________________
૭ નિરાતવ
૧૨૫
ગાથાર્થ – બાર પ્રકારને તપસંવર અને નિર્જ જરા છે. અને પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ ભેદે કરીને બંધ ચાર પ્રકારે જાણ ૩૪ા.
વિશેષાર્થઆ ગાથામાં વારવટું તો નિઝરચ, એટલા વાક્ય વડે નિર્જરાતત્વ કહ્યું છે, અને શેષ વાયવડે બંધતત્ત્વ કર્યું છે. ત્યાં નિજજ-દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારની છે. કર્મ પુદ્ગલેને આત્મપ્રદેશમાંથી ખેરવવાં તે ટ્રેનિન્ના અને જેનાથી તે કર્મ પુદ્ગલે ખરે-નિજરે તેવા આત્માના તપશ્ચર્યાદિવાળા શુદ્ધ પરિણામ તે માનિર્જરા કહેવાય. અથવા અકામ નિર્જરા અને સકામ નિર્જરાને અર્થ પણ પહેલી ગાથાના અર્થમાં લખ્યું છે, ત્યાંથી જાણ. ૧૨ પ્રકારના તપનું સ્વરૂપ આગળની ગાથાઓમાં કહેવાશે. શ્રીતત્ત્વાર્થસૂત્રમાં પણ પૂજ્ય શ્રી ઉમાસ્વાતિ વાચકવરે તપના સિક્કા એ સૂત્રવડે તપથી નિર્જરા કહી છે, વળી તપશ્ચર્યાથી નિકાચિત કર્મોને પણ ક્ષય કહ્યો છે, તપથી નિર્જરા અને ૨ થી સંવર પણ થાય છે.
હવે ગાથાના પૂર્વાર્ધમાં કહેલા વધો એ શબ્દથી પ્રારંભીને બધતત્ત્વના ૪ ભેદ કહ્યા છે. ત્યાં ક્ષીરનીરવત્ અથવા અગ્નિ અને લેહગલકવત્ આત્મા અને કર્મને યોગ્ય કામણ વગણને પરસ્પર સંબંધ તે ગંધ કહેવાય. તેના ચાર ભેદનું સ્વરૂપ ૩૭મી ગાથામાં આવશે.
૧ નિકાચિત કર્મ એટલે અતિ ગાઢ રસથી બંધાયેલ કર્મ, તે પણ અનિશ્વિત અને નિરત (અતિશય ગાઢ સંબંધવાળું)એમ ર પ્રકારે છે. તેમાં તપશ્ચર્યાથી અમુક હદ સુધીનાં અલ્પનિકાચિત કર્મો ક્ષય થાય છે, અને અમક હદ સુધીનાં સુનિકાચિત કર્મો અવશ્ય વિપાકોદયથી–રદયથી ભોગવવાં પડે છે. શ્રી અધ્યાત્મપરીક્ષાદિ ગ્રંથોમાં નિકાચિત કર્મોને ક્ષય કરનારી અપૂર્વકરણાદિ અધ્યવસાયવાળી ભાવ તપશ્ચર્યા કહી છે. તે પણ અ૯૫ નિકાચિતકર્મોની અપેક્ષાએ જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org