________________
૧૬ -
નવતત્ત્વપ્રકરણ સાથે
વિશેષાર્થ સર્વ જીવને મતિ તથા શ્રુતજ્ઞાનને અનન્તમાં ભાગ ઉઘાડો હોવાથી અને તે અનન્તમાં ભાગ જેટલું અ૫ અથવા જીવભેદે અધિક અધિક ચૈતન્ય સ્પષ્ટ હોવાથી સર્વ જીવે ચૈતન્ય લક્ષણ વડે એકજ પ્રકારના છે, અર્થાત્ સંસારી જીવે છે અનન્તાનન્ત છે, તેમાંના કેટલાએક જ ચૈતન્યવાળા અને કેટલાએક જ ચૈતન્ય રહિત એમ બે પ્રકારના જ નથી, પરંતુ સર્વે જીવ માત્ર ચૈતન્ય લક્ષણવાળા છે. માટે ચેતન્ય લક્ષણ વડે જ એક પ્રકારના છે.
અથવા બીજી રીતે વિચારીએ તો સંસારી જેમાં કેટલાએક છે અને કેટલાક સ્થાવર છે. એમ બે ભેદમાં સર્વ સંસારી જીને સમાવેશ થાય છે. માટે ત્રસ અને સ્થાવર એ બે ભેદ વડે જી બે પ્રકારના પણ કહેવાય.
અથવા ત્રીજી રીતે વિચારીએ તે સંસારી જેમાંના કેટલાએક સ્ત્રીવેદવાળા, કેટલાક પુરુષવેદવાળા, અને કેટલાક નપુંસક વેદવાળા છે, એ પ્રમાણે ત્રણ ભેદમાં સર્વ સંસારી જીવોને સમાવેશ થવાથી વેદની અપેક્ષાએ જીવે ત્રણ પ્રકારના પણ ગણાય.
અથવા ચેથી રીતે વિચારીએ તે સંસારી જેમાંના કેટલાક દેવ, કેટલાક મનુષ્ય, કેટલાક તિર્યચ, અને કેટલાક નારકી હેવાથી એ ચાર ગતિભેદમાં સર્વ સંસારી જીનો સમાવેશ થવાથી અતિભેદ વડે જીવે ૪ પ્રકારના પણ ગણાય.
અથવા પાંચમી રીતે વિચારીએ તે સંસારી જીવોમાંના કેટલાક એકેન્દ્રિય છે, કેટલાક દ્વીદ્રિય છે. કેટલાક ત્રીન્દ્રિય છે, કેટલાક ચતુરિન્દ્રિય છે. અને કેટલાક પંચેન્દ્રિય પણ છે. એ પ્રમાણે પાંચ ઈન્દ્રિયભેદમાં સવે સંસારી જીવોને સમાવેશ થવાથી ઈન્દ્રિય ભેદે સંસારી જીવે ૫ પ્રકારના પણ ગણાય.
અથવા છઠ્ઠી રીતે વિચારીએ તે સંસાર છોમાં કેટલાએક પૃથ્વીકાય છે, કેટલાક અપકાય છે, કેટલાક અગ્નિકાય છે, કેટલાક વાયુકાય છે, કેટલાક વનસ્પતિકાય છે, અને કેટલાક ત્રસકાય છે, એ પ્રમાણે ૬ કાયભેદમાં સર્વ સંસારી અને સમાવેશ થવાથી જી ૬ પ્રકારના પણ ગણી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org