું હશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org