________________
૭૮
નવતરવપ્રકરણ સાથે સગતિ આદિ ૪૨ શુભ કર્મની સુવર્ણ જંજીરમાં કેદી રહેવાને ઉત્સુક ન હૈ જોઈએ. વળી પાપાનુબપિ પુણ્ય તે આત્માને પરં પરાએ દુર્ગતિઓમાં જ રઝળાવે છે, એ પ્રમાણે અનેક રીતે વિચારતાં પુણ્યતત્ત્વ અને આત્મતત્તવ એ બે સર્વથા ભિન્ન છે, તેથી મારા આત્માને પુણ્યને સંબંધ ન હોવું જોઈએ. તે પણ પુણ્યમાં એક મહાસદ્દગુણ છે કે જે સંસાર અટવીના મહા ભયંકર ઉપદ્રવવાળા માને જીતવામાં સમર્થ યોદ્ધા સરખું છે, મહારે અનેક પાપારંભવાળા આ ગૃહસંસારની અટવીના ભયંકર માર્ગો પસાર કરવાના છે, અને માર્ગના ઉપદ્રવ જીતવા જેટલું (મુનિપણ જેટલું) હજી મહારામાં સામર્થ્ય નથી, તેથી જ્યાં સુધી હું આ ગૃહસંસારરૂપ મહાઅટી પાર ન ઉતરી જાઉં (મુનિમાર્ગ અંગીકાર ન કરું) ત્યાં સુધી આ પુણ્યાનબધિ પુણ્યતત્ત્વ રૂપ સમર્થ વળાવાને ત્યાગ થાય નહિ, એમ વિચારી ગહસ્થાવાસ સુધી આતમા પુણ્યકર્મો કરે. પોતાના કુટુંબનિર્વાહ અને ઇન્દ્રિયોના પિષણ અથે જ કેવળ સવે સાવધ વ્યાપાર કરે છે, તે તેમાંથી (બચાવ કરી) શ્રી જિનેન્દ્ર ભગવંત માટે, શ્રી ગુરુમહારાજને માટે, ધર્મની પ્રભાવના માટે, તીર્થોની ઉન્નતિ માટે, ધર્મથી પડતા સાધર્મિકેને ધર્મમાં સ્થિર કરવા માટે ઈત્યાદિ અનેક ધર્મકાર્યો માટે ગહરથ કેટલાક વ્યાપાર કરે, ધન ખર્ચે, જિનેન્દ્ર પ્રતિમાઓ ભરાવે, ઉઘાપન કરે, જિનચૈત્યે બંધાવે, જિનેન્દ્ર પૂજા કરે, વગેરે અનેક સંવર-નિર્જરાની ક્રિયાઓ કરે, એજ આ પુણ્યતત્ત્વ જાણવાને ઉદ્દેશ છે.
- રૂતિ રૂ પુષ્યતત્ત્વમ્ ા
॥ अथ चतुर्थ पापतत्त्वम् ॥ नाणंतरायदसगं; नव बीए नीअसाय मिच्छत्तं । थावरदस निरयतिगं; कसाय पणवीस तिरियदुगं ॥१८॥
સંસ્કૃત અનુવાદ ज्ञानान्तरायदशक, नव द्वितीये नीचैरसात मिथ्यात्वम् । स्थावरदशक निरयत्रिक; कषायपञ्चविंशतिःतियगद्विकम् ॥ १८ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org