________________
નવતત્વ પાટિકા-ઝ09,
૧૧.
વિશેષતઃ જે તવ જે બાબતની મુખ્યતાવાળું છે, તે તત્વ તે બાબતમાં ય ઈત્યાદિ એકેક વિશેષણવાળું છે.
૯ તરોમાં સંખ્યાબેદ આ નવ તને એક બીજામાં યથાયોગ્ય સમાવેશ કરવાથી ૭ તત્ત્વ, પતિ અથવા ૨ ત પણ ગણાય છે. જેમકે-શુભ કર્મને આશ્રવ તે પુણ્ય અને અશુભ કર્મને આશ્રવ તે પાપ છે. તે કારણથી પુણ્ય અને પાપ તત્વને આશ્રવમાં ગણુએ તે ૭ તત્ત્વ થાય છે.
અથવા આશ્રવ, પુણ્ય અને પાપ એ ત્રણને બન્ધ તત્વમાં ગણીએ અને નિર્જરા તથા મેક્ષ એ બેમાંથી કેઈ પણ એક ગણુએ તે તે ૫ તત્વ થાય છે. અથવા સંવર, નિર્જશ અને મોક્ષ એ ત્રણ તત્ત્વ જીવસ્વરૂપ છે માટે જીવમાં ગણીએ તે ૧ જીવતત્ત્વ અને ૨ અજીવતત્ત્વ એમ બેજ તત્વ ગણાય છે. ઈત્યાદિ વિવક્ષાભેદ છે, પરંતુ અહિં ચાલુ પ્રકરણમાં તે ૯ ત ગણાશે.
૯ તોમાં ૪ જીવ ૫ અજીવ જીવ એ જીવ તત્ત્વ છે, તેમજ સંવર, નિર્જરા અને મેક્ષ એ ત્રણ તત્વ પણ છવસ્વરૂપ (જીવપરિણામ) હેવાથી અથવા જીવના સ્વભાવ રૂપ હોવાથી જીવતત્વ છે, માટે જીવ, સંવર, નિજ અને મેક્ષ એ ચાર જીવ છે, અને શેષ પાંચ તો અજીવ છે. તેમાં પુણ્ય–પાપઆશ્રવ-અને બન્ધ એ ચારે કર્મ પરિણામ હેવાથી અજીવ ગણાય છે.
૯ તમાં રૂપી-અરૂપી જોકે જીવ વાસ્તવિક રીતે તે અરૂપી જ છે, પરંતુ ચાલુ પ્રસંગમાં તે દેહધારી હોવાથી રૂપી કહેલ છે, સંવર, નિર્જરા અને મેક્ષ એ ત્રણે જીવન પરિણામરૂપ હેવાથી અરૂપી છે, તથા પુણ્ય, પાપ આશ્રવ અને બધા એ ચાર તત્વ કર્મને પરિણામ (કર્મયુદ્દ ગલમય રૂપી) હેવાથી રૂપી છે, અને અજીવતત્વમાં રૂપી અને અરૂપી બને પ્રકાર છે. કારણકે ધર્માસ્તિકાય વગેરે અરૂપી છે, અને એક પુદ્ગલ દ્રવ્યજ રૂપી છે (તે કારણથી આગળ અજીવના ૪ ભેદ રૂપી અને ૧૦ ભેદ અરૂપી કહેવાશે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org