Book Title: Navtattva Prakarana with Meaning
Author(s): Chandulal Nanchand Shah
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 189
________________ ૧૭૨ નવતત્ત્વપ્રકરણ સાથ : પ્રશ્ન-સિદ્ધ પરમાત્માને જે ક્ષાયિક ભાવ છે, તો ક્ષાયિક ભાવના ૯ ભેદ હેવાને બદલે અહિં કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે જ ક્ષાયિક ભાવ કેમ કહ્યા? તથા ભવ્યત્વ (રૂ૫ પારિણમિક ભાવ સિદ્ધને કેમ નહિ? ઉત્તર-મૂળ ગાથામાં કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે જ ક્ષાયિક ભાવ સિદ્ધ પરમાત્માને કહ્યા. તે આત્માના જ્ઞાન દર્શન ગુણની મુખ્યતાએ કહ્યા છે, તથા દર્શનને અર્થ સમ્યક્ત્વ પણ છે તેથી ક્ષાયિક સમ્ય કૃત્વ પણ ગ્રહણ કરતાં શ્રી સિદ્ધમાં ૩ ક્ષાયિકભાવ આ ગાથામાં કહ્યા છે, તે પણ બીજા ૬ ક્ષાયિક ભાવેને સર્વથા નિષેધ ન જાણવે. શામાં એ ૬ ક્ષાયિક ભાવ માટે અમુક અમુકને નિષેધ અને ગ્રહણ બને છે, તે પણ એકંદર દૃષ્ટિએ વિચારતાં તે જ શાસ્ત્રોમાં સમ્યકત્વ માટે દર્શન શબ્દ પ્રસિદ્ધ છે અને ઘણું શાસ્ત્રકારોએ શ્રી સિદ્ધમાં ૩ ભાવ કહ્યા છે તેથી અહિં ગાથામાં કહેલા સંત પદના ૨ અર્થ કરવામાં વિરોધ નથી. ૧ નવતત્ત્વની પ્રાચીન આચાર્ય કૃત અવસૂરિ તથા સાધુરત્નસૂરિકૃત અવસૂરિ ઇત્યાદિ ગ્રંથમાં સિદ્ધ પરમાત્માને શાયિક જ્ઞાન અને ક્ષાયિક દશન એ ૨ ભાવ જ કહ્યા છે, તેમાં પણ પ્રાચીન અવચૂરિમાં તો ૭ ભાવોને સ્પષ્ટ અક્ષરોથી નિષેધ કહ્યો છે, તથા નવાગવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિત નવતત્ત્વભાષ્યમાં, એ જ ભાષ્યની યદેવઉપાધ્યાયત વૃત્તિમાં, શ્રી તત્વાર્થસૂત્રમાં, શ્રી આચારાંગ નિર્યુક્તિમાં અને મહાભાષ્યમાં ક્ષા, જ્ઞાન, ક્ષાત્ર દર્શન અને ક્ષા, સમ્યક્ત્વ એ ભાવ કહ્યા છે, શેષ ૬ ભાવને સ્પષ્ટ નિષેધ કહ્યો છે. દિગંબર સંપ્રદાયના તત્ત્વાથ વાતિક તથા રાજવાર્તિકમાં ક્ષા, વીર્ય ૪ લબ્ધિ સિવાય ૫ ભાવ કહ્યા છે. પરંતુ દાનાદિ ૪ લબ્ધિને સ્પષ્ટ નિષેધ નથી) કાલ લોકપ્રકાશમાં મહાભાષ્ય પ્રમાણે ૩ ભાવ ગ્રહણ કર્યા છે. અને કેટલાક આચાર્યોના મતે નવે ક્ષાયિક ભાવ ગ્રહણ કર્યા છે. એ દરેક વિસંવાદ અપેક્ષા રહિત નથી, તો પણ સંક્ષેપમાં એટલું જ સમજવું કે કઈ ભાવ સવ્યપદેશપણુના (ઉપચરિતપણાના) કારણથી, કેઈ ભાવ કાર્યભાવના કારણથી અને કેઈ ભાવ સંસારી જીવન અંગે ગુણસ્થાનવૃત્તિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224