________________
૯ મોક્ષતત્વ
૧૮
ગાથાથ:જે જીવેએ અન્તમુહૂર્ત માત્ર પણ સમ્યકત્વ સ્પર્યું હોય, તે અને સંસાર માત્ર અર્ધ પુદ્ગલપરાવર્ત જેટલેજ બાકી રહે છે. પરા
વિશેષાર્થ૯ સમયનું જઘન્ય અન્તમુહૂર્ત તથા બે ઘડીમાં ૧ સમય ન્યૂન કાળ તે ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત, અને ૧૦-૧૧ ઈત્યાદિ સમયથી યાવત્ ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તથી અત્યન્તરના મધ્યના સર્વે કાળભેદ (તેટલા ભેટવાળાં-અસંખ્યાત) મધ્યમ અન્તર્મુહૂર્ત છે, અહિં મધ્યમ અખ્તમુહૂર્ત અસંખ્ય સમયનું ગ્રહણ કરવું. તેવા (મધ્યમ) અન્તર્મુહૂર્ત માત્ર એટલે કાળ પણ સમ્યક્ત્વને લાભ થયો હોય તે અનેક મહા-આશાતનાએ આદિક પાપનાં કારણથી કદાચ ત્રા
પુદ્ગલપરાવર્ત જેટલો અનન્તકાળ રખડે તે પણ પુનઃ સમ્યકત્વ પામી ચારિત્ર લઈ જીવ મોક્ષે જઈ શકે છે. અહિં સમ્યકત્વ પ્રાપ્ત કરતાં જે ગ્રન્થિભેદ થાય છે, તે ગ્રન્થિભેદ એક વાર થયા બાદ પુનઃ તેવી ગ્રન્થિ [નિબિડ રાગ–ષ રૂપ ગાંઠ) જીવને પ્રાપ્ત થતી નથી.૧ માટે તે ગ્રંથિભેદના પ્રભાવે અર્ધ પુદગલપરાવતે પણ અવશ્ય મોક્ષ થાય છે. જે પુનઃ તેવી અનેક મહા-આશાતના આદિક ન કરે તે કેઈક જીવ તે જ ભવે અથવા ત્રીજે સાતમે અને આઠમે ભવે, પણ મેક્ષ પામે છે. અહિં ગાથામાં અTTઈ શબ્દ કહ્યો તે જ એટલે વ્યતીત થયેલ છે પહેલે અર્ધ ભાગ જેને એ છેલ્લે કઈ ભાગ તે પર્ધ, અથવા આપ એટલે કિંચિત્ ન્યૂન એ અર્ધ પુદ્ગલપરાવર્તા તે અપર્ધ પુદ્ગલપરાવર્તા” એમ બે અર્થ છે. વળી દ્રવ્યાદિ ચાર પ્રકારના પુદ્ગલપરાવર્તામાંથી અહિં સૂક્ષમ ક્ષેત્ર પુદગલપરાવને અર્ધ ભાગ જાણુ, પરન્તુ દ્રવ્યાદિ ત્રણને નહિં.
* પુદ્ગલ પરાવર્તાનું સ્વરૂપ આગળ પ૪મી ગાથાના અર્થમાં કહેવાશે. ૧ અર્થાત એવો તીવ્ર રાગદ્વેષરૂપ પરિણામ આત્માને પુન: પ્રાપ્ત થતું નથી.
૨ અથવા આશાતનાઓની પરંપરાને અનુસરીને તેથી અધિક સંખ્યાત ભવે પણ મોક્ષ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org